ટીવી જગતની ‘કોમેડિયન ક્વીન’ ગણાતી ભારતી સિંહ (Bharti Singh) આ દિવસોમાં ખૂબ જ ખુશ છે કારણ કે તેના ઘરે ટૂંક સમયમાં નાનકડા મહેમાનનું આગમન થવાનું છે. ભારતી સિંહ આ સમયે તેના જીવનની સૌથી સુંદર ક્ષણોમાંથી પસાર થઈ રહી છે અને તેના ચાહકો તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. હાલમાં, ભારતી સિંહ કલર્સ ટીવીના (Colors TV) જાણીતા શો ‘હુનરબાઝ’ને પતિ હર્ષ લીંબાચિયા સાથે હોસ્ટ કરી રહી છે. આ શોમાં કરન જોહર (Karan Johar)ની સાથે બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી પરિણીતી ચોપરા અને મિથુન ચક્રવર્તી પણ જજ તરીકે જોવા મળી રહયા છે.
View this post on Instagram
અમે તમને જણાવી દઈએ કે, આ શોની જજ પરિણિતી ચોપરા કોમેડિયન ભારતીની પ્રેગ્નન્સીના સમાચારોથી ઘણી ખુશ છે. અભિનેત્રી પરિણીતી ચોપરાએ પણ ભારતીને તેના આવનારા બાળકના નામ વિશે સૂચનો આપવાનું શરૂ કરી દીધું છે. ભારતી સિંહ તેના ગર્ભાવસ્થાના દિવસોમાં પણ સતત કામ કરી રહી છે. હાલમાં અભિનેત્રી પતિ હર્ષ લિમ્બાચિયા સાથે ‘હુનરબાઝ’ શોને છેલ્લા ઘણા અઠવાડિયાથી હોસ્ટ કરી રહી છે.
આ શોના એક એપિસોડમાં, ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયા જજ પરિણીતી ચોપરા અને કરણ જોહરને નવા બાળકના નામ સૂચન માટે પૂછતા જોવા મળ્યા હતા. તાજેતરમાં, આ શોનો એક પ્રોમો સામે આવ્યો છે, જેમાં પરિણીતી ચોપરા ભારતીને તેના આવનાર બાળકના નામ વિશે સૂચનો આપતી જોવા મળે છે. આ અંગે કરણ જોહર તેના મનમાં રહેલો ડર શેયર કરતા કહે છે કે, ક્યાંક ભારતી તેના બાળકને સેટ પર જ જન્મ ન આપી દે.
View this post on Instagram
અત્રે ઉલ્લેખનીય છે કે, કરણ જોહરની આ વાત સાથે ભારતી સિંહ પણ સહમત છે. ભારતી એવું પણ કહેતી જોવા મળે છે કે તે પણ કંઈક એવું જ માની રહી છે કે, એવું ન થાય કે બાળક સેટ પર હોવું જોઈએ. કારણ કે ડિલિવરીની તારીખ પણ નજીક છે અને ડૉક્ટર્સ કહે છે કે બાળકનો હવે ગમે ત્યારે જન્મ થઇ શકે છે.
કરણ જોહરનું કહેવું છે કે, જો ભારતીને દીકરો થાય છે તો તેણે પોતાના દીકરાનું નામ ‘હુન્નર’ રાખવું જોઈએ અને જો દીકરીનો જન્મ થાય તો ભારતીએ બાળકીનું નામ ‘બાઝ’ રાખવું જોઈએ. ભારતીને કરણના આ વિચારો બિલકુલ પસંદ ન આવ્યા અને આગળ કહ્યું કે, તમારા બાળકોના આટલા સારા નામ યશ અને રૂહી છે અને મારા બાળકોના નામ હુનર અને બાઝ!’
View this post on Instagram
આગળ કરણ જોહર ભારતી સિંહને બાળક માટે બીજું નામ સૂચવે છે – ‘પ્રબીર’, જેનો અર્થ થાય છે ‘કૌશલ્ય’. આ દરમિયાન કરણે કહ્યું કે, ‘બોલીવુડમાં કબીર, રણબીર અને રણવીર ઘણા છે. પણ કોઈ જ પ્રબીર નથી.’ જ્યારે અભિનેત્રી પરિણીતી ચોપરા પણ કહે છે કે ભારતીની દીકરીનું નામ ‘ઈનાયત’ હોવું જોઈએ અને કરણે પણ આગળ કહ્યું- કે, ‘નૈના’ પણ સારું નામ છે.
આ પણ વાંચો – મુંબઈના બાંદ્રા ખાતે એક રેસ્ટોરન્ટમાં જોવા મળી કાજોલની દીકરી ન્યાસા દેવગન, જુઓ વાયરલ ફોટો