AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કૌન બનેગા કરોડપતિ’ના છેલ્લા એપિસોડમાં અમિતાભ બચ્ચને જોડ્યા હાથ, ભાવુક થઈને આપ્યો આ સંદેશ

છેલ્લા 23 વર્ષમાં કુલ 15 સક્સેસફુલ સિઝનમાંથી એક સિઝન સિવાય તમામ સિઝન અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. આજે એટલે કે 29મી ડિસેમ્બર 2023ના રોજ કૌન બનેગા કરોડપતિ શોની 15મી સીઝનનો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થશે.

'કૌન બનેગા કરોડપતિ'ના છેલ્લા એપિસોડમાં અમિતાભ બચ્ચને જોડ્યા હાથ, ભાવુક થઈને આપ્યો આ સંદેશ
Amitabh bachchan Kaun Banega Crorepati 15
| Updated on: Dec 29, 2023 | 11:33 PM
Share

કૌન બનેગા કરોડપતિમાં આપનું સ્વાગત છે. આપણે આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પાસેથી છેલ્લા ઘણા સમયથી આ ડાયલોગ સાંભળી રહ્યા છીએ, પરંતુ હવે આ ટ્રેન્ડ સમાપ્ત થવા જઈ રહ્યો છે. 23 વર્ષથી વધુ સમયથી સોની ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહેલો દર્શકોનો આ પ્રિય શો સમાપ્ત થવા જઈ રહ્યો છે. મહાન એક્ટર અમિતાભ બચ્ચને પોતે શોના છેલ્લા એપિસોડમાં ભાવુક થઈને આ જાણકારી આપી હતી. પરંતુ કેબીસી દર્શકો માટે એક સરપ્રાઈઝ છે.

અમિતાભ બચ્ચન આ શો સાથે જોડાયેલા ફેમસ પર્સનાલિટી છે, જેમને કૌન બનેગા કરોડપતિ શો છેલ્લા ઘણા સમયથી દર્શકોના ફેવરિટ શો બનાવી રાખ્યો હતો, તે દર્શકો સામે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી રસપ્રદ વાતો સામે શેર કરવાની હોય કે સ્પર્ધકો સાથે હસી-મજાક કરવાની, અમિતાભ બચ્ચનની સ્ટેજ પરની હાજરી શોની ટીઆરપીને ટોપ પર લઈ ગઈ.

છેલ્લા 23 વર્ષમાં કુલ 15 સક્સેસફુલ સિઝનમાંથી એક સિઝન છોડીને તમામ સિઝન અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. આજે એટલે કે 29મી ડિસેમ્બર 2023ના રોજ, શો કૌન બનેગા કરોડપતિની 15મી સીઝનનો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થશે, જેના પ્રોમોમાં અમિતાભ બચ્ચન આંસુ ભરેલી આંખો સાથે ભાવનાત્મક સંદેશ આપતા જોવા મળે છે.

અહીં જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યા છે, તેમની આંખો ભીની છે અને તેઓ ભારે હૃદય સાથે તેમના પ્રિય દર્શકોને અલવિદા કરતા જોવા મળી રહ્યા છે. તે પ્રોમોમાં કહી રહ્યા છે, “તો દેવી ઔર સજ્જનો, અબ હમ જા રહે હૈ, અબ હમ જા રહે હૈ ઔર કલ સે મંચ નહીં સજેગા.” આ પછી તરત જ, પ્રોમોની પૃષ્ઠભૂમિમાં એક મહિલાનો અવાજ આવે છે, જે અમિતાભ બચ્ચનને ભગવાનનો પ્રિય કહે છે.

આના પર અમિતાભ બચ્ચન કહે છે કે, અમારામાં ન તો હિંમત છે કે ન તો ઈચ્છા છે કે અમે અમારા પ્રિયજનોને કહી શકીએ કે અમે કાલથી અહીં નહીં આવીએ. તે કહે છે, હું અમિતાભ બચ્ચન છું, આ સમયગાળા માટે હું આ મંચ પરથી છેલ્લી વાર કહેવા જઈ રહ્યો છું શુભ રાત્રી.

આ પણ વાંચો: અરબાઝ ખાન પછી મલાઈકા અરોરા બીજી વાર લગ્ન કરશે ? એક્ટ્રેસે આપ્યો શરમાઈને જવાબ, જુઓ વીડિયો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">