AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss OTT 3 : ફિનાલે પહેલા ચાહકોને લાગ્યો ઝટકો, અરમાન અને લવકેશ એકસાથે આઉટ થયા

બિગ બોસ ઓટીટી 3ના ફાઈનલમાં હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ પહેલા અરમાન અને લવ કેશ બિગ બોસના ઘરમાંથી બહાર થઈ ગયા છે.

Bigg Boss OTT 3  : ફિનાલે પહેલા ચાહકોને લાગ્યો ઝટકો, અરમાન અને લવકેશ એકસાથે આઉટ થયા
Follow Us:
| Updated on: Jul 31, 2024 | 12:38 PM

જિયો સિનેમાનો ચર્ચિત શો બિગ બોસ ઓટીટી 3 જ્યારથી પડદાં પર આવ્યો છે, ત્યારથી ખુબ ચર્ચામાં રહ્યો છે. આ શોમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા અને મેકર્સે આશો માટે કોઈ કસર છોડી નથી. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, બિગ બોસના ફાઈનલ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બિગ બોસ ઓટીટી 3 પહેલા 2 ખેલાડીઓ ઘરમાંથી બહાર થયા છે. આ બંન્ને ખેલાડી બીજું કોઈ નહિ પરંતુ અરમાન મલિક અને લવકેશ છે. તો ચાલો જોઈએ શું છે સમગ્ર મામલો.

આ ટાસ્ક લવની ટીમ હારી ગઈ

બિગ બોસ ઓટીટી 3માં વિશાલ પાંડે અને શિવાની કુમારીનું એવિક્શન થયા બાદ ઘરમાં 7 સ્પર્ધક રહ્યા હતા. જેમાં અરમાન મલિક, લવકેશ કટારિયા, સના મકબુલ, સાંઈ કેતન, રણવીર શૌરી , નેજી અને કૃતિકા મલિક, ત્યારબાદ ઘરમાં એક નોમિનેશન ટાસ્ક થયો હતો. ઘરના સભ્યોને 2 ટીમમાં વહેંચવામાં આવ્યા હતા. એક ટીમમાં લવ, સના અને સાંઈ તો બીજી ટીમમાં નેજી , કૃતિકા અને રણવીર હતા. અરમાન આખી સીઝન માટે નોમિનેટેડ છે. તેને સંચાલક બનાવવામાં આવ્યો હતો. હવે આ ટાસ્ક લવની ટીમ હારી ગઈ ત્યારબાદ 4 લોકો નોમિનેશનમાં આવવી ગયા હતા.

સારા તેંડુલકર અને સના ગાંગુલીમાંથી નાનું કોણ છે?
દુનિયાનો આ દેશ, જ્યાં મંગળવાર અને શુક્રવારે નથી થતા લગ્નો ! જાણો કેમ?
પંડિત અને બ્રાહ્મણ વચ્ચે શું તફાવત છે?
Vastu tips: ઘર બનાવતી વખતે નવા દરવાજા પર શું બાંધવામાં આવે છે?
સવાર-સવારમાં કબૂતરને જોવું કઈ વાતનો સંકેત આપે છે?
Health Tips : પિરામિડ વોક કરવાથી થાય છે અઢળક ફાયદા, જાણો આ શું છે
View this post on Instagram

A post shared by Sana Makbul (@divasana)

લવ અને અરમાનને ચાહકોએ બહાર નીકાળ્યા

જિયો સિનેમા પર ટાસ્ક બાદ વોટિંગ લાઈન ખોલવામાં આવી હતી પરંતુ મોટો ટ્વિસ્ટ આવ્યો હતો. આ વખતે મેકર્સે નોમિનેટેડ સ્પર્ધકોના ફોટો પર લખ્યું હતુ કે, તમે ક્યાં સ્પર્ધકને બચાવવા માંગો છો. પરંતુ આ વખતે લખ્યું હતુ કે, ક્યાં નોમિનેટેડ સ્પર્ધકને ઘરમાંથી બહાર કરવા માંગો છો. ત્યારબાદ એલિવેશ યાદવે એક વીડિયો શેર કર્યો અને ચાહકોને કહ્યું લવકેશને વોટ ન કરો, કારણ કે, આ વખતે બહાર નીકાળવા માટે વોટિંગ થઈ રહ્યું છે. તમે લોકો લવને ઘરમાં જોવા માંગો છો, એલ્વિશે સલાહ પણ આપી હતી કે વાંચીને વોટિંગ કરો, લવકેશનું બટન દબાવતા નહિ.

મતોને કારણે અરમાન-લવકેશ બહાર થયા

યુટ્યુબર હોવાને કારણે અરમાન મલિક અને લવકેશની ફેન ફોલોઈંગ સાઈ અને સના કરતાં વધુ છે. કટારિયાને એલ્વિશના ચાહકોનું સમર્થન પણ છે. આવી સ્થિતિમાં લોકોએ ઉપર લખેલી લાઈન વાંચી ન હતી અને મોટી ભૂલ કરી દીધી, જેના કારણે બંન્ને બહાર થઈ ગયા.

g clip-path="url(#clip0_868_265)">