Indian Idol 12: વિવાદમાં ફસાયેલા પુત્રની તરફેણમાં આવ્યા ઉદિત નારાયણ, અમિત કુમાર પર કહી આ મોટી વાત

કિશોર દાના પુત્ર અમિત કુમારના નિવેદન બાદ Indian Idol 12 ને લઈને વિવાદ વધી રહ્યો છે. આ વિવાદમાં હોસ્ટ આદિત્ય નારાયણ ફસાતા જોવા મળી રહ્યા છે. આવામાં ઉદિત નારાયણે પૂત્રનો પક્ષ લીધો હતો.

Indian Idol 12: વિવાદમાં ફસાયેલા પુત્રની તરફેણમાં આવ્યા ઉદિત નારાયણ, અમિત કુમાર પર કહી આ મોટી વાત
આદિત્ય - ઉદિત

આ વખતે સોની ટીવી પર પ્રસારિત થયેલ સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ (Indian Idol 12) TRP માં છવાઈ ગયેલો છે. વર્ષોથી આ શો દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. પરંતુ આ વખતે શો વિવાદોમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. શોના સ્પર્ધકોને લઇને ઘણો વિવાદ સર્જાયો છે. સિંગર અમિત કુમારના (Amit Kumar) ઘટસ્ફોટ પછી વિવાદને નવો વળાંક મળ્યો છે. શોના વિવાદ વચ્ચે હોસ્ટ આદિત્ય નારાયણ (Aditya Narayan) પણ ફસાયા છે.

આવામાં સિંગર ઉદિત નારનાયણે (Udit Narayan) દીકરાનો પક્ષ લીધો હતો. એક ખાનગી સમાચાર સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુંમાં ઉદિતે કહ્યું કે આદિત્યની અંદર હજુ બાળપણ છે, તેથી અન્ય લોકોની જેમ ચૂપ નથી રહેતો. આ જ કારણે આખો વિવાદ તેના પર આવી ગયો છે.

ઉદિત નારાયણે કહ્યું છે કે જ્યારે રિયાલિટી શો બનાવવામાં આવે છે ત્યારે દેશના વિવિધ ક્ષેત્રના લોકોને તેમાં એક તક મળે છે, જેથી તેઓ આગળ વધે અને તેમના સપના સાચા થાય. પરંતુ જો તે વિવાદમાં ફસાઈ જાય તો તેમનું ધ્યાન બીજી તરફ ડાયવર્ટ થઇ જાય છે. આવા વિવાદના સમયે સિંગર્સ તેમની ગાયકી અને રિયાઝ પર ધ્યાન આપે તે યોગ્ય છે.

પુત્રની તરફેણમાં આવ્યા ઉદિત

તેમણે વધુમાં કહ્યું કે આદિત્યની અંદર હજુ બાલિશપણું છે અને તે ખૂબ જ ભાવનાશીલ વ્યક્તિ છે. આવી સ્થિતિમાં તે શોમાં સાથે સંકળાયેલ હોવાના કારણે ખૂબ જ સંવેદનશીલ બની ગયો છે. જ્યારે આખા શોમાં કોઈએ કંઈ કહ્યું નહીં, પરંતુ હવે આખી વાત આદિત્ય પર આવી ગઈ છે.

ઉદિતે આગલ કહ્યું કે આદિત્ય ત્યાં ફક્ત એન્કર છે, તો તેના પર બધું ઢોળી દેવું યોગ્ય નથી. કારણ કે તે તેની ભૂલ નથી. મને લાગે છે કે આ શોના મુખ્ય લોકોએ આ વિશે વાત કરવી જોઈએ, પરંતુ તેઓએ એન્કરને શા માટે આગળ ધરી દીધો છે. આ સમયે દરેક વ્યક્તિએ તેને ટેકો આપવો જોઈએ. હું હમણાં તેને કંઈ પણ કહી રહ્યો નથી કારણ કે લોકો પહેલાથી જ તેના પર નિશાન સાધી રહ્યા છે.

અમિત કુમાર વિશે કહી આ વાત

અમિત કુમાર મામલા પર બોલતા ઉદિતે કહ્યું છે કે અમિત કુમાર વખતનો મેં શો જોયો તે મારા માટે ખૂબ મનોરંજક હતું. હું અમિત કુમારને નજીકથી ઓળખું છું, અમે કોરોના પહેલા તેની હાઉસ પાર્ટીમાં મળ્યા હતા. કિશોર દાની તુલના ક્યારેય એક જ વ્યક્તિ સાથે કરી શકાય જ નહીં.

ઉદિતે કહ્યું કે જો તમે શો પર આવવા સંમત થાઓ છો, તો પછી બહાર આવીને આવું વિવાદાસ્પદ ના બોલવું જોઈએ. હું જાણું છું કે આ કહેવાથી હું પણ આદિત્યની જેમ ફસાઈ જઈશ. જ્યારે અમિત મારા ભાઈથી ઓછો નથી. આ મામલે હું તેની સાથે વાત કરીશ. અમને બોલાવવામાં આવે છે, જેથી અમે કહેવામાં આવે છે જેથી અમે સ્પર્ધકોને વધુ નિખારીએ અને એના માટે અમને પૈસા અપાય છે.

શું હતો વિવાદ

તાજેતરમાં જ અમિત કુમાર વખતના શો પર સવાલ ઉઠ્યા હતા. અમિત કુમારે કહ્યું હતું કે તેમને સ્પર્ધકની તારીફ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ બાદ જ્યારે શો પર કુમાર સાનુ, રૂપ કુમાર રાઠોડ અને અનુરાધા પૌડવાલ પહોંચ્યો ત્યારે આદિત્યએ કટાક્ષ કરતા કહ્યું હતું કે અમે તમારી પાસેથી જબરદસ્તીથી સ્પર્ધકના વખાણ કરાવ્યા છે. ત્યાર બાદ આદિત્ય વિવાદમાં છે.

આ પણ વાંચો: ભારત સરકારે આ વર્ષે ખેડૂતો પાસેથી MSP પર ઘઉંની રેકોર્ડ બ્રેક ખરીદી કરી, ખેડૂતો થયા માલામાલ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati