શહનાઝનું ખુલ્યું નસીબ, ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ પછી હવે આ મોટી ફિલ્મમાં એન્ટ્રી

Shehnaaz Gill Nikhil Advani Film: બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા શહનાઝ ગીલ પાસે બીજો મોટો પ્રોજેક્ટ હાથમાં છે. તે નિર્માતા નિખિલ અડવાણીની ફિલ્મમાં જોવા મળશે.

શહનાઝનું ખુલ્યું નસીબ, 'કિસી કા ભાઈ કિસી કી જાન' પછી હવે આ મોટી ફિલ્મમાં એન્ટ્રી
શહનાઝનું ખુલ્લું નસીબ, Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 9:40 AM

સલમાન ખાનના ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ’ની 13મી સીઝનમાં આવ્યા બાદ શહેનાઝ ગિલની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. હવે તે ઘણીવાર ચર્ચાનો હિસ્સો બની છે. શહનાઝ ગિલ ટૂંક સમયમાં સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 2023ની ઈદ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ પહેલા, શહનાઝ ગિલના હાથમાં વધુ એક મોટો પ્રોજેક્ટ છે. ઇટાઈમ્સના અહેવાલ અનુસાર, શહનાઝ ગિલ નિર્માતા નિખિલ અડવાણીની આગામી ફિલ્મમાં જોવા મળશે, જેના માટે તેને પણ કાસ્ટ કરવામાં આવી છે. શહનાઝ ઉપરાંત વાણી કપૂર પણ આ ફિલ્મનો એક ભાગ છે.

નિખિલ અડવાણીની ફિલ્મ મહિલા કેન્દ્રિત ફિલ્મ

આ સમાચારમાં, ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે આ એક મહિલા કેન્દ્રિત ફિલ્મ બનવા જઈ રહી છે જેમાં તમામ અભિનેત્રીઓનો સમાન રોલ હશે. આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે જ શરૂ થવાનું હતું, પરંતુ હવામાનને કારણે શૂટિંગમાં વિલંબ થયો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એવું કહેવામાં આવી રહ્યું છે કે, શહનાઝ ગિલ આ ફિલ્મમાં તેના પાત્રમાં આવવા માટે સખત મહેનત કરી રહી છે. આ સાથે તે પોતાનું કામ વધુ સારી રીતે કરવા માટે એક્ટિંગની ટ્રેનિંગ પણ લઈ રહી છે.

રિયા કપૂરની ફિલ્મમાં પણ જોવા મળશે

હવે જોવાનું એ રહેશે કે નિખિલ અડવાણીની આ ફિલ્મ કે જેમાં શહનાઝ ગિલ ભાગ હશે તેની સત્તાવાર માહિતી ક્યારે સામે આવે છે. તમને જણાવી દઈએ કે, આ પ્રોજેક્ટ અને ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સિવાય શહનાઝ ગિલ રિયા કપૂરની ફિલ્મમાં પણ જોવા મળશે, જેનું નિર્દેશન રિયા કપૂરના પતિ કરણ બુલાની કરી રહ્યા છે.

જો કે, શહેનાઝ ગિલના ચાહકો તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કા જાન’ની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને શહનાઝ ગિલ સાથે પૂજા હેગડે પણ જોવા મળશે.29 વર્ષની શહનાઝને બાળપણથી જ એક્ટિંગનો ખૂબ જ શોખ હતો અને તેણે પોતાના શોખને સ્કિલમાં બદલી નાખ્યો. તેણીએ ખૂબ જ નાની ઉંમરથી મોડલિંગ શરૂ કર્યું હતું. શહનાઝનો પહેલો મ્યુઝિક વીડિયો ‘શિવ દી કિતાબ’ વર્ષ 2015માં રિલીઝ થયો હતો, જે ગુરવિંદર બ્રારે ગાયું હતું.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">