Raj Kundra case: શિલ્પા શેટ્ટીએ બોમ્બે હાઇકોર્ટમાં દાખલ કરી Defamation suit. 29 મીડિયા હાઉસીસ વિરુદ્ધ 25 કરોડનો માનહાનિનો દાવો
જ્યારથી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે ત્યારથી જ શિલ્પા શેટ્ટી અને તેનો પરિવાર મીડિયામાં છવાયેલો છે.
શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty) મીડિયા હાઉસીસ અને વેબસાઇટ્સ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. માનહાનીની (Defamation suit) આ અરજીમાં અભિનેત્રીએ ઘણા એવા ન્યૂઝ આર્ટીકલ્સના ઉદાહરણ આપ્યા છે કે જેમાં તેમના વિશે ખોટી માહિતી છાપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. મીડિયા હાઉસે રાજ કુન્દ્રાના કેસને, તેને લગતા સમાચાર ખોટી રીતે લોકો સામે રજૂ કર્યાનો આક્ષેપ કર્યો છે, જેના કારણે તેની અને તેમના પરિવારની બદનામી થઇ છે.
તમને જણાવી દઇએ કે, શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને તેને લઇને હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. આ મામલે શિલ્પાની સંડોવણીને છે કે કેમ, એ વિશે તપાસ ચાલુ છે. હવે આ સમગ્ર મામલે આવી રહેલા મીડિયા રિપોર્ટ્સ પર શિલ્પાએ વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ રિપોર્ટ્સના માઘ્યમે તેની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવામાં આવી છે.
Actor Shilpa Shetty has filed defamation suit in Bombay High Court against 29 media personnel & media houses for ‘doing false reporting & maligning her image’ in a pornography case in which her husband Raj Kundra is accused. Hearing in the case scheduled for tomorrow
(File pic) pic.twitter.com/DGTthMEXGi
— ANI (@ANI) July 29, 2021
મળતી માહિતી અનુસાર, શિલ્પા શેટ્ટીએ બોમ્બે હાઈકોર્ટમાં માનહાનીના દાવાની જે અરજી કરી છે તેમાં તેણે 29 જેટલા મીડિયા પબ્લીકેશન્સ અને પર્સનલ્સના નામ આપ્યા છે કે જેમણે પોર્નોગ્રાફી કેસમાં શિલ્પાની પણ સંડોવણી હોવાના અહેવાલ છાપ્યા હતાં. મહત્વનું છે કે, આ કેસની સુનવણી શુક્રવારે બોમ્બે હાઈકોર્ટમાં કરવામાં આવશે.
રાજ કુંદ્રા પર આઈપીસીની કલમ 420, 292, 293 અને માહિતી ટેકનોલોજી અધિનિયમ હેઠળ કલમ 67, 67A અને મહિલા પ્રતિનિધિત્વ રજૂ કરવાના અભૂતપૂર્વ પ્રતિનિધિત્વની જોગવાઈઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં શિલ્પાને પણ હજી ક્લીન ચિટ મળી નથી. શિલ્પા પર શંકા કરવા પાછળનું કારણ એ છે કે શિલ્પા તે બેંક ખાતાનો ઉપયોગ પણ કરતી હતી જેમાં રાજ પોર્નોગ્રાફીથી પૈસા જમા કરતો હતો. આ સિવાય એજન્સીને શિલ્પાના નામે સંપત્તિ ખરીદવા અને તે ખાતાના પૈસાથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાના પુરાવા પણ મળ્યા છે, જેના કારણે અભિનેત્રી પણ શંકાના દાયરામાં છે.
આ પણ વાંચો – Raj Kundra Case : રાજ કુંદ્રાને કોર્ટે આપ્યો ઝાટકો, જામીન અરજીની સુનાવણી ટળી
આ પણ વાંચો – Technology : રસ્તા પર દોડતા વાહનની જાતે જ ચાર્જ થશે બેટરી, આ દેશ કરી રહ્યો છે ખાસ પ્રોજેક્ટ પર કામ