AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : વિકીને સારા માટે ઈયરિંગ્સ ખરીદતો જોઈને ફેન્સને થઈ ચિંતા, કહ્યું- કેટરિનાને ભૂલશો નહીં!

એક્ટ્રેસ સારા અલી ખાન અને વિકી કૌશલ (Vicky kaushal and sara ali khan) તાજેતરમાં જ દિલ્હીમાં સાથે જોવા મળ્યા હતા. બંને કલાકારો શોપિંગ કરતા જોવા મળ્યા હતા. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Viral Video : વિકીને સારા માટે ઈયરિંગ્સ ખરીદતો જોઈને ફેન્સને થઈ ચિંતા, કહ્યું- કેટરિનાને ભૂલશો નહીં!
Vicky Kaushal - Sara Ali Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 5:53 PM
Share

Delhi: બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) અને વિકી કૌશલની (Vicky Kaushal) ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ રિલીઝ થઈ ગઈ છે. બંને કલાકારો હાલમાં પ્રમોશનમાં ખૂબ જ બિઝી છે. બંને પોતાની ફિલ્મને સફળ બનાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. ઈન્દોરમાં પ્રમોશન પૂરું કર્યા પછી બંને છેલ્લા દિવસે એટલે કે ગુરુવારે દિલ્હી પહોંચ્યા, જ્યાં તેઓએ તેમની ફિલ્મનું જોરદાર પ્રમોશન કર્યું. બંને કલાકારો ગઈકાલે દિલ્હીના રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા હતા.

View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

સારા-વિકીએ ખરીદી ઈયરિંગ્સ

ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલા જ વિકી કૌશલ અને સારા અલી ખાન ફિલ્મના પ્રમોશન દરમિયાન જનપથ માર્કેટમાં પહોંચ્યા હતા. જ્યાંથી બંનેની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે અને આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરોમાં વિકી સારા માટે કાનની બુટ્ટી અને બંગડીઓ પસંદ કરાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વિક્કી પોતે એક્ટ્રેસને ઝુમકા પર ટ્રાઈ કરવા માટે તૈયાર કરી રહ્યો છે. બંનેની જોડી અને કેમેસ્ટ્રી પણ શાનદાર લાગી રહી છે. જેના પરથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ફિલ્મમાં પણ બંનેની કેમેસ્ટ્રી અદભૂત હશે.

જાણો ફેન્સે વિકીને શું કહ્યું

ફેન્સ આ તસવીરો અને વીડિયો જોઈ કેટરિના કૈફની (Katrina Kaif) ચિંતા કરવા લાગ્યા. કોમેન્ટમાં એક્ટરને ઝડપથી સૂચના આપી. કેટરિનાના ફેન્સે વિકીને કહ્યું કે આ સમય દરમિયાન તે કેટરિનાને ન ભૂલે, પરંતુ તેનું ધ્યાન રાખે અને તેના માટે શોપિંગ પણ કરે. ઘણા ફેન્સે આશા વ્યક્ત કરી હતી કે વિકીએ પ્રમોશનની વચ્ચે કેટરિના માટે ઈયરિંગ્સ ખરીદવા માટે સમય કાઢ્યો હશે. કેટરીના અને વિકી વચ્ચે ઘણો પ્રેમ છે અને ફેન્સ બંનેની જોડીને પસંદ કરે છે.

આ પણ વાંચો : સેલ્ફી માગી રહેલી ફેનને ઈગ્નોર કરતાં ટ્રોલ થઈ કરીના કપૂર, ગુસ્સે થયા લોકો, જુઓ Video

ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા હતા સારા અને વિકી

તમને જણાવી દઈએ કે સારા અલી ખાન અને વિકી કૌશલ બંને તેમની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ના પ્રમોશન માટે સતત સ્પોટ થઈ રહ્યા છે. બંને ઈન્દોરમાં ફિલ્મનું પ્રમોશન કરતા પણ જોવા મળ્યા હતા. આ સાથે જ કલાકારો ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની મેચમાં પણ પહોંચ્યા હતા. બંનેની ફિલ્મ ગુરુવારે થિયેટરોમાં રિલીઝ થઈ છે. સારા અને વિકી તેમની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મના ગીતો પણ હાલમાં વાયરલ થઈ રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી
બળદિયાની જેમ 25 વર્ષ કામ કરનાર રાજ્યસભામાં પહોંચ્યા
બળદિયાની જેમ 25 વર્ષ કામ કરનાર રાજ્યસભામાં પહોંચ્યા
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
g clip-path="url(#clip0_868_265)">