AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Bossના સ્પર્ધકની શો દરમિયાન ધરપકડ કરાઈ, જાણો શું છે મામલો

Bigg બિગ બોસ (Bigg Boss)એ વિદેશી શોનો કોન્સેપ્ટ છે, હાલમાં આ શો હિન્દીની સાથે સાથે બે પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારિત થઈ રહ્યો છે. હાલમાં જ ચાલી રહેલા શો દરમિયાન કંઈક એવું બન્યું જેણે બધા દંગ રહી ગયા. સ્પર્ધકની બિગ બોસના ઘરમાંથી ધરપકડ કરવામાં આવી છે.

Bigg Bossના સ્પર્ધકની શો દરમિયાન ધરપકડ કરાઈ, જાણો શું છે મામલો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2023 | 4:43 PM
Share

બિગ બોસ (Bigg Boss) માત્ર હિન્દીમાં જ નહિ પરંતુ મરાઠી, તમિલ , તેલુગુ, કન્નડ , બંગાળી અને મલયાલમ જેવી અનેક ભાષામાં ટેલિકાસ્ટ થાય છે. હાલમાં બિગ બોસ હિન્દી સીઝન 17ની સાથે સાથે કન્નડ અને બિગ બોસ તેલુગુ પણ ઓન એર થયો છે. હાલમાં જ બિગ બોસ કન્નડ 10નો સ્પર્ધક વર્થુર સંતોષને રવિવારના એક એપિસોડ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી, રિયાલિટી શોની અંદર કથિત વાઘના નાખનું પેંડેંટ પહેરવા માટે વનવિભાગને મળેલી ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે.

સંતોષ પોલીસની ધરપકડમાં

બેંગ્લુરુ શહેરના વન સંરક્ષક એન રવિન્દ્ર કુમારે ધરપકડની પુષ્ટી કરી છે. તેનું કહેવું છે કે, સંતોષે વાધનો નખ પહેર્યો હતો અને તેણે પોતાના અધિકારીઓને આ શોની અંદર મોકલ્યા હતા , સુત્રોની વાત માનીએ તો હવે સંતોષ પોલીસની ધરપકડમાં છે. તપાસ દરમિયાન સંતોષે ખુલાસો કર્યો કે, તેના પૂર્વજોએ તેને આ નખ આપ્યો હતો. અધિકારીઓએ વાધના નખ હોવાની પુષ્ટિ માટે નખને ફોરેન્સિક લેબમાં મોકલ્યો છે.

ગુના માટે કડક સજા થઈ શકે છે

તમને જણાવી દઈએ કે, કોઈ પણ જાનવરના અંગો પહેરવા કે પછી પ્રદર્શિત કરવા તે વન્યજીવ કલમ 1972 હેઠળ દંડનીય અપરાધ છે. આ ગુનો વાધ જેવી અન્ય ધીમે ધીમે લુપ્ત થતી પ્રજાતીઓને સુરક્ષા પ્રધાન કરવા માટે છે. કોઈપણ વ્યક્તિને આ ગુના માટે 3 થી 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. બિગ બોસ કન્ન્ડના સ્પર્ધક વર્થુર સંતોષ બેંગ્લુરુમાં ગાય વેચવાનો વ્યવસાય કરે છે અને રિયલ એસ્ટેટનો પણ વ્યવસાય કરે છે. અત્યાર સુધી, ન તો બિગ બોસ કન્નડના આ સ્પર્ધક કે ન તો શોના નિર્માતાઓ અથવા ચેનલે આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર આપ્યું છે. હાલમાં બિગ બોસ હિન્દી પણ ધમાકેદાર ચાલી રહ્યું છે. અને લોકો આ શોને પસંદ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Monalisa Photos: મોનાલિસાનો ગરબા નાઈટ લુક થયો વાયરલ, ફેન્સે કર્યા વખાણ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">