AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC: શું ‘ટપ્પુની મમ્મી’ શોમાં પાછી ફરી રહી છે? ‘દયાબહેને’ આપ્યા પાછા ફરવાના સંકેતો

TMKOC: તાજેતરમાં બાઘાની નવી બાવરી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પ્રવેશી છે. દયાબેન એટલે કે દિશા વાકાણી આનાથી સૌથી વધુ ખુશ છે, તેણે સોશિયલ મીડિયા પર વીણા વાડેકરનું સ્વાગત કર્યું છે.

TMKOC: શું 'ટપ્પુની મમ્મી' શોમાં પાછી ફરી રહી છે? 'દયાબહેને' આપ્યા પાછા ફરવાના સંકેતો
Disha Vakani
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 3:37 PM
Share

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મોટા બદલાવ આવ્યા છે. શોમાં ઘણાં સમય પછી બાઘાને પોતાનો ખોવાયેલો પ્રેમ ‘બાવરી’ ફરીથી મળી છે. એક્ટ્રેસ નવીના વાડેકર આ પાત્ર સાથે તારક મહેતામાં તેની નવી શરૂઆત કરી છે અને દયાબેન ઉર્ફે દિશા વાકાણી તેનું શોમાં સ્વાગત કરે છે. દિશાના પણ પાછા ફરવાના સમાચાર પણ ચાલી રહ્યા છે.

શું પાછા ફરી રહ્યા છે દયાબેન?

ટીવીના ઈતિહાસમાં સૌથી સફળ શો માંથી એક શો એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. જે છેલ્લા 15 વર્ષથી દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. દર્શકોનો પ્રેમ મેળવી રહ્યો છે. આટલા વર્ષોમાં શોમાં ઘણા ફેરફારો થયા છે. ઘણા પાત્રોએ શો છોડી દીધો અને કેટલાકે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેવી જ રીતે શોના નિર્માતાઓ બાવરીને પરત લાવ્યા છે, જે લાંબા સમયથી સીરિયલમાં જોવા મળી ન હતી.

આ પણ વાંચો : TMKOC : તારક મહેતાની સિરિયલમાં કામ કરી ચુકેલા એક્ટરનું 40 વર્ષની વયે નિધન, સિરિયલથી મળી હતી ખ્યાતિ

શું દિશાએ પાછા ફરવાના સંકેત આપ્યા છે?

નવીના વાડેકરે બાવરીના પાત્ર માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. અહીં જ્યારે આ સમાચાર દયાબેન એટલે કે દિશા વાકાણીના કાને પહોંચ્યા તો તે ખુશ થઈ ગઈ અને તેણે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે. નવીના વાડેકરની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને દિશા વાકાણીએ તેને શોમાં તેના નવા ડેબ્યૂ માટે અભિનંદન પાઠવ્યા હતા. લાંબા સમય પછી દિશા દ્વારા શો વિશે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે, આ કિસ્સામાં ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

તારક મહેતાની વિખરાયેલી કડીઓને ફરીથી જોડવી પડશે

આશા છે કે એક દિવસ દિશા પણ તારક મહેતામાં ‘ટપ્પુ કે પાપા’ કહેતી જોવા મળશે. અસિત મોદીએ ગયા વર્ષે જ દિશા વિશે સ્પષ્ટ કહ્યું હતું કે, તેને લાવવાના પ્રયાસો ચાલુ છે. હવે તાજેતરમાં શોની ઘટતી ટીઆરપી પછી, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે તારક મહેતાની વિખરાયેલી કડીઓને એપિસોડ્સ ફરીથી જોડવી પડશે અને જે પાત્રોએ શો છોડી દીધો છે તેમને પાછા લાવવા પડશે.

5 વર્ષથી ગાયબ છે

દયાબેન વર્ષ 2017થી શોમાંથી ગાયબ છે. હાલમાં જ તેને એક દિકરાને જન્મ આપ્યો છે, જેના પછી તેના પાછા ફરવાના સમાચાર પર પૂર્ણવિરામ લાગી ગયું હતું, પરંતુ આ તાજા પોસ્ટ પછી ફેન્સની આશા વધી ગઈ છે. તે કોઈપણ સંજોગોમાં તારક મહેતામાં દયાબેનને જોવા માંગે છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">