શિલ્પા શિંદેએ છોડી ટીવી સીરિયલ ‘Maddam Sir’, મેકર્સ પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ
Shilpa Shinde:ટીવી એક્ટ્રેસ શિલ્પા શિંદેએ ટીવી સિરિયલ 'મેડમ સર'ના (Maddam Sir) મેકર્સ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. શિલ્પા શિંદેએ એક મહિનાની અંદર ટીવી સીરિયલ છોડી દીધી છે, જેના કારણે ફેન્સ ખૂબ જ હેરાન થઈ ગયા છે.
Shilpa Shinde In Maddam Sir Serial: ફેમસ ટીવી સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’થી ઘર-ઘરમાં ઓળખ બનાવનાર તમને ‘અંગૂરી ભાભી‘ તો યાદ જ હશે. શિલ્પા શિંદેનું આ પાત્ર આજે પણ લોકોને યાદ છે. હવે શિલ્પા શિંદે લાંબા બ્રેક બાદ સીરિયલ ‘મેડમ સર’માં જોવા મળી હતી. આ સીરિયલમાં શિલ્પા શિંદે નૈના માથુરનો રોલ કરી રહી હતી, પરંતુ હવે એવા રિપોર્ટ છે કે શિલ્પા શિંદેએ શો છોડી દીધો છે. શિલ્પાએ સીરિયલ મેકર્સ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.
શિલ્પા શિંદેને આ સિરિયલમાં જોવા મળ્યાને એક મહિનો પણ નથી થયો, પરંતુ તેણે સીરિયલ ‘મેડમ સર’ને અલવિદા કહી દીધું છે. ખરેખર શિલ્પા તેના રોલથી થોડી નાખુશ હતી અને તેને તેનો ટ્રેક વધારે પસંદ ન હતો. આ સિરિયલમાં શિલ્પા શિંદેએ નૈના માથુરનો રોલ પ્લે કર્યો હતો. જે માત્ર 10-15 દિવસ જ ચાલ્યો હતો.
શિલ્પા શિંદેએ કહ્યું- ‘મેં આ રોલ એટલા માટે કર્યો કારણ કે તે ખૂબ જ ચેલેન્જિંગ હતો. મેં થોડા દિવસો સુધી શૂટિંગ કર્યું, પછી અચાનક મેકર્સે મને બ્રેક લેવાનું કહ્યું. આ શોના શૂટિંગ દરમિયાન મને ખબર પડી કે તે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને તેની બીજી સિઝન આવી રહી છે. એક્ટ્રેસે કહ્યું કે જો મેકર્સે મને આ વિશે કહ્યું હોત તો મેં ક્યારેય આ રોલ એક્સેપ્ટ કર્યો ન હોત.
શિલ્પા શિંદેએ શોના મેકર્સ પર સાધ્યું નિશાન
તમને જણાવી દઈએ કે શિલ્પા શિંદે સીરિયલ મેકર્સ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ સિવાય ગુલ્કી જોશી સાથે પણ તેનું ટ્યુનિંગ ખાસ ન હતું. ગુલ્કી જોશીએ પણ શિલ્પાના ટ્રેકની મજાક ઉડાવી, જે શિલ્પાને બિલકુલ પસંદ ન આવી. જેના જવાબમાં શિલ્પા શિંદેએ એક વીડિયો શેયર કરીને જોરદાર જવાબ આપ્યો છે.
View this post on Instagram
શિલ્પાએ કહ્યું કે મેકર્સને ખુશ થવું જોઈતું હતું કે શોમાં કંઈક સારું થઈ રહ્યું છે, પરંતુ તમે લોકો ફેમ વિશે શું જાણો છો. હમણાં જ તમે લોકોએ આ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા છે. આ વીડિયોમાં શિલ્પા કહે છે, ‘તમે એક મહિનામાં જેટલું કમાવ છો, મને એક દિવસમાં તેટલો પગાર મળે છે. હું મારા રોલથી ખૂબ જ ખુશ હતી. ભલે તે 15 મિનિટનો રોલ હતો, પરંતુ તેણે ફરીથી શોની ટીઆરપી કેવી રીતે વધારી.
આ પણ વાંચો : Viral Video: લોકોને ‘સીતા’નો મોડર્ન લુક પસંદ ન આવ્યો, વીડિયો જોયા બાદ યુઝર્સ થયા ગુસ્સે
તમને જણાવી દઈએ કે ‘ભાભી જી ઘર પર હૈ’ છોડ્યા બાદ ફેન્સ શિલ્પા શિંદેને જોવા માટે આતુર હતા. થોડા દિવસો પછી ‘બિગ બોસ’માં શિલ્પા શિંદેને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થયા. આ શો દ્વારા ફેન્સને તેની રિયલ લાઈફ અને પર્સનાલિટી વિશે જાણવાનો મોકો મળ્યો. બિગ બોસ વિનર શિલ્પા શિંદે લાંબા સમય સુધી ટીવી પરથી ગાયબ હતી અને પછી ગયા વર્ષે શિલ્પા શિંદે ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’માં જોવા મળી હતી. હાલમાં જ શિલ્પા શિંદે ટીવી સિરિયલ મેડમ સરમાં જોવા મળી હતી.