AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanak Release Date: OTTના આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે વિદ્યુત જામવાલની ‘સનક’, આ તારીખ થઈ લોક

બોલિવૂડ અભિનેતા વિદ્યુત જામવાલ ચાહકોની સામે તેમના અભિનય અને એક્શન માટે જાણીતા છે. ચાહકો હંમેશા વિદ્યુતની ફિલ્મોની રાહ જોતા હોય છે. તાજેતરમાં અભિનેતાની નવી ફિલ્મની રિલીઝ ડેટ બહાર આવી છે.

Sanak Release Date: OTTના આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે વિદ્યુત જામવાલની 'સનક', આ તારીખ થઈ લોક
Vidyut Jammwal
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 11:44 PM
Share

મહારાષ્ટ્રમાં થિયેટરો ખોલવાની જાહેરાત થઈ ત્યારથી ફિલ્મોની રિલીઝ તારીખો સતત જાહેર થઈ રહી છે. થિયેટરો ખોલવાની ઘોષણા બાદ પણ કેટલીક ફિલ્મો હજુ માત્ર ઓટીટી પર જ રિલીઝ થવાની છે. રશ્મિ રોકેટ, સરદાર ઉધમ સિંહ જેવી ફિલ્મો આ યાદીમાં સામેલ છે. હવે આ દરમિયાન વિદ્યુત જામવાલ (Vidyut Jammwal)ની આગામી ફિલ્મ ‘સનક’ (Sanak)ની રિલીઝ ડેટ પરથી પણ પડદો હટાવી લેવામાં આવ્યો છે.

વિદ્યુત જામવાલ (Vidyut Jammwal new film)ની ફિલ્મ સનકની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે આજે સત્તાવાર રીતે સ્પષ્ટ થઈ ગયું છે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટ સ્ટારે જાહેરાત કરી છે કે 15 ઓક્ટોબર 2021ના ​​રોજ ‘સનક’ રિલીઝ થવાની છે.

સનક 15 ઓક્ટોબરે થશે રિલીઝ

તાજેતરમાં જ જ્યારે સનક ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો ત્યારે સ્પષ્ટ કરવામાં આવ્યું કે વિદ્યુત જામવાલની આ ફિલ્મ માત્ર OTT પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે ‘સનક’માં વિદ્યુત જામવાલ સાથે બંગાળી અભિનેત્રી રુકમણી મૈત્રા (Rukmini Maitra), નેહા ધૂપિયા (Neha Dhupia) અને ચંદન રોય સાન્યાલ (Chandan Roy Sanyal) મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે.

ફિલ્મની જાહેરાત સાથે જ મેકર્સે નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ લુકમાં વિદ્યુત જામવાલ એક હાથમાં બાળક અને બીજા હાથમાં બંદૂક પકડતા જોવા મળી રહ્યા છે. વિદ્યુતની આ ફિલ્મનું નિર્દેશન કનિષ્ક વર્માએ કર્યું છે. જ્યારે બંગાળી અભિનેત્રી રુકમણી આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે વિદ્યુત જામવાલની આગામી સનક આ 15 ઓક્ટોબર 2021ના ​​રોજ OTT પર રિલીઝ થવા જઈ રહી છે.

બાય ધ વે, તમને જણાવી દઈએ કે અગાઉ વિદ્યુત જામવાલ ફિલ્મ ખુદા હાફિઝ (Khuda Haafiz)માં દેખાયા હતા. વિદ્યુત જામવાલની ખુદા હાફિઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. ખુદા હાફિઝની ચાહકોએ ખૂબ પ્રશંસા કરી હતી. ફિલ્મ OTT મારફતે હિટ સાબિત થઈ હતી, હવે આ ફિલ્મનો બીજો ભાગ બનવાના અહેવાલો આવ્યા છે. એટલું જ નહીં, OTT પ્લેટફોર્મ પર આવનારી વિદ્યુતની આ ચોથી ફિલ્મ હશે. અગાઉ, પહેલા ઝી 5 પર યારા ઝિપ્લેક્સ પર પાઉડર રિલીઝ થઈ ચૂકી છે.

આ દિવસોમાં વિદ્યુત તેમના અંગત જીવનને લઈને પણ છવાયેલા છે. અભિનેતા આ દિવસોમાં ફેશન ડિઝાઈનર નંદિતા મહતાનીને ડેટ કરી રહ્યા છે. વિદ્યુતે સત્તાવાર રીતે તેમના સંબંધો પર મહોર લગાવી છે. તાજેતરમાં સમાચાર આવ્યા છે કે વિદ્યુતે આગ્રામાં તાજમહેલની સામે નંદિતા સાથે સગાઈ કરી લીધી છે. અભિનેતાના સંબંધો પર મહોર લાગવાથી તેમના ચાહકો ખૂબ ખુશ છે અને ઘણી શુભેચ્છાઓ પણ આપી છે. કલાકારના લગ્ન ક્યારે થાય છે તેના પર ચાહકોની નજર સ્થિર છે.

આ પણ વાંચો :- Akshay Kumarએ તેમના ચાહકોને કરી થિયેટરોમાં ફિલ્મ જોવાની અપીલ, કહ્યું- આશા છે ખરાબ સમય હવે સમાપ્ત થશે

આ પણ વાંચો :- Sardar Udham: થઈ જાવ તૈયાર, ગુરૂવારે રિલીઝ થશે વિક્કી કૌશલની ફિલ્મનું ટ્રેલર

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">