પિંક ટોવેલમાં ટીવીની ‘સંસ્કારી’ પુત્રવધૂએ કર્યો ડાન્સ, Video જોઈને થઈ જશો હેરાન

|

Jan 31, 2023 | 7:21 PM

Shraddha Arya Viral Video : ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ (Shraddha Arya) હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો છે, જેમાં તે ગુલાબી રંગના ટોવેલમાં જોવા મળી રહી છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પિંક ટોવેલમાં ટીવીની સંસ્કારી પુત્રવધૂએ કર્યો ડાન્સ, Video જોઈને થઈ જશો હેરાન
Shraddha Arya
Image Credit source: Instagram

Follow us on

Shraddha Arya Viral Video : નાના પડદાની જાણીતી એક્ટ્રેસ અને ‘કુંડલી ભાગ્ય’ જેવી ટીવી સીરીયલમાં પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતનારી શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તસવીરો અને વીડિયો શેયર કરતી રહે છે. હાલમાં તેનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં જ શ્રદ્ધા આર્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ઓફિસ માટે તૈયાર થતી વખતે મસ્તી કરતી જોવા મળી રહી છે અને વીડિયોમાં પોતાની મસ્તીથી ભરપૂર અંદાજમાં તેણે બતાવ્યું છે કે દરરોજ આવી મસ્તી કરવાને કારણે તેને ઓફિસ માટે લેટ થાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ટોવેલ પહેરીને ડાન્સ કરતી જોવા મળી શ્રદ્ધા

આ વીડિયોની શરૂઆતમાં શ્રદ્ધા પિંક રંગના ટોવેલમાં જોવા મળી રહી છે અને કરણ અર્જુન ફિલ્મના ગીત ‘જાતી હૂં મેં’ પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે અને પછી તે ઓફિસ માટે તૈયાર થઈ જાય છે અને આ દરમિયાન તે બોલિવૂડના ઘણા ગીતો પર પોતાની મજેદાર અંદાજમાં ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોને શેયર કરતા શ્રદ્ધાએ કેપ્શનમાં લખ્યું કે, “સોરી હું લેટ છું. હું આવવા માંગતી ન હતી. 90s નો જાદુ.”

ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

શ્રદ્ધા આર્યાએ આ વીડિયો પોસ્ટ કરતાની સાથે જ તેને જોત જોતામાં જ વાયરલ થઈ ગયો. લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે, આ સાથે સાથે કોમેન્ટ પણ કરી રહ્યા છે. આના પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, “આ ખરેખર રિલેટ કરે છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “તમે એકદમ ક્યૂટ છો.” અન્ય યુઝર્સે કોમેન્ટ કરી, “ક્યૂટી.”

આ પણ વાંચો : ફિલ્મ પ્રમોશન દરમિયાન મુંબઈના ડબ્બાવાળાઓ માટે અનુપમ ખેરે કર્યું આ ખાસ કામ, જુઓ Viral Video

શ્રદ્ધા આર્યાના આ વીડિયો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. આ સાથે ઘણા યુઝર્સ રેડ હાર્ટ અને ફાયર ઈમોજી દ્વારા કોમેન્ટ સેક્શનમાં પોતાના રિએક્શન પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા આર્યાની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર 57 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે, ફેન્સ તેની પોસ્ટને ખૂબ પસંદ કરે છે.

Published On - 7:21 pm, Tue, 31 January 23

Next Article