આ સિરિયલને ટોપ પરથી હટાવવી મુશ્કેલ, જેઠાલાલે પણ મચાવી ધૂમ, જુઓ લિસ્ટ

|

Mar 05, 2024 | 8:52 PM

ઓરમેક્સ મીડિયાએ ટોપ 10 સૌથી વધુ પસંદ કરાયેલી સિરિયલોનું લિસ્ટ બહાર પાડ્યું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ લોકોની સૌથી ફેવરિટ સિરિયલ છે. આ અઠવાડિયે આ સિવાય ક્યો શો કોને કેટલો ગમ્યો તે જાણવા માટે ઓરમેક્સ મીડિયાએ એક લિસ્ટ બહાર પાડ્યું છે.

આ સિરિયલને ટોપ પરથી હટાવવી મુશ્કેલ, જેઠાલાલે પણ મચાવી ધૂમ, જુઓ લિસ્ટ
Top 10 TV Serial

Follow us on

ટીવી સિરિયલો વર્ષો સુધી ચાલે છે પરંતુ તેમાંના ટ્વિસ્ટ ફેન્સમાં તેમની લોકપ્રિયતા જાળવી રાખે છે. ભલે વેબ સીરિઝનો ટ્રેન્ડ વધી રહ્યો છે, પરંતુ ટીવી શોનો પોતાનો ફેન બેઝ છે. કેટલીક સિરિયલો એવી છે જે સતત ટોપ પર રહે છે. જેમ જેમ તેમની ટીઆરપી થોડી ઓછી થાય છે, મેકર્સની ચિંતા વધી જાય છે અને પછી તેઓ કેટલાક નવા ફેરફારો કરીને ફરીથી દર્શકોને જોડવાનો પ્રયાસ કરતા રહે છે. આ અઠવાડિયે ક્યો શો કોને કેટલો ગમ્યો તે જાણવા માટે ઓરમેક્સ મીડિયાએ એક લિસ્ટ બહાર પાડ્યું છે. તો તમને આ અઠવાડિયાના ટોપ 10 શો વિશે જણાવીએ.

કોને ક્યું સ્થાન મળ્યું

આ લિસ્ટ 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2024 સુધીના ડેટા પર આધારિત છે. હંમેશાની જેમ ‘અનુપમા’ નંબર વન પર છે. સ્ટાર પ્લસની આ સિરિયલને નંબર વન પરથી હટાવવી સરળ નથી. બીજા ક્રમે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છે જે હાસ્યથી ભરપૂર છે. ગમે તેટલા વિવાદો થયા પણ તેની લોકપ્રિયતા પર કોઈ અસર પડી નથી. ત્રીજા નંબરે સ્ટાર પ્લસનો બીજો શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા’ છે. કઈ સિરિયલ આગળ કયા સ્થાન પર છે? જુઓ લિસ્ટ.

Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
Canada Citizenship : કેનેડાની નાગરિકતા કેવી રીતે મળે છે ?
શું તમને પુરતી ઊંઘ પછી પણ દિવસભર થાક લાગે છે? તો દરરોજ કરો આ 10 કામ
સિંગર સચેત-પરંપરા એક પુત્રના માતા-પિતા બન્યા, જુઓ ફોટો
ભુલથી Expiry Date વાળી દવા લેવાઇ જાય તો શું થાય ?
ભારત છોડો... પાકિસ્તાનમાં પણ વાગ્યો મુકેશ અંબાણીનો ડંકો, જાણો કારણ
  1. અનુપમા- સ્ટાર પ્લસ
  2. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા- સબ ટીવી
  3. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ- સ્ટાર પ્લસ
  4. તેરી મેરી ડોરિયાં- સ્ટાર પ્લસ
  5. બાતેં કુછ અનકહી સી- સ્ટાર પ્લસ
  6. ગુમ હૈ કિસી કે પ્યાર મેં- સ્ટાર પ્લસ
  7. કુંડલી ભાગ્ય- ઝી ટીવી
  8. શ્રીમદ રામાયણ- સોની ટીવી
  9. ભાગ્ય લક્ષ્મી- ઝી ટીવી
  10. ઈમલી – સ્ટાર પ્લસ

સ્ટાર પ્લસની સિરિયલે મચાવી ધૂમ

ટોપ 10 લિસ્ટમાં મોટાભાગની સિરિયલો સ્ટાર પ્લસની છે. પાંચમા નંબર પર રહેલ ‘બાતેં કુછ અનકહી સી’ ટૂંક સમયમાં ખતમ થવા જઈ રહી છે. ફેન્સ માટે આ ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે શોની ટીઆરપી સારી છે.

આ પણ વાંચો: Murder Mubarak Trailer: એક હત્યા અને શંકાના દાયરામાં સારા-કરિશ્મા સહિત 7 લોકો, કેવી રીતે કેસ ઉકેલશે પંકજ ત્રિપાઠી?

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article