‘બડે અચ્છે લગતે હૈ’ના એક્ટર રામ કપૂર ઈન્ડસ્ટ્રીનો જાણીતો અભિનેતા છે. ટીવી શો બડે અચ્છે લગતે હૈથી રામ કપૂરે ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતુ. રામ કપુર હાલમાં પોતાના ટ્રાન્સફોર્મેશનને લઈ ખુબ જ ચર્ચામાં છે. તેનો એક વીડિયો અને કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં અભિનેતાનું ટ્રાન્સફોર્મેશન જોઈ ચાહકો ચોંકી ગયા છે. આ વીડિયોમાં રામ કપૂરને ઓળખવો ચાહકો માટે મુશ્કિલ બની ગયું હતુ. સોશિયલ મીડિયા પર દરેક લોકો અભિનેતાના ટ્રાન્સફોર્મેશનના વખાણ કરી રહ્યા છે.
રામ કપૂરની પોસ્ટ પર લોકો કોમેન્ટ કરી તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, આ તો એકદમ ફિટ થઈ ગયો છે. વિશ્વાસ આવતો નથી. કોઈએ લખ્યું શું આ રામ કપુર છે. કોઈએ લખ્યું બડે અચ્છે લગતે હો આપ તેમજ અભિનેતાના ફોટોને પણ પસંદ કરી રહ્યા છે.
જો આપણે રામ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમણે નાના પડદાંથી લઈ મોટા પડદા સુધી કામ કર્યું છે. બડે અચ્છે લગતે હે સિવાય રામ કપૂર અનેક ટીવી શોમાં પણ જોવા મળી ચૂક્યો છે. ફિલ્મોની વાત કરીએ તો રામ કપૂર સ્ટુડન્ટ ઓફ ધ યર, હમશકલ, કાર્તિક કોલિંગ કાર્તિક, એક મે ઔર એક તુમાં પણ જોવા મળી ચૂક્યો છે. રામ કપૂર છેલ્લી વખત બોલિવુડ ફિલ્મ યુધરામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેમણે રહમાન સિદ્દિકીનો રોલ નિભાવ્યો હતો.
રામ કપૂર કસમ સે ટીવી સિરીયલમાં પણ ખુબ ચર્ચામાં રહ્યો હતો. ચાહકોને રામ કપૂરની એક્ટિંગ ખુબ જ પસંદ છે. અભિનેતા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે.