વર્લ્ડ ડિસેબિલિટી ડે: અમદાવાદના 6 જેટલા દિવ્યાંગ યંગસ્ટર્સે ‘ધ કપિલ શર્મા શો’માં કર્યુ વ્હીલચેર પર્ફોમન્સ

પોપ્યુલર કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં (The kapil sharma show) અમદાવાદના કોશિશ ઈનિશ્યેટિવ દ્વારા 6 જેટલા દિવ્યાંગ યંગસ્ટર્સને પર્ફોમન્સ કરવાની તક મળી હતી. આ એક શહેરના દિવ્યાંગોને સમાજ સાથે જોડવાનો એક પ્રયાસ છે.

વર્લ્ડ ડિસેબિલિટી ડે: અમદાવાદના 6 જેટલા દિવ્યાંગ યંગસ્ટર્સે 'ધ કપિલ શર્મા શો'માં કર્યુ વ્હીલચેર પર્ફોમન્સ
disabled youngsters wheelchair performance in The Kapil Sharma Show
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 9:49 PM

ઈન્ટરનેશનલ ડિસેબિલિટી ડે અથવા ઈન્ટરનેશનલ ડે ઓફ પીપલ વિથ ડિસેબિલિટી, એ એક એવો દિવસ છે જેને યુનાઇટેડ નેશન્સ દ્વારા 1992થી પ્રમોટ કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ ડિસેબિલિટી ડેનો ઉદ્દેશ્ય વિકલાંગતાથી પ્રભાવિત લોકોની સારી સમજણને પ્રોત્સાહિત કરવાનો છે. વિકલાંગ લોકોના અધિકારો, ગૌરવ અને કલ્યાણ વિશે લોકોને વધુ જાગૃત કરો. વિકલાંગતાના ઘણાં વિવિધ પ્રકારો છે, જે 21 શ્રેણીઓમાં આવી શકે છે. આમાં માનસિક બીમારી, બૌદ્ધિક વિકલાંગતા, સાંભળવાની ક્ષતિ, અંધત્વ અને વધુનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ ડિસેબિલિટી ડેની ઉજવણી વિકલાંગતા સંબંધિત ચર્ચાઓ, સ્ટેજ પર્ફોમન્સ અને ઝુંબેશ યોજવા માટે થાય છે, અને સમુદાયોને તેમના સ્થાનિક વિસ્તારોમાં મીટિંગ, વાર્તાલાપ અને પ્રદર્શનનું આયોજન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

અમદવાદના દિવ્યાંગ ગ્રુપે કપિલ શર્મા શોમાં આપ્યું વ્હીલચેર પર્ફોમન્સ

1992 થી દર વર્ષે ઘણા દેશોમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે. તેવી જ રીતે કપિલ શર્મા શો પણ વર્લ્ડ ડિસેબિલિટી ડેની ઉજવણી કરવામાં આવી હતી. દેશના જાણીતા કોમેડી શોમાં અમદવાદના દિવ્યાંગ ગ્રુપે વ્હીલચેર પર્ફોમન્સનો પ્રયાસ કર્યો. વર્લ્ડ ડિસેબિલિટી ડે છે ત્યારે શહેરના કોશિશ ઈનિશ્યેટિવ દ્વારા 6 જેટલા દિવ્યાંગ યંગસ્ટર્સને કપિલ શર્મા શોમાં પર્ફોમ કરવાની તક મળી હતી.

Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video
BSNLનો 84 દિવસનો સસ્તામાં સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, માત્ર આટલી કિંમત
કુંડળીમાં છે શની દોષ તો શનિદેવને અર્પણ કરો આ તેલનો દીવો
તમે વ્હાઇટ કોલર જોબ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે પિંક, ગ્રે, બ્લુ અને ગોલ્ડ કોલર જોબ વિશે જાણો છો?
Girlfriend On Rent : અહીં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ ! એક કલાકનું છે આટલું ભાડુ
ઘરના મુખ્ય દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી થશે આ ફાયદો

આ ગ્રુપના પદ્મનાભ સાહુ અને અંજલિ વાળા સહિત દિવ્યાંગજનોએ સાડા ત્રણ મિનિટનું પર્ફોમન્સ આપ્યું હતું, જે શોમાં રજૂ કર્યું હતું. આ દિવ્યાંગજનોએ બોલિવૂડ સોન્ગ પર ડાન્સ કર્યો હતો અને પોતાની પ્રતિભા દર્શાવી હતી. આ પર્ફોમન્સ જોઈને કાજોલ અને કપિલ શર્મા પણ ભાવુક થઈ ગયા હતા. એક દિવ્યાંગ દિકરા માટે માતાના સંઘર્ષની કહાની ડાન્સ થકી કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી હતી.

કોશિશના ફાઉન્ડર પૂર્વી કમલનયન ત્રિવેદીએ જણાવ્યું હતું કે દિવ્યાંગો સમાજની મેઈન સ્ટ્રીમનો ભાગ છે તે અહેસાસ કરાવવાની તક મળી. ‘કોશિશ’ એક વિચાર છે દિવ્યાંગજનોને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો. તેઓ ભલે શરીરથી દિવ્યાંગ છે પણ મનથી તો સો ગણા મક્કમ હોય છે. છેલ્લા 20 વર્ષમાં ત્રણ હજાર કરતા વધારે દિવ્યાંગોને ગરબા કરાવવાની વાત હોય, ફેશન શોનું આયોજન કર્યું હોય કે ફોરેન ટૂર કરાવી હોય કે પછી વિવિધ ગેમ્સ રમાડી હોય તેઓ અલગ નથી પણ આ સમાજની મેઈન સ્ટ્રીમનો જ અનિવાર્ય ભાગ છે તે અહેસાસ કરાવવાની મને તક મળી છે.

g clip-path="url(#clip0_868_265)">