Dev Joshi Moon Travelling : રિયલ લાઈફમાં બાલવીર જશે ચાંદ પર, એલોન મસ્કના સ્પેસશીપ પર કરશે સવારી
Dev Joshi Moon Travelling : સ્મોલ સ્ક્રીન બાલવીર ફેમ એક્ટર દેવ જોશી હવે પોતાની રિયલ લાઈફમાં ચંદ્રની સવારી કરવા જઈ રહ્યા છે. એક પ્રોજેક્ટ હેઠળ વિશ્વભરમાં ચંદ્ર પર ગયેલા 10 લોકોમાં તેમનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.

Dev Joshi Moon Travelling : વર્ષ 2012માં SAB ટીવી પર શરૂ થયેલા શો બાલવીરને લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. ખાસ કરીને બાળકોમાં આ શોને લઈને ઘણો ક્રેઝ હતો. આ ટીવી શોમાં એક્ટર દેવ જોશીએ બાલવીરનું પાત્ર ભજવ્યું હતું, જેના દ્વારા તેઓ દરેક ઘરમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા. આ શ્રેણીમાં બતાવવામાં આવ્યું હતું કે બાલવીર પરીઓની વચ્ચે રહે છે, ક્યારેક તે આકાશમાં પ્રવાસ કરે છે તો ક્યારેક ચંદ્ર પર. બીજી તરફ, સ્ક્રીન પર બાલવીર તરીકે ચંદ્ર પર પ્રવાસ કરનારા દેવ જોશી હવે વાસ્તવિક જીવનમાં ચંદ્ર પર જવાના છે.
દેવ જોશીને જાપાની ઉદ્યોગપતિ યુસાકુ મેઝાવા (Yusaku Maezawa) દ્વારા ડિયર મૂન નામના ચંદ્ર પ્રવાસ મિશન હેઠળ પસંદ કરવામાં આવ્યા છે. આ માટે વિશ્વના 249 દેશોમાંથી લગભગ 10 લાખ લોકોએ અરજી કરી હતી, જેમાંથી માત્ર 10 લોકો જ આ મિશન હેઠળ ચંદ્ર પર જશે. આ 10 લોકોમાં ભારતીય ટીવી એક્ટર દેવ જોશીનું નામ પણ સામેલ છે.
એલોન મસ્કની કંપનીએ બનાવ્યું સ્પેસશીપ
તમને જણાવી દઈએ કે, યુસાકુ મૈઝાવાના આ ડિયર મૂન મિશન માટે સ્પેસશીપ તૈયાર કરવાની જવાબદારી એલોન મસ્કની કંપની સ્પેસએક્સની છે. SpaceX એ આ પ્રવાસ માટે સ્પેસશીપ બનાવ્યું છે. આ મિશન માટે વિશ્વભરમાંથી પસંદ કરાયેલા તમામ લોકો વર્ષ 2023માં ચંદ્રની યાત્રા પર જશે. તેમની મુલાકાત એક સપ્તાહની રહેશે.
દેવ જોશીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી
આ માહિતી બાલવીર ફેમ દેવ જોશીએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. દેવે આ મિશન સાથે જોડાયેલી માહિતી ડિયર મૂનની વેબસાઈટ ટ્વિટર પર શેર કરી છે. આ શેર કરતાં તેણે લખ્યું, આ સમાચાર તમારા બધા સાથે શેર કરતાં ગર્વ અનુભવું છું. આપણે બધા કલાકાર છીએ અને આપણે ચંદ્ર પર જઈ રહ્યા છીએ.
Proud to share this news with Everyone! 🌍 We all are artistes, and we are going to Moon…🌜#dearMoonCrew #dearMoonprojecthttps://t.co/yfeFZWnU0M
— Dev Joshi (@devjoshi10) December 8, 2022
આ સિવાય દેવે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી છે, જેમાં પ્રોજેક્ટ સાથે જોડાયેલી તસવીરો શેર કરી છે અને લખ્યું છે કે, “આ મોટા પ્રોજેક્ટનો ભાગ બનવા અને વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો ગર્વ છે.”
View this post on Instagram