શું વાત છે, સુનીલ ગ્રોવર બિગ બોસમાં! Bigg Boss 15 નો શો થવાનો છે ધમાકેદાર, જાણો સંપૂર્ણ વિગતો

ફેમસ કોમેડિયન સુનીલ ગ્રોવર વિશે સમાચાર આવ્યા છે કે તે વિવાદાસ્પદ શો બિગ બોસનો ભાગ બની શકે છે. મેકર્સ તેમને આ શોમાં લાવવા માંગે છે.

શું વાત છે, સુનીલ ગ્રોવર બિગ બોસમાં! Bigg Boss 15 નો શો થવાનો છે ધમાકેદાર, જાણો સંપૂર્ણ વિગતો
Comedian Sunil Grover approached by Bigg Boss show makers

ટીવીના બહુચર્ચિત અને વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસની 15 મી (Bigg Boss 15) સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. ફેન્સ શોને લઈને ખૂબ ઉત્સાહિત છે. અત્યાર સુધી, શોના સ્પર્ધકો માટે ઘણા સેલેબ્સના નામ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ હવે આ લિસ્ટમાં જે નામ ઉમેરાઈ રહ્યું છે તે જાણીને ચાહકો ખૂબ વધુ ઉત્સાહિત થશે.

ખરેખર, અહેવાલ આવી રહ્યા છે કે સુનીલ ગ્રોવરનો (Sunil Grover) પણ શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, નિર્માતાઓ સુનીલને શોનો ભાગ બનાવવા માંગે છે અને આ માટે આ હાસ્ય કલાકાર અને અભિનેતા સાથે વાત પણ કરી છે. જોકે, સુનીલ આ શોનો ભાગ બનશે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી.

જો સુનીલ આ શોનો ભાગ બને છે, તો દર્શકોને ચોક્કસપણે ઘણું મનોરંજન મળશે કારણ કે તે સામાન્ય રીતે દરેકને હસાવતા રહે છે. અત્યાર સુધી સુનીલે ગુથ્થી, ડોક્ટર મશહૂર ગુલાટી અને રિંકુ દેવીના પાત્રોથી બધાને ખૂબ હસાવ્યા છે.

હર્ષદ ચોપરાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો

અગાઉ સમાચાર આવ્યા હતા કે હર્ષદ પણ આ સિઝનનો ભાગ બનશે. તેને આ શોની ઓફર પણ મળી છે. જો કે, આજ સુધી આ મામલે શોના મેકર્સ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

કોના કોના આવ્યા છે નામ

અહેવાલો અનુસાર, અનુશા દાંડેકર, દિશા વાકાણી, મલ્લિકા શેરાવતનો પણ શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે. લાગી રહ્યું છે કે નિર્માતાઓ આ સિઝનને મનોરંજક બનાવવા માટે એક કરતા વધુ સેલેબ્સનો સંપર્ક કરી રહ્યા છે.

બિગ બોસ ઓટીટી પ્રીમિયર

આ વખતે બિગ બોસ 15 (Bigg Boss 15) ટીવી પહેલા OTT પર પ્રીમિયર થશે. કરણ જોહર (Karan Johar) સલમાન ખાનની (Salman Khan) જગ્યાએ બિગ બોસ ઓટીટી હોસ્ટ કરશે. કરણ પ્રથમ વખત બિગ બોસને હોસ્ટ કરવા જઇ રહ્યો છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ એ જોવા માંગે છે કે કરણ સલમાનની જેમ દર્શકોના દિલ જીતી શકશે કે નહીં.

સ્પર્ધકોને કોરોન્ટાઇન રાખવામાં આવશે

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ વખતે શોના સ્પર્ધકોને 8 ઓગસ્ટના રોજ બિગ બોસના ઘરમાં એન્ટ્રી મળશે. પરંતુ તે પહેલા દરેક વ્યક્તિ 2 જી ઓગસ્ટના રોજ કોરોન્ટાઇનમાં જશે.

ઘરની પ્રથમ તસ્વીર

તાજેતરમાં બિગ બોસ ઓટીટી હાઉસની તસવીર સામે આવી છે. જો કે, આમાં માત્ર ડાઇનિંગ હોલ બતાવવામાં આવ્યો છે. પરંતુ આ ફોટા પરથી તમે અનુમાન લગાવી શકો છો કે બિગ બોસ ઓટીટીનું ઘર કેવું બનશે.

 

આ પણ વાંચો: Bigg Boss 15 : સલમાનની જગ્યાએ કરણ કરશે શો ને હોસ્ટ, ટીવીની જગ્યાએ પહેલા OTT પર થશે ટેલિકાસ્ટ 

આ પણ વાંચો: Raj Kundra case: શિલ્પા શેટ્ટીએ બોમ્બે હાઇકોર્ટમાં દાખલ કરી Defamation suit. 29 મીડિયા હાઉસીસ વિરુદ્ધ 25 કરોડનો માનહાનિનો દાવો

Click on your DTH Provider to Add TV9 Gujarati