AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special: શા માટે જેઠાલાલને ટપ્પુ કે પાપા કહીને બોલાવતા હતા દયાબેન, દિશા વાકાણીએ કર્યો હતો ખુલાસો

આજે (17 August) દિશા વાકાણીના જન્મદિવસના (Disha Vakani Birthday) ખાસ પ્રસંગે, ચાલો તમને તેમની એક જૂની વાતથી પરિચય કરાવીએ. તમને જણાવીએ કે દયાબેન કેમ જેઠાલાલને ટપ્પુ કે પાપા કહીને બોલાવતા હતા.

Birthday Special: શા માટે જેઠાલાલને ટપ્પુ કે પાપા કહીને બોલાવતા હતા દયાબેન, દિશા વાકાણીએ કર્યો હતો ખુલાસો
Why Dayaben used to call Jethalal as Tappu or Papa
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 11:30 AM
Share

ઘણા લોકો તેને દિશા વાકાણીને (Disha Vakani) નામથી ઓળખતા નથી, પરંતુ જો તેને દયા બેન કહેવામાં આવે તો લોકો તરત જ ઓળખી લે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના (Taarak Mehta Ka Ooltah Chashmah) દયા બેન તરીકે ઘરે ઘરે પ્રખ્યાત બનેલી દિશા વાકાણીનો આજે જન્મદિવસ છે. 17 ઓગસ્ટ, 1978 ના રોજ જન્મેલી દિશા આજે પોતાનો 43 મો જન્મદિવસ ઉજવી રહી છે. દિશા વાકાણીએ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને શાહરૂખ ખાન (Shah Rukh Khan) જેવા કલાકારો સાથે કામ કર્યું, પરંતુ તેણીને સાચી ઓળખાણ દયા બેનના પાત્રથી મળી.

ઘણી બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી દિશાએ 2009 થી 2018 સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દ્વારા દર્શકોનું ઘણું મનોરંજન કર્યું. દયા બેનના પાત્રમાં દિશાની વાત કરવાની શૈલી દરેકને ગમી. ખાસ કરીને જ્યારે તે ‘ટપ્પુ કે પાપા’ કહેતી હતી. દિશા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી વિદાય લીધી ત્યારથી, તેના ચાહકો તેના આ ડાયલોગ સાંભળવા માટે ઉત્સુક હતા. દિશા ફરી શોનો ભાગ બનશે કે નહીં તે કોઈ જાણતું નથી, પરંતુ તેના સ્થાને દર્શકો ભાગ્યે જ કોઈ અન્ય અભિનેત્રીને જોઈ શકે છે.

શા માટે દિશા વાકાણી જેઠાલાલને ટપ્પુ કે પાપા કહીને બોલાવતી હતી?

અત્યારે, દિશા વાકાણીના જન્મદિવસના ખાસ પ્રસંગે, ચાલો આપણે તમને તેની એક જૂની વાત વિશે જણાવીએ. આ તે સમયની વાત છે જ્યારે દિશા શોનો ભાગ હતી અને એક પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે ખુલાસો કર્યો હતો. તેનો પ્રખ્યાત ડાયલોગ ટપ્પુ કે પાપા પર વાત કરતા દયા બેન ઉર્ફે દિશા વાકાણીએ કહ્યું હતું કે – ગુજરાતી પરિવારોમાં એક રિવાજ છે કે પત્ની તેના પતિને તેના નામથી નથી બોલાવતી. એવું માનવામાં આવે છે કે જો તે આવું કરશે તો તેના પતિનું આયુષ્ય ઘટી જશે. એટલા માટે તે તેને તેના બાળકના પિતા તરીકે સંબોધે છે અથવા પત્ની એમ કહે છે કે, ‘શું તમે સાંભળી રહ્યા છો?

આ દરમિયાન દિશા વાકાણીએ આ શો વિશે એમ પણ કહ્યું હતું કે મને લાગે છે કે તૈયાર હાસ્ય શોને ફની બનાવે તે જરૂરી નથી. તેના બદલે, પ્રેક્ષકોને શો જોયા પછી અચાનક હસવું આવવું જોઈએ. અમારો શો તારક મહેતા એક રીતે ચાર્લી ચેપ્લિનની યાદ અપાવે છે, જે કહેતા હતા – “મને હંમેશા વરસાદમાં ચાલવું ગમે છે, જેથી કોઈ મને રડતું ન જોઈ શકે.”

આ પણ વાંચો: Pirates of the Caribbean ફેમ જોની ડેપે કર્યો ચોંકાવનારો ખુલાસો, શું ખરેખરમાં હોલીવૂડ તેને કરી રહ્યું છે બોયકોટ?

આ પણ વાંચો: Bade Achhe Lagte Hain 2 Poster: શું દર્શકોને પસંદ આવશે નવા રામ પ્રિયા? જાણો નકુલે કેમ કહ્યું આ શો માટે હા

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">