AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 16 : સુમ્બુલ પર ફાટી નીકળશે સલમાન ખાનનો ગુસ્સો, એક્ટ્રેસની રમત પર ઉઠ્યા સવાલ

બિગ બોસ (Bigg Boss 16) ના હોસ્ટ સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે. સુપરસ્ટાર્સ ફરી એકવાર ઘરના સભ્યો પર ગુસ્સે થશે.

Bigg Boss 16 : સુમ્બુલ પર ફાટી નીકળશે સલમાન ખાનનો ગુસ્સો, એક્ટ્રેસની રમત પર ઉઠ્યા સવાલ
salman khanImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2022 | 1:07 PM
Share

Bigg Boss 16: બિગ બોસના હોસ્ટ સલમાન ખાન ડેન્ગ્યુ બાદ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે. આજે શુક્રવારની વારમાં, સલમાન ખાન પોતે ફરીથી શોને હોસ્ટ કરશે. આજે રાત્રે સલમાન ખાન ફરી એકવાર ઘરના સભ્યોની ક્લાસ લેતા જોવા મળશે. આખું અઠવાડિયું શોથી દૂર રહ્યા બાદ પણ સલમાન ખાને તમામ સ્પર્ધકો પર પોતાની સંપૂર્ણ નજર રાખી હતી. સલમાન ખાન આજે કેટલાક સ્પર્ધકોને ઠપકો આપવા જઈ રહ્યો છે. જેમાંથી એકનું નામ સુમ્બુલ તૌકીર પણ છે.

સુમ્બુલ તૌકીર અને શાલીનની મિત્રતા પર શરુઆતથી જ સવાલ ઉઠી રહ્યા છે, શૌની શરુઆતમાં જ અભિનેતાના પિતાને સેટ પર બોલાવવામાં આવ્યા હતા. ત્યારે સુંબુલના પિતાએ પોતાની પુત્રીને સમજાવી હતી અને શાલીન પર ગુસ્સે થયા હતા આટલું જ નહિ શાલિનને ગુસ્સે થતા કહ્યું કે, એક છોકરીના ઈમોશનની તે મજાક ન ઉડાવે, સુમ્બુલ તૌકીરના પિતાની સલાહ પછી શાલીન બધી વસ્તુઓ સમજી ચૂક્યો છે પરંતુ લાગે છે કે, તેની પુત્રી સુમ્બુલ તૌકીરને તેના પિતાની વાત સમજાણી ન હતી.

સલમાન ખાન સુમ્બુલ તૌકીર પર ગુસ્સે

જેને લઈ આજે સલમાન ખાન શુક્રવાર કા વાર પર સુમ્બુલ તૌકીર પર ગુસ્સે થતા જોવા મળશે. જાણકારી અનુસાર સલમાન ખાન છેલ્લા કેટલાક દિવસથી સુંબુલની રમતને ઝીણવટભરી જોઈ રહ્યો છે. સલમાન ખાન આજે કહેતો જોવા મળી શકશે કે, તુ સોલો રમતી જોવા મળતી નથી. તુ રમતમાં શું કરી રહી છો ઉભી થા અને સોફા પાછળ સંતાઈ જા. સલમાન ખાનના તીખા પ્રહાર સાંભળી સુંબુલ રડવા લાગે છે.

તારાથી કોઈ પણ સ્પર્ધકને ખતરો થતો નથી

સલમાન ખાન સુંબુલની સાથે સાથે પ્રિયંકા અને અંકિતની પણ ક્લાસ લેશે. સલમાન ખાન અંકિતને કહેશે તું આ શોમાં રહેવા માંગતો નથી તો તુ બહાર જઈ શક છો. તુ તારા કંફર્ટ ઝોનમાં છો, તારાથી કોઈ પણ સ્પર્ધકને ખતરો થતો નથી, તમને જણાવી દઈએ કે, ગત્ત અઠવાડિયે સલમાન ખાનના સ્થાન પર કરણ જોહરે શૌ હોસ્ટ કર્યો હતો પરંતુ હવે લાગે છે કે, સલમાન ખાન ઘરના સભ્યો પર ભડાસ નીકાળશે.

g clip-path="url(#clip0_868_265)">