‘ઈન ટુ ધ વાઈલ્ડ’નું ટીઝર થયું રિલીઝ, અજય દેવગણના દમદાર અવાજમાં છુપાયો જંગલનો ભય

જ્યાં બેયર ગ્રિલ્સ ત્યાં બધુ સરળ તો હોતું નથી અને 'ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ'ના નવા ટીઝરમાં અજય દેવગણે પણ પોતાના વોઈસ ઓવરમાં કહ્યું છે 'યે કોઈ ખેલ નહીં હૈ બ્રો' જેનાંથી સાફ છે એક્શન જેક્શન અજય દેવગણને બેયર કરાવા જઈ રહ્યા છે એકદમ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો.

'ઈન ટુ ધ વાઈલ્ડ'નું ટીઝર થયું રિલીઝ, અજય દેવગણના દમદાર અવાજમાં છુપાયો જંગલનો ભય
Bear Grylls, Ajay Devgn

ટીવી શો ‘ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’ના ભારતમાં પણ પ્રબળ ચાહકો છે. બેયર ગ્રિલ્સ (Bear Grylls)ના સાહસથી ભરપૂર એપિસોડ દર્શકો પસંદ કરે છે. તે જ સમયે, જ્યારે કોઈ ભારતીય સેલેબ્સ બેયર સાથે જોડાય છે, ત્યારે તો વાત કંઈક બીજી હોય છે.

 

તાજેતરમાં સમાચાર હતા કે ભારતીય સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) અને રજનીકાંત (Rajinikanth) બાદ હવે અજય દેવગણ (Ajay Devgn) ‘ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’ (Into the Wild with Bear Grylls)માં જોવા મળશે. ત્યારથી ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી અને ડિસ્કવરી પ્લસ ઈને સોશિયલ મીડિયા પર આ ખાસ એપિસોડની જાહેરાત કરી છે.

અજય દેવગણના દમદાર અવાજમાં ટીઝર થયું રિલીઝ

દેખીતી રીતે જ્યાં બેયર ગ્રિલ્સ ત્યાં સરળ હોતું નથી, અને ‘ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’ના નવા ટીઝરમાં, અજય દેવગણે પણ પોતાના વોઈસ ઓવરમાં કહ્યું છે ‘યે કોઈ ખેલ નહીં હૈ બ્રો’ જેનાથી સાફ છે એક્શન જેક્શન અજય દેવગણને બેયર કરાવા જઈ રહ્યા છે ખૂબ જ અઘરી પરિસ્થિતિનો સામનો. આ સાથે તેના ઓનએરની તારીખ પણ આ ટીઝર દ્વારા જાહેર કરવામાં આવી છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by discovery+ India (@discoveryplusin)

ડિસ્કવરી પ્લસ એપ પર સાંજે 6 વાગ્યે તેનું પ્રીમિયર થશે, જ્યારે ડિસ્કવરી પર તે 25 ઓક્ટોબરે રાત્રે 8 વાગ્યે બતાવવામાં આવશે. આ ટીઝર સામે આવતા જ ચાહકો તેના વિશે વધુ ઉત્સુક બની ગયા છે અને વિવિધ પ્રકારની કમેન્ટ્સ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે વાસ્તવિક ખતરોં કે ખિલાડી બેયરને મળશે એક્ટિંગના ખિલાડી અજય દેવગણનો સાથ તો પછી શું હંગામો અને નવા સાહસો જોવા મળશે, તે દર્શકો માટે ખરેખર રસપ્રદ રહેશે.

અજય દેવગણે શરુ કર્યું શૂટિંગ

એક અહેવાલ મુજબ બેયર ગ્રીલ્સની સાથે અજય દેવગણ માલદીવમાં શોના એક સાહસિક એપિસોડને શૂટ કરવાના છે. જેના માટે અજય માલદીવ માટે પણ રવાના થઈ ગયા છે, જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે અજય દેવગણની સાથે અન્ય એક સેલિબ્રિટી પણ બેયર સાથે જોવા મળશે, પરંતુ તે કોણ હશે તે સ્પષ્ટ નથી.

 

નરેન્દ્ર મોદી પણ કરી ચુક્યા છે ભયનો સામનો

ભારતીય કલાકારો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ ‘ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’નો એક ભાગ બની ગયા છે. આ એપિસોડને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. 2019માં ખાસ એપિસોડનું શીર્ષક ‘મેન વર્સેઝ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ એન્ડ પીએમ મોદી’ હતું, જેમાં પીએમ મોદી બેયર ગ્રિલ્સ સાથે સાહસ કરતા જોવા મળ્યા હતા.

 

આ ફિલ્મોમાં જોવા મળશે અજય દેવગણ

અજય દેવગણની બકેટ લિસ્ટમાં સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi), એસએસ રાજામૌલીની આરઆરઆર (RRR), સ્પોર્ટ્સ ડ્રામા મેદાન (Maidaan) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સિવાય અજયના ખાતામાં મે ડે (Mayday)નો પણ સમાવેશ થાય છે. તે સૂર્યવંશી (Sooryavanshi) ફિલ્મમાં પણ એક કેમિયો કરશે અને અજય રુદ્ર (Rudra) દ્વારા ડિજિટલ પદાર્પણ કરવા જઈ રહ્યા છે.

 

 

આ પણ વાંચો:-Lakme Fashion Week 2021: શ્રદ્ધા કપૂરે ગ્લેમરસ અવતારમાં વિખેર્યો જલવો, ફોટા જોઈને ચાહકો થયા દિવાના

 

 

આ પણ વાંચો:- Aryan Khan Drug Case: આર્યન ખાનની જામીનનો NCB કરશે વિરોધ, શાહરુખ ખાનના ડ્રાઈવર પાસેથી મળી મહત્વની માહિતી

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati