TMKOC: મુનમુન દત્તાની થઈ ધરપકડ, 4 કલાક પૂછપરછ કરવામાં આવી
મુનમુન દત્તા વિરુદ્ધ 13 મે 2021ના રોજ SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી મુનમુન આ કેસની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગઈ અને અરજી દાખલ કરી, પરંતુ સુપ્રીમ કોર્ટે 22 સપ્ટેમ્બર 2021ના રોજ આ અરજીને ફગાવી દીધી.
ટીવીની લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં (Taarak Mehta ka Ooltah Chashmah) બબીતાજીનો રોલ કરનાર અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ અનુસાર તે હરિયાણાના હિંસાર પોલીસ સ્ટેશન પહોંચી અને ડીએસપી વિનોદ શંકર સમક્ષ હાજર થઈ. દલિત સમાજ પર ટિપ્પણી કરવા બદલ તેમની સામે SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારપછી તેની 4 કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને જામીન પર છોડવામાં આવી હતી.
મુનમુન દત્તા વિરુદ્ધ 13 મે 2021ના રોજ SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી મુનમુન આ કેસની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગઈ અને અરજી દાખલ કરી, પરંતુ સુપ્રીમ કોર્ટે 22 સપ્ટેમ્બર 2021ના રોજ આ અરજીને ફગાવી દીધી. મુનમુને અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતો એક વીડિયો YouTube પર શેર કર્યો હતો. આ પછી તેના વિરુદ્ધ હાંસીમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જો કે આ વીડિયો પર થયેલા હંગામા બાદ મુનમુને માફી પણ માંગી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે તે આ શબ્દથી વાકેફ નથી અને અજાણતામાં તે બોલી ગઇ હતી.
આ પહેલી વાર નથી કે મુનમુન દત્તા કોઈ કોન્ટ્રોવર્સીમાં ફસાઈ હોય. આ પહેલા રાજ અનડકટ સાથેના તેના સંબંધોને લઈને પણ ઘણી અફવાઓ ઉડી હતી. તેના આ વીડિયો પર થયેલા હંગામા બાદ એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે તેણે હવે તારક મહેતા શો છોડવો પડશે.
આ પણ વાંચો – Praveen Kumar Sobti Passes Away: પ્રવીણ કુમાર સોબતીને જોઈને બી.આર. ચોપરાએ ‘મહાભારત’માં આપ્યો હતો ભીમનો રોલ
આ પણ વાંચો – Praveen Kumar Sobti Passed Away : મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીનું નિધન
આ પણ વાંચો – Happy Birthday Jagjit Singh : ગઝલના બાદશાહ કહેવાતા જગજીત સિંહની આજે જન્મજયંતિ, ચિઠ્ઠીના કોઈ સંદેશ સાંભળો હિટ ગઝલો