The Big Picture માં ચમકી વડોદરાની મહિલા, રણવીર સિંહે આશિયાનાને આપી આ ભેટ

|

Nov 29, 2021 | 10:09 AM

કલર્સ ટીવી શો 'ધ બિગ પિક્ચર'ના રવિવારના એપિસોડમાં શગીર અહેમદ બાદ વડોદરાની ફુડ કોર્ટની માલિક આશિયાના આ ક્વિઝ રમવા આવી હતી.

The Big Picture માં ચમકી વડોદરાની મહિલા, રણવીર સિંહે આશિયાનાને આપી આ ભેટ
The Big Picture

Follow us on

The Big Picture : સામાન્ય રીતે સપના સાકાર કરવા માટે, ફક્ત એક તકની જરૂર હોય છે. પરંતુ વડોદરાની આશિયાના (Aashiyana) ‘ધ બિગ પિક્ચર’ દ્વારા તેમને મળેલી તકનો તે લાભ લઈ શકી નહીં. રવિવારના એપિસોડમાં, ‘ધ બિગ પિક્ચર’ના ડેશિંગ હોસ્ટ રણવીર સિંહે (Ranveer Singh)વડોદરાના ફૂડ કાર્ટના માલિક આશિયાનાનું સ્વાગત કર્યું હતુ. 

સાથે આશિયાનાએ રણવીરને વચન આપ્યું કે તે તેની રેસ્ટોરન્ટમાં(Restaurant)  તેના નામ પર એક ખાસ વાનગીનું નામ રાખશે. આ ક્વિઝ રમવા માટે આશિયાના સ્ટેજ પર આવ્યા બાદ રણવીરે તેને પોતાના જીવનમાં ‘ધ બિગ પિક્ચર’ની વ્યાખ્યા જણાવવા કહ્યુ. જેમાં આશિયાનાએ જણાવ્યુ કે તે શોમાં જીતેલા પૈસાથી પોતાની રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે.

રેસ્ટોરન્ટમાં સ્પેશિયલ વાનગીનું નામ રણવીરના નામથી રખાશે

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ બાદ સુપરસ્ટાર હોસ્ટ રણવીરે તેને તેની રેસ્ટોરન્ટની એક વાનગીનું નામ પોતાના નામ પરથી રાખવા કહ્યું હતુ. જેના જવાબમાં આશિયાનાએ કહ્યું કે, તે ભાતમાંથી બનેલી વાનગીનું નામ તેના નામ પર રાખશે અને તેનું નામ હશે- ‘સ્પેશિયલ સ્પાઈસી રણવીર પુલાવ’. આશિયાના પ્રશ્નોના જવાબ ખૂબ જ સારી રીતે આપી રહી હતી પરંતુ લાઈફલાઈનનો ઉપયોગ ન કરવો તેના માટે મોંઘો સાબિત થયો.

આશિયાનાને ભેટ મળી

રવિવારના એપિસોડમાં, એક હૃદયસ્પર્શી ક્ષણ હતી જ્યારે રણવીરે આશિયાનાને સુંદર સલવાર-સૂટ ભેટમાં આપ્યા હતા. આશિયાના ખૂબ જ ખુશ જોવા મળી હતી અને તેણે આ ગિફ્ટ માટે રણવીરનો આભાર માન્યો અને કહ્યું કે તે હંમેશા તેને સંભાળીને રાખશે. આશિયાના આ શોની પહેલી એવી સ્પર્ધક હતી જેણે કોઈ પણ રકમ જીત્યા વિના શો છોડવો પડ્યો હતો.આશિયાનએ ભલે કોઈ રકમ ન જીતી,પરંતુ લોકોના દિલ જીતી લીધા.

 

આ પણ વાંચો : The Kapil Sharma Show: જ્હોન અબ્રાહમે કહ્યું કે સ્ટ્રેસમાં વર્કઆઉટ ન કરવું જોઈએ, માત્ર આટલો સમય જિમ કરવું જોઈએ

આ પણ વાંચો : કોરિયોગ્રાફર શિવા શંકર માસ્ટરનું નિધન, સોનુ સૂદ કરાવી રહ્યા હતા સારવાર

Published On - 8:53 am, Mon, 29 November 21

Next Article