AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનુપમા સિરીયલમાં થઈ 9 નવા સ્ટારની એન્ટ્રી, આવી છે અનુપમાની નવી સ્ટાર કાસ્ટ

ટીવી સિરીયલ અનુપમામાં 9 નવા સ્ટારની એન્ટ્રી થઈ છે. લીપ બાદ હવે શોમાં આ 9 સ્ટારની આસપાસ સ્ટોરી જોવા મળશે. તો ચાલો આજે તમને આ નવા સ્ટાર કોણ કોણ છે. તેના વિશે જણાવીશું.

અનુપમા સિરીયલમાં થઈ 9 નવા સ્ટારની એન્ટ્રી, આવી છે અનુપમાની નવી સ્ટાર કાસ્ટ
| Updated on: Oct 14, 2024 | 1:25 PM
Share

ટીવી સિરીયલ અનુપમાં થોડા વર્ષોનો લીપ બતાવવામાં આવશે. લીપ બાદ શોની આખી સ્ટાર કાસ્ટ બદલાઈ ગઈ છે. માત્ર અનુપમા , બા અને બાપુજીનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા પોતાના પાત્રમાં જ રહેશે. તો આજે આપણે ક્યો સ્ટાર ક્યા પાત્રમાં જોવા મળશે, તેના વિશે જાણીએ. હવે એક રિપોર્ટ સામે આવી રહ્યો છે કે અનુપમામાં 10 વર્ષનો લીપ આવવાનો છે.

જાણો કોણ કોણ છે નવા સ્ટાર કાસ્ટ

લીપ બાદ શોમાં કિંજલની દિકરીના પાત્રમાં ઈશિતા મોદી જોવા મળશે. વરુણ કસ્તૂરિયા શોમાં ડિમ્પીના દિકરા અંશના પાત્રમાં જોવા મળશે. ડિમ્પીના મોત બાદ અંશ, અનુપમાને મા કહીને બોલાવે છે. તેમજ સમરની જેમ અનુપમાને બધું માને છે.

View this post on Instagram

A post shared by StarPlus (@starplus)

ચાંદની ભગવાનાની શો છોડ્યા બાદ કૃતિકા દેસાઈ અનુપમામાં પાખીનું પાત્ર નિભાવી રહી છે. નિધિ શાહ અનુપમા શો છોડ્યા બાદ હવે મેકર્સે મિલોની કપાડિયાને કિંજલના પાત્ર માટે કાસ્ટ કરી છે. લીપ બાદ હવે શોમાં મનીષ નાગદેવ તોષૂના પાત્રમાં જોવા મળશે. અનુપમા તોષૂની મદદ માટે અનુની રસોઈ માટે ઈનવેસ્ટર શોધવામાં મદદ કરશે.

અનુપમાની લાડલી કાવ્યાની દિકરી

અનુપમામાં અનુજની દિકરી આધ્યાનું પાત્ર અલીશા પરવીન પ્લે કરતી જોવા મળશે. વિદુષી રુપાલી ગાંગુલીના શો અનુપમાં પાખી અને અધિકની દિકરી ઈશાનીનું પાત્ર નિભાવી રહી છે.અનુપમાની લાડલી કાવ્યાની દિકરી માહીનું પાત્ર નિભાવવાની જવાબદારી વિદુષી તિવારીને આપવામાં આવી છે.શોમાં શિવમ ખજુરિયા લીડ રોલ પ્લે કરી રહ્યો છે. તે અનુપમાના સહાયક અને આધ્યાના પ્રેમીનું પાત્ર નિભાવી રહી છે. શોમાં તેનો નવો પ્રેમ છે.

10 વર્ષ બાદ શોની સ્ટોરીમાં નવા પાત્રો જોવા મળશે. શું અનુજ અને અનુપમા 15 વર્ષ પછી એક થઈ જશે કે પછી તેઓ કાયમ માટે અલગ થઈ જશે. આ તો આવનારા એપિસોડમાં જ ખબર પડશે. તમને જણાવી દઈએ કે, અનુપમા સીરિયલ ઘરે ઘરે ફેમસ છે.

g clip-path="url(#clip0_868_265)">