AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હોસ્પિટલમાં દાખલ છે ‘મહાભારત’ના શકુની મામા, હોસ્પિટલના પ્રેસિડેન્ટે કહ્યું- સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે

મહાભારત ટેલિવિઝનની પોપ્યુલર સિરિયલોમાંની એક છે. ટીવીના હિટ શોમાં ગૂફી પેન્ટલે (Gufi Paintal) શકુની મામાના પાત્રને પોતાની એક્ટિંગથી શાનદાર બનાવ્યું હતું. તેના વિશે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ખરાબ તબિયતના કારણે એક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેની તબિયત સુધરી રહી છે.

હોસ્પિટલમાં દાખલ છે 'મહાભારત'ના શકુની મામા, હોસ્પિટલના પ્રેસિડેન્ટે કહ્યું- સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે
Gufi PaintalImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 10:03 PM
Share

Mumbai: ‘મહાભારત’ સીરિયલમાં શકુની મામાનો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલને (Gufi Paintal) લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ગૂફી પેન્ટલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત પહેલા ગંભીર હોવાનું કહેવાય છે. પરંતુ હાલના સમાચાર મુજબ તેની તબિયત પહેલા કરતા વધુ સારી છે.

હોસ્પિટલમાં દાખલ છે મહાભારતના શકુની મામા

મહાભારત ટેલિવિઝનની પોપ્યુલર સિરિયલોમાંની એક છે. હિટ ટીવી શોમાં ગૂફી પેન્ટલે શકુની મામાના પાત્રને પોતાની એક્ટિંગથી શાનદાર બનાવ્યું હતું. તેના વિશે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ખરાબ તબિયતના કારણે એક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેમની તબિયત સુધરી રહી છે. CINTAAના પ્રેસિડેન્ટ મનોજ જોશીએ મીડિયા રિપોર્ટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગઈકાલે તેમની તબિયત ખરાબ હતી, પરંતુ આજે તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

View this post on Instagram

A post shared by Tinaa Ghaai (@tinaaghaai)

ટીના ઘાઈએ શેર કરી પોસ્ટ

પોપ્યુલર એક્ટ્રેસ ટીના ઘાઈએ (Tina Ghaai) ગૂફી વિશે એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે કહ્યું કે એક્ટર મુશ્કેલીમાં છે. તેની હાલત નાજુક છે. કૃપા કરીને બધા તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. એક્ટ્રેસની પોસ્ટ જોયા પછી, ગૂફીના ફેન્સ તેના માટે ચિંતિત છે. પરંતુ હવે ગૂફીની હેલ્થ અપડેટ જાણીને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એન્જિનિયરિંગ છોડીને બન્યો એક્ટર

78 વર્ષના ગૂફી એક્ટર બન્યા પહેલા એન્જિનિયર હતા. એન્જિનિયરિંગ છોડીને તે એક્ટિંગમાં કરિયર બનાવવા મુંબઈ આવ્યો હતો. શરૂઆતના દિવસોમાં તે મોડલિંગ કરતો હતો. આ પછી તેને ફિલ્મોમાં કામ કરવાની તક મળી. હિન્દી સિનેમાની સાથે તેણે ટેલિવિઝન પર પણ પોતાની એક્ટિંગની કુશળતા બતાવી. એક્ટરે ‘મહાભારત’, ‘અકબર બીરબલ’, ‘સીઆઈડી’ અને ‘રાધા કૃષ્ણ’ જેવા ઘણા શો કર્યા, પરંતુ તેને ઓળખ બીઆર ચોપરાની સીરિયલ ‘મહાભારત’થી મળી. ‘મહાભારત’માં શકુની મામાનું પાત્ર ભજવીને તે દરેક ઘરમાં ફેમસ થઈ ગયો હતો. આજે પણ લોકો તેમને તેમના અસલી નામને બદલે શકુની મામાના નામથી ઓળખે છે.

આ પણ વાંચો: Viral Video : વિકીને સારા માટે ઈયરિંગ્સ ખરીદતો જોઈને ફેન્સને થઈ ચિંતા, કહ્યું- કેટરિનાને ભૂલશો નહીં!

ટેલિવિઝન શો સિવાય તે ‘દાવા’, ‘સુહાગ’, ‘દેશ પરદેશ’ અને ‘ધૂમ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. એક્ટર હોવાની સાથે સાથે તે પ્રોડ્યુસર પણ છે. તેના લગ્ન પેખા પેન્ટલ સાથે થયા હતા. એક્ટરની પત્નીનું 1993માં નિધન થયું હતું. ફેન્સ હજુ પણ ગૂફી પેન્ટલ માટે પ્રાર્થના કરી રહ્યા છે. આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે અને હોસ્પિટલમાંથી ઘરે પરત ફરશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">