Breaking News : ગોપી વહુએ મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો, બાંગ્લાદેશની PM બનાવી દો

સાથ નિભાના સાથિયાની અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્યએ હાલમાં મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો હતો. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું ટાટા-બાય બાય તેમજ ગોપી વહુએ કહ્યું 'No રૂમ્બા તુમ્બા ઝુમ્બા'

Breaking News : ગોપી વહુએ મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો, બાંગ્લાદેશની PM બનાવી દો
| Updated on: May 07, 2026 | 1:36 PM

સાથ નિભાના સાથિયા અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય હાલમાં માતા બની છે. પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. તે હંમેશા ગંભીર મુદ્દાઓ પર પોતાનો પક્ષ ખુલીને રાખે છે, હાલમાં પશ્ચિમ બંગાળની ચૂંટણીના રિઝલ્ટ પર ખુલ્લીને વાત કરી છે. અભિનેત્રી પશ્ચિમ બંગાળમાંથી આવે છે. હાલમાં મમતા બેનર્જીની હાર થઈ છે. જેની મજા દેવોલીના એટલે કે, ગોપી વહુ પણ લીધી છે. પોતાના સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી મમતા બેનર્જીની મજાક ઉડાવી હતી.

ગોપી વહુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું જો હું કોઈ રાજનેતાને નફરત કરું તો તે આ છે. એમબી અને ગેંગ ટાટા બાય બાય પશ્ચિમ બંગાળમાં હવે ક્યારેય જોવા મળશે નહી. પશ્ચિમ બંગાળ છેલ્લા કેટલાક વર્ષોથી ખરાબ સપનું જોઈ રહ્યું હતુ.ગોપી વહુએ કહ્યું ‘No રૂમ્બા તુમ્બા ઝુમ્બા’ હવે માત્ર ઢિંકા ચિકા ઢિંકા ચિકા

 

 

અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્યજીએ ફરી એકવાર મમતા બેનર્જીની મજાક ઉડાવી અને બાંગ્લાદેશના જમાત-એ-ઇસ્લામી (JI) ના નેતા નુરુલ હુડા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. હુડાએ તાજેતરમાં મમતા બેનર્જીને ભારતથી બંગાળને મુક્ત કરાવવાની માંગ કરી હતી. મમતાનું નામ લીધા વિના, દેવોલીનાએ પૂછ્યું કે તેમને બાંગ્લાદેશના વડા પ્રધાન કેમ નથી બનાવી દેતા,

 

 

 

હોબાળો મચી ગયો

એક વીડિયો સંદેશમાં, બાંગ્લાદેશના કટ્ટરપંથી પક્ષ જમાત-એ-ઇસ્લામીના નેતા નુરુલ હુડાએ મમતા બેનર્જીને કહ્યું, ” મહેરબાની કરી તમે હજુ રાજીનામું ન આપો. દિલ્હી સામે યુદ્ધ જાહેર કરો. પશ્ચિમ બંગાળ માટે સ્વતંત્રતા જાહેર કરો. બાંગ્લાદેશના 17 કરોડ મુસ્લિમો તમારી સાથે ઉભા રહેશે.” ભારત વિરુદ્ધના આ અપમાનજનક નિવેદનથી હોબાળો મચી ગયો. ઘણા લોકોએ તેને ઉશ્કેરણીજનક ગણાવ્યું.

દેવોલીનાએ 14 નવેમ્બર 2022ના રોજ શનાવાઝ શેખ સાથે લગ્ન કર્યા હતા. આ કપલે ડિસેમ્બર 2024માં પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. દેવોલીના સવારે સપનો પ્રીતો,સાથ નિભાના સાથિયા, બિગ બોસ અને છઠી મૈયાની બિટિયા શોનો ભાગ રહી ચૂકી છે.

જિમ ટ્રેનર સાથે લગ્ન કર્યા, 1 દીકરાની માતા, ટીવીની સંસ્કારી વહુનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us