AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કારને છોડીને અનુપમાએ પરિવાર સાથે ઓટો રિક્ષા રાઈડની માણી મજા, જુઓ વાયરલ વીડિયો

ટીવી એક્ટ્રેસ અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીએ (Rupali Ganguly) પરિવાર સાથે ઓટો રિક્ષા રાઈડનો એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તે ઓટો રિક્ષા રાઈડ ખૂબ એન્જોય કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કારને છોડીને અનુપમાએ પરિવાર સાથે ઓટો રિક્ષા રાઈડની માણી મજા, જુઓ વાયરલ વીડિયો
Rupali GangulyImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2022 | 5:03 PM
Share

ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી તેના શો ‘અનુપમા’ માટે હંમેશા ચર્ચામાં રહે છે. આ શોમાં જ્યાં તે પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતી રહી છે. બીજી તરફ તે સોશિયલ મીડિયા પર તેની શાનદાર તસવીરો અને વીડિયો તેના ફેન્સ સાથે શેયર કરે છે. એવું કંઈક છે જે તેણે ફરી કર્યું છે, જેના કારણે તેના ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે. તેની ઝલક જોવા માટે ફેન્સ પણ આતુર હોય છે. આ દરમિયાન રૂપાલી ગાંગુલીએ તેના સમગ્ર પરિવાર સાથે ઓટો રિક્ષા રાઈડની મજા માણી હતી. આ વીડિયો તેણે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો કર્યો શેયર

View this post on Instagram

A post shared by Rups (@rupaliganguly)

એકટ્રેસ રૂપાલી ગાંગુલીએ હાલમાં તેના સમગ્ર પરિવાર સાથે ઓટો રિક્ષા રાઈડની મજા માણી હતી. તેણે તે વીડિયો અને તેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે શેયર કર્યો છે. રૂપાલીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘પરિવાર સાથે રિક્ષાની રાઈડ પર, રુદ્રાંશ અને હું ઓટો રિક્ષાના મોટા ફેન છીએ, અમે આ માટે કાર છોડી દીધી.’ આ સાથે રૂપાલીએ આ તસવીર માટે વિજય ગાંગુલીનો આભાર પણ માન્યો હતો. શેયર કરેલા ફોટામાં જોઈ શકાય છે કે તે ઓટો રિક્ષામાં બેસીને ખૂબ જ ખુશ થઈ રહી છે. તેની સાથે શેયર કરવામાં આવેલા વીડિયોમાં તે કહી રહી છે કે તે ક્યાંથી ક્યાંની મુસાફરી કરી રહી છે. વીડિયોમાં તેનો પુત્ર તેના ખભા પર માથું રાખીને ખુશી સાથે જોઈ રહ્યો છે.

રૂપાલી ગાંગુલી દરરોજ પોતાના નવા ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેયર કરતી રહે છે. રૂપાલી ગાંગુલીના ઈન્સ્ટાગ્રામ પર 2.6 મિલિયન ફોલોઅર્સ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ રૂપાલી ગાંગુલી ઘણી ઓટો રિક્ષા રાઈડ્સની મજા લઈ ચુકી છે. રૂપાલી ગાંગુલીના ફેન્સ તેના ફોટા અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે. તેના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ, તો તે તેના પ્રોજેક્ટ્સમાં ખૂબ વ્યસ્ત છે, હાલમાં તે અનુપમા સિરીયલમાં જોવા મળે છે. પરંતુ તે પોતાના વ્યસ્ત જીવનમાંથી થોડો સમય પોતાના પરિવાર માટે કાઢે છે.

g clip-path="url(#clip0_868_265)">