Bigg Boss 16 : શ્રીજીતા-ગોરી નાગોરીથી લઈને ટીના દત્તા સુધી, આ 5 સ્પર્ધક નોમિનેટ થયા

|

Oct 12, 2022 | 10:02 AM

Bigg Boss 16 Written Update : બિગ બોસ 16માં ફરી એકવાર જોરદાર હોબાળો થયો છે. તો ચાલો 11 ઓક્ટોબરના એપિસોડમાં આ ઘરમાં શું થયું તેના પર એક નજર કરીએ.

Bigg Boss 16 : શ્રીજીતા-ગોરી નાગોરીથી લઈને ટીના દત્તા સુધી, આ 5 સ્પર્ધક નોમિનેટ થયા
શ્રીજીતા-ગોરી નાગોરીથી લઈને ટીના દત્તા સુધી, આ 5 સ્પર્ધકો નોમિનેટ થયા
Image Credit source: Colors Tv

Follow us on

Bigg Boss 16 : કલર્સ ટીવીનો રિયાલિટી શો બિગ બોસ 16માં સ્પર્ધકો વચ્ચે ફરી એક વખત ઝગડો થયો હતો, બિગ બોસ (Bigg Boss 16)ના ધરમાં હંમેશા નાના-મોટા ઝગડા જ થતા રહેતા હોય છે ગૌતમના કેપ્ટન બન્યા બાદ પોતાની મિત્ર ટિના દત્તા, શ્રીજિતા ડે, સુંબુલ અને સૌંદર્યને કિચનની જવાબદારી સોંપી છે. તેણે પોતાના નિયમો બનાવવાના શરુ કર્યા છે જ્યારે અર્ચના પોતાની ચા બનાવવા માટે કિચનમાં ગઈ ત્યારે કિચનમાં કામ કરનાર તમામ સ્પર્ધકો તેના પર ગુસ્સે થયા હતા. તેમણે અર્ચનાને કહ્યું જો તમે ચા બનાવશો તો અમે જમવાનું બનાવીશું નહિ,

અર્ચનાએ વળતો જવાબ આપ્યો

અર્ચનાએ તેની વાત ન સાંભળી અને તે કિચનમાં ચા બનાવવા લાગી. અર્ચનાને ચા બનાવતી જોઈ રસોડાની ટીમની બધી છોકરીઓ બહાર નીકળી ગઈ. સૌંદર્યાએ અર્ચનાને પણ કહ્યું કે ‘મારા કિચનમાં કોઈ નહીં આવે પરંતુ અર્ચનાએ આ બધી ધમકીઓને અવગણીને ચા બનાવી. તેનું વલણ જોઈને સુમ્બુલ પણ વચ્ચે આવી અર્ચનાએ પણ તેને યોગ્ય જવાબ આપ્યો. અર્ચનાની વાત સાંભળીને સૌંદર્યા રૂમમાં ગઈ અને રડવા લાગી. જો કે, આ બધાની વચ્ચે, તે સંપૂર્ણપણે ભૂલી ગઈ હતી કે આ ઝઘડો તેની સાથે શરૂ થયો હતો.

ગોરી નાગોરીને કરવામાં આવી ટાર્ગેટ

જ્યારે ગોરી નાગોરી કિચનની ટીમ પાસે શાકભાજી માંગવા મેટ ગઈ તો તેમણે ગોરીને શાકભાજી આપવાની સ્પષ્ટ ના પાડી હતી. જ્યારે ગોરી હાથ લૂછવા કિચનના પ્લેટફોર્મ પર ગઈ તો બધાએ તેને ફરીથી ટ્રોલ કરી, કિચન ટીમ ગોરી સાથે જે રીતે ટ્રીટ કરી રહી હતી તે જોઈને એમસી સ્ટેન તરત જ ગોરીના બચાવમાં આવ્યો. તેણે કહ્યું કે જો લડવું હોય તો એકલા સાથે લડો. જૂથ બનાવીને કોઈને ટારગેટ ન બનાવો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ લોકો નોમિનેટ થયા

જોકે એમસી સ્ટેનની વાત માનવા કોઈ તૈયાર નહોતું. શ્રીજીતાએ કહ્યું કે આ પ્રકારનું વલણ દર્શાવે છે કે તેમનું સ્ટાટર્ડ શું છે અને તેઓ કેવી રીતે ઉછર્યા છે. આ સાંભળીને સાજિદ ખાનથી લઈને પ્રિયંકા સુધીના બધા ગોરી નાગોરીને સપોર્ટ કરવા આગળ આવ્યા, પરંતુ બિગ બોસના કહેવા પર, ઘરના કેપ્ટન ગૌતમે સૌંદર્યા, સુમ્બુલ સિવાય ગોરી નાગોરી, એમસી સ્ટેન, શ્રીજીતા અને ટીનાને નોમિનેટ કર્યા. આ 4 સ્પર્ધકોમાં શાલીનનું નામ ઉમેરાયું હતું અને આ 5 લોકોને આ અઠવાડિયે ઘરની બહાર જવા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા.

Next Article