AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Action Movies: કંગના પહેલા આ અભિનેત્રીઓએ પણ બતાવી ધાકડ એક્શન, અભિનેત્રીઓની એક્શન જોઈ અભિનેતાઓની બોલતી બંધ થઈ હતી

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે, જેમાં કંગનાના જબરદસ્ત એક્શન સીન જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં કંગના એજન્ટ અગ્નિના રોલમાં છે, જે ઘણી તોડફોડ કરતી જોવા મળે છે.

Actress Action Movies: કંગના પહેલા આ અભિનેત્રીઓએ પણ બતાવી ધાકડ એક્શન, અભિનેત્રીઓની એક્શન જોઈ અભિનેતાઓની બોલતી બંધ થઈ હતી
The Best Female Action Stars action scene in filmsImage Credit source: TV9
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 4:57 PM
Share

Actress Action Movies: ઘણા દર્શકોએ ફિલ્મના એક્શન સિક્વન્સની તુલના હોલીવુડ (Hollywood)ની ફિલ્મો સાથે કરી છે. પરંતુ આ પહેલીવાર નથી કે જ્યારે બોલિવૂડ અભિનેત્રી ફિલ્મમાં તેના એક્શન સિક્વન્સ (Action Sequence) માટે પ્રશંસા મેળવી રહી હોય. તમને જણાવી દઈએ કે કંગના સિવાય કઈ અભિનેત્રીઓએ ફિલ્મોમાં એક્શન કરીને તરખાટ મચાવ્યો છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા બોલિવૂડની Versatile પ્રતિભા ધરાવતી અભિનેત્રી છે, જે આજકાલ તેના હોલીવુડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. પ્રિયંકા ચોપરાએ વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મેરી કોમ’માં જબરદસ્ત એક્શન સીન્સ કર્યા હતા. આ ફિલ્મ બોક્સર મેરી કોમના જીવન પર આધારિત હતી, જેમાં પ્રિયંકા મેરી કોમના રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા બોક્સિંગ દ્રશ્યો પ્રિયંકા ચોપરા દ્વારા ભજવવામાં આવ્યા હતા, જેના કારણે ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. આ સિવાય પ્રિયંકાએ ‘જય ગંગાજલ’, ‘ડોન’, ‘ડોન 2’ જેવી ફિલ્મોમાં એક્શન સિક્વન્સ કરીને પ્રશંસા મેળવી છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ ફિલ્મોમાં દરેક પાત્રને ખૂબ સારી રીતે ભજવે છે. તેની ફિલ્મોમાં પ્રેમ અને રોમાન્સ એક જબરદસ્ત સ્ટોરી સાથે ઉમેરવામાં આવે છે, પરંતુ દીપિકાએ કેટલીક એવી ફિલ્મો પણ કરી છે જેમાં તેણે એક્શન સીન છે. દીપિકા ‘બાજીરાવ મસ્તાની’ અને ‘ચાંદની ચોક ટુ ચાઈના’ ફિલ્મોમાં એક્શન કરતી જોવા મળી છે. આ ફિલ્મોમાં દીપિકા કલાકારો પર પણ ભારે પડી હતી.

સોનાક્ષી સિન્હા

આ યાદીમાં સોનાક્ષી સિન્હાનું નામ પણ સામેલ છે. સોનાક્ષીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘દબંગ’થી કરી હતી, જેમાં તે એક સિમ્પલ છોકરીના રોલમાં જોવા મળી હતી. પરંતુ ફિલ્મ ‘અકીરા’માં સોનાક્ષીએ પોતાની સિમ્પલ છોકરીની ઈમેજ તોડી નાખી. આ ફિલ્મમાં સોનાક્ષીના જબરદસ્ત એક્શન સીન્સ હતા. આ ફિલ્મમાં સોનાક્ષીનું નામ અકીરા હતું.

કેટરિના કૈફ

કેટરિના કૈફે મોટાભાગે આવી ફિલ્મો કરી છે, જેમાં પ્રેમ અને કોમેડીનો મસાલો જોવા મળે છે. પરંતુ ફિલ્મ ‘એક થા ટાઈગર’માં કેટરિનાએ પોતાના જબરદસ્ત એક્શન સિક્વન્સથી બધાને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મમાં કેટરિના સાથે સલમાન ખાન જોવા મળ્યો હતો અને બંનેના શાનદાર એક્શન સીન્સ જોવા મળ્યા હતા. કેટરિનાએ ISI એજન્ટ ઝોયાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મના બે ભાગ રિલીઝ થઈ ગયા છે અને ચાહકો ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે, જેમાં કેટરિના અને સલમાનની જોડી પણ એક્શન કરતી જોવા મળશે.

તાપસી પન્નુ

તાપસી પન્નુએ તેની કેટલીક ફિલ્મોમાં એક્શન સિક્વન્સ પણ આપ્યા છે, જેમાં ‘બેબી’ અને ‘નામ શબાના’નો સમાવેશ થાય છે. આ બંને ફિલ્મોમાં તાપસી વિલનને જબરદસ્ત મુક્કો મારતી જોવા મળી હતી. તાપસી માત્ર બોલિવૂડની જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોની પણ મોટી અભિનેત્રી છે. હિન્દી સિવાય તે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળે છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">