તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રી લેશે Bigg Boss 15 માં ભાગ! મનોરંજન થશે ડબલ

બિગ બોસ 15 શરુ થાય તે પહેલા ચર્ચામાં આવી ગયું છે. સુનીલ ગ્રોવર બાદ હવે નિધિ ભાનુશાલીને લઈને અહેવાલ આવ્યા છે, કે તે પણ બિગ બોસમાં જોડાશે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રી લેશે Bigg Boss 15 માં ભાગ! મનોરંજન થશે ડબલ
Taarak mehta ka ooltah chashmah sonu aka nidhi bhanushali to be part of bigg boss 15

બિગ બોસ 15 (Bigg Boss 15) શરૂ થયા પહેલાથી જ ચર્ચામાં છે. આ શોમાં મોટા મોટા સેલેબના નામ જોડાઈ રહ્યા છે. અહેવાલ આવી રહ્યા છે કે ઘણા સ્ટાર્સને શોમાં સ્પર્ધક તરીકે આવવા ઓફર આપવામાં આવી છે. તાજેતરમાં સુનીલ ગ્રોવર (Sunil Grover) ને બિગ બોસ માટે ઓફર મળ્યાના અહેવાલ આવ્યા છે. તરત જ બીજા મોટા સમાચાર આવ્યા છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashma) શોમાં સોનુ ભિડેનું પાત્ર નિભાવનાર નિધિ ભાનુશાલીને (Nidhi Bhanushali) પણ બિગ બોસ માટે ઓફર મળી છે. નિધિનું નામ સામે આવતા જ ફેન્સ ઘણા ખુશ છે.

અહેવાલ મુજબ, નિર્માતાઓએ બિગ બોસ 15 માટે નિધિનો સંપર્ક કર્યો છે. જો કે, નિધિ તરફથી આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. તમને જણાવી દઈએ કે નિધિએ વર્ષ 2019 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છોડી દીધી હતી. નિધિએ પોતાનો અભ્યાસના કારણે આ શો છોડવાનું કારણ આપ્યું હતું. નિધિએ કહ્યું કે તે શોને કારણે તેના અભ્યાસમાં ધ્યાન આપી શકતી નથી.

સોશિયલ મીડિયામાં નિધિ એક્ટીવ

નિધિ ફરી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ. હવે તે તેના બોલ્ડ ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. નિધિ એક ઇન્ટરનેટની મોસ્ટ પોપ્યુલર સેલિબ્રિટી છે. હવે જો નિધિ બિગ બોસમાં આવે છે, તો જોવું રહ્યું કે મનોરંજન કઈ હદ સુધી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

એક અહેવાલ પ્રમાણે નિધિ હાલમાં લોંગ ટ્રીપ પર છે. તેમની માતાએ જણાવ્યુ હતું કે નિધિ ત્રણ મહિના સુધી લોંગ ટ્રીપ પર નીકળી છે. નિધિ તાજેતરમાં ગુજરાત ભ્રમણ કરી રહી હતી. અહેવાલો પ્રમાણે બાદમાં નિધિ રાજસ્થાન તરફ નીકળી હતી.

કોણ કોણ બની શકે છે સ્પર્ધક?

આ શોમાં અત્યાર સુધી જે સેલેબ્સના નામ સામે આવ્યા છે તેમાં અર્જુન બિજલાની, અમિત ટંડન, દિશા વાકાણી, સુરભી ચાંદના, કૃષ્ણ અભિષેક, જેનિફર વિંગેટ, અદા ખાન, તેજશ્વી પ્રકાશ, નિકેતન ધીર, નિયા શર્મા અને અભિજિત સાવંત તેમજ સુનીલ ગ્રોવર શામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

જોકે આ નામમાંથી કોઈનું નક્કી નામ આવ્યાના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ જો નિધિ અને આ નામ એક સાથે જોવા મળે છે તો મનોરંજન ખુબ વધુ મળી શકવાની શક્યતાઓ છે.

બિગ બોસ ઓટીટી પ્રીમિયર

આ વખતે બિગ બોસ 15 (Bigg Boss 15) ટીવી પહેલા OTT પર પ્રીમિયર થશે. કરણ જોહર (Karan Johar) સલમાન ખાનની (Salman Khan) જગ્યાએ બિગ બોસ ઓટીટી હોસ્ટ કરશે. કરણ પ્રથમ વખત બિગ બોસને હોસ્ટ કરવા જઇ રહ્યો છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ એ જોવા માંગે છે કે કરણ સલમાનની જેમ દર્શકોના દિલ જીતી શકશે કે નહીં.

 

આ પણ વાંચો: શું વાત છે, સુનીલ ગ્રોવર બિગ બોસમાં! Bigg Boss 15 નો શો થવાનો છે ધમાકેદાર, જાણો સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો: સુનીલ પાલે મનોજ બાજપેયીને કહ્યું હતું ‘બદતમીજ’, મનોજ બાજપેયીએ આપ્યો સણસણતો જવાબ

Click on your DTH Provider to Add TV9 Gujarati