Indian Idol 12: સવાઈ ભાટનું પરફોર્મેન્સ જોયા બાદ પિતા રમેશની આંખમાંથી છલકાયા આંસુ, પાઘડી ઉતારીને દીકરાને કરી ભેટ

સવાઈ ભાટના પરફોર્મેન્સથી તેમના પિતા જ નહીં પરંતુ બધા જ્જ પણ ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમણે ખુબજ ઇન્ડિયન આઇડલ 12 ના આ બહેતરીન સ્પર્ધકની ભારે પ્રશંસા કરી હતી.

Indian Idol 12: સવાઈ ભાટનું પરફોર્મેન્સ જોયા બાદ પિતા રમેશની આંખમાંથી છલકાયા આંસુ, પાઘડી ઉતારીને દીકરાને કરી ભેટ
Indian Idol 12
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 18, 2021 | 4:33 PM

Indian Idol 12: સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનનો શો ‘ઇન્ડિયન આઇડલ સીઝન 12’ (Indian Idol 12) આ વિકેન્ડ ફાધર્સ ડે (Father’s Day) સ્પેશિયલ એપિસોડની ઉજવણી કરવા જઇ રહ્યો છે. આ વિશેષ એપિસોડમાં, ટોચનાં 8 સ્પર્ધકો પોતપોતાના પિતા માટે કેટલાક મધુર ગીતો રજૂ કરશે.

આ એપિસોડ ભાવનાઓ અને આંસુથી ભરેલો હશે, જ્યાં સ્પર્ધકો અને તેમના પિતા તે જણાવશે કે કેમ તેમના જીવનમાં એકબીજાની હાજરી તેમની શક્તિ અને પ્રેરણાનો સ્ત્રોત રહ્યો છે. આ એપિસોડ રાજસ્થાનથી આવેલા સવાઈ ભાટ (Sawai Bhatt) માટે પણ ખૂબ ભાવનાત્મક બનશે.

આવનારા એપિસોડમાં સવાઈ ભટ ‘બાગબાન’ નું ટાઇટલ ટ્રેક ગાશે. સવાઈના આ શાનદાર પ્રદર્શનને જોઇને તેમના પિતા ખૂબ જ ભાવુક થતા જોવા મળશે અને પછી કંઈક એવું બનશે, જેને જોઈને સવાઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે. સવાઈ હંમેશાં પોતાની પ્રતિભાથી પ્રેક્ષકોનું મન મોહી લે છે. આ એપિસોડમાં સવાઈના પરફોર્મેન્સ પછી, તેમના પિતાએ તેમના પુત્રની પ્રશંસામાં થોડા શબ્દો કહ્યા. પુત્રની પ્રશંસા કરતી વખતે તે ખૂબ ભાવુક થઈ ગયા. તેમણે એમ પણ કહ્યું હતું કે સવાઇના પિતા હોવાનો તેમને ગર્વ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પિતાએ આપી સવાઈને ખાસ ભેટ

સવાઈના પિતા રમેશ ભાટ એ કહ્યું, “એક પિતા તરીકે મેં ક્યારેય સવાઈને સમજવાની કોશિશ નથી કરી. મેં ક્યારેય તેની પ્રતિભામાં તેને સપોર્ટ નથી કર્યો. મેં હંમેશાં વિચાર્યું કે તે કંઇ કરી રહ્યો નથી, ફક્ત ગીતો ગાઇ રહ્યો છે, પરંતુ આજે હું મારા પુત્રની વિશ્વભરમાં લોકપ્રિયતા જોઈને ખૂબ જ ગર્વ અનુભવું છું. તેમની મહેનત અને ઈચ્છાશક્તિના સન્માનમાં હું તેમને પાઘડી આપવા માગું છું. ”

પિતાનો પ્રેમ જોઈને પોતાની લાગણી વ્યક્ત કરતાં સવાઈ ભાટે કહ્યું કે, હું મારા પિતાનો ખૂબ આદર કરું છું અને મારે પાઘડી નહીં પણ તેમના આશીર્વાદ જોઈએ છે. મને લાગે છે કે તેમના ચહેરા પરનું સ્મિત અને ગર્વ મને ખુશ કરવા માટે ઘણું છે. હું અહીં હાજર તમામ લોકોનો આભારી છું, જેમણે મને મારી ગાયકી પ્રતિભા પ્રદર્શિત કરવાની તક આપી. હું હંમેશા મારા પિતાને ગૌરવ મહેસુસ કરાવતો રહીશ.”

સવાઈ ભાટના પરફોર્મેન્સથી તેમના પિતા જ નહીં પરંતુ બધા જ્જ પણ ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમણે ઇન્ડિયન આઇડલ 12 ના આ બહેતરીન સ્પર્ધકની ભારે પ્રશંસા કરી હતી. સવાઈએ શોમાં તેમના લોકગીતના અનુભવને બાંધી રાખ્યો છે અને આજ કારણે તેમની ગાયકી પર તમામ ફિદા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">