Bigg Boss 16 video : સલમાન ખાને કર્યો મોટો ખુલાસો, કહ્યું આ વખતે બિગ બોસ ખુદ રમશે, જુઓ વીડિયો

|

Sep 12, 2022 | 9:43 AM

બિગ બોસ 16ના આ વીડિયોમાં દબંગ એક્ટર શો વિશે ઘણા ફની ખુલાસા કરી રહ્યો છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે, આ શો ઘણો જ રસપ્રદ હશે.

Bigg Boss 16 video : સલમાન ખાને કર્યો મોટો ખુલાસો, કહ્યું આ વખતે બિગ બોસ ખુદ રમશે, જુઓ વીડિયો
Salman Khan
Image Credit source: Twitter

Follow us on

Bigg Boss 16 : બિગ બોસ શો શરુ થવાને લઈ ચાહકો ઉત્સાહિત છે. સલમાન ખાનના આ મજેદાર શોની સીઝન 16 (Bigg Boss 16)નો પ્રોમો રિલીઝ થઈ ચૂક્યો છે. બિગ બોસ 16ના આ વીડિયોમાં દબંગ અભિનેતા અનેક ખુલાસાઓ કરી રહ્યા છે. વીડિયો જોઈ આ વાતનો અંદાજો લગાવી શકાય કે, આ શો ખુબ દિલચસ્પ છે. બિગ બોસ ક્યારથી શરુ થશે. તે હજુ સ્પષ્ટ થયું નથી. સલમાન ખાન (Salman Khan) આ વીડિયોમાં અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે.

બિગ બોસ પોતાની ગેમ બતાવશે

બિગ બોસ16ના આ વીડિયોને રિલીઝ કરતા કૈપ્શનમાં કહેવામાં આવ્યું કે, 15 વર્ષથી બિગ બોસે સૌ લોકોની ગેમ જોઈ છે. આ વખતે બિગ બોસ પોતાની ગેમ બતાવશે. વીડિયોમાં આપણે જોઈ શકીએ કે, સલમાન ખાન એ કહેતા જોઈ શકાય છે કે, સવાર થશે આકાશમાં ચાંદ જોવા મળશે. ધોડા પણ હવે સીધી ચાલ ચાલશે. પડછાયો પણ સાથ છોડી દેશે. હવે નવી રમત કારણ કે, આ વખતે બિગ પોતે રમશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

 

ખુદ દિલચસ્પ રીતે પ્રોમોનું શૂટિંગ થયું

બિગ બોસનો પ્રોમો હંમેશા રંગથી ભરપુર હોય છે પરંતુ આ વખતે સલમાન ખાન બ્લેક રંગના કપડામાં જોવા મળી રહ્યા છે. સલમાન ખાનના આઉટફિટની જેમ સેટની થીમમાં ડાર્ક સિનેમેટોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બિગ બોસના 15 વર્ષનો વીડિયો રજુ કરતા વીડિયોમાં ગૌહર ખાન, હિના ખાન, શિલ્પા શિંદે, સિદ્ધાર્થ શુક્લા-શહનાઝ ગિલ અને તનીષાની આ ઝલક જોવા મળી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે શોનો અલગ જ અંદાજ હશે. એક્તા કપુર લોકઅપ પછી બિગ બોસના મેકર્સ માટે શો વધુ રસપ્રદ બનાવવાનો ચેલેન્જ છે. આ બંન્ને શો એક જ પ્રોડક્શન હાઉસે પ્રોડ્યુસ કર્યા છે.

સલમાન ખાન ફરી હોસ્ટ બનશે

બિગ બોસના ઈતિહાસમાં દબંગ સલમાન ખાનના શો સૌથી વધુ હોસ્ટ કરનાર અભિનેતા છે. દર વર્ષે સલમાન ખાન બિગ બોસ છોડવાની વાત કરે છે પરંતુ ચાહકોનો પ્રેમ તેને શોમાં ફરી ખેંચીને લાવે છે.

Next Article