AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt અને રણબીર કપૂરના લગ્નના સમાચારો વચ્ચે જાણો કઈ ‘લોકપ્રિય’ જગ્યાએ બોલિવૂડ સેલિબ્રેટીએ કર્યા લગ્ન

Alia Bhatt Ranbir Kapoor Wedding Destination: બોલીવુડ સેલિબ્રેટીએ રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસથી લઈને ઈટાલીના લેક કોમો સુધીની જગ્યાઓ પર લગ્ન કર્યા છે. એવા અહેવાલો છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

Alia Bhatt અને રણબીર કપૂરના લગ્નના સમાચારો વચ્ચે જાણો કઈ 'લોકપ્રિય' જગ્યાએ બોલિવૂડ સેલિબ્રેટીએ કર્યા લગ્ન
Alia Bhatt અને રણબીર કપૂરના લગ્નના સમાચારો વચ્ચે જાણો કઈ 'લોકપ્રિય' જગ્યાએ બોલિવૂડ સેલિબ્રેટીએ કર્યા લગ્નImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 9:24 PM
Share

Alia Bhatt Ranbir Kapoor Wedding Destination : આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor)ના લગ્નના સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને મુંબઈના ચેમ્બુરમાં કપૂર બંગલામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અમે તમારા માટે લઈને આવ્યા છીએ બોલીવુડ (Bollywood) કલાકારોના લોકપ્રિય લગ્ન સ્થળો. અમે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તેઓએ તેમના લગ્નને શાનદાર અને યાદગાર બનાવ્યા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એપ્રિલ મહિનામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. પરિવારના સભ્યો આ સમાચારને નકારી રહ્યાં હોવા છતાં આવી અફવાઓ ઉડી રહી છે. હાલમાં તાજા સમાચાર એ છે કે, બંને મુંબઈના ચેમ્બુર સ્થિત આરકે બંગલોમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન

View this post on Instagram

A post shared by Karan Boolani (@karanboolani)

સોનમ કપૂર અને આનંદ આહુજાએ સોનમ કપૂરની કાકીના ઘરે લગ્ન કર્યા હતા. સોનમ કપૂરે મુંબઈમાં તેની કાકી કવિતા સિંહના ઘરે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેના કારણે ઘરને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. સોનમ કપૂરને તેના ભાઈ અને પિતરાઈ ભાઈઓ તેને મંડપમાં લઈને આવ્યા હતા.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે નવેમ્બર 2018માં ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. બંને ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પણ ઇટાલીના લેક કોમો ખાતેની ભવ્ય હવેલીમાં લગ્ન કર્યા હતા. બંનેએ પોતાના લગ્ન સ્થળને ગુપ્ત રાખવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. આ પ્રસંગે આ પેલેસને ભવ્ય અંદાજમાં સજાવવામાં આવ્યો હતો.

યામી ગૌતમ અને આદિત્ય ધરના લગ્ન

યામી ગૌતમ અને આદિત્ય ધરના લગ્ન હિમાચલમાં તેમના ઘરે થયા હતા. આ પ્રસંગે તમામ સ્થાનિક પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું હતું.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : ભારતે જગત જમાદાર અમેરિકાને ના ગણકારતા આપી ધમકી, કહ્યુ-રશિયા સાથે ‘ગઠબંધન’ કરશે તો ચૂકવવી પડશે મોટી કિંમત

g clip-path="url(#clip0_868_265)">