AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાથી જંગ જીત્યા બાદ Aniruddh Dave ફરશે કામ પર પરત, કહ્યું- લાંબા વિરામ બાદ કામ કરવા માટે ઉત્સાહિત છું

ટીવી અભિનેતા અનિરુદ્ધ દવે (Anirudh Dave) 5 મહિના પછી કામ પર પરત ફરવા જઈ રહ્યા છે. તે એપ્રિલમાં કોરોના વાયરસથી પ્રભાવિત થયા હતા.

કોરોનાથી જંગ જીત્યા બાદ Aniruddh Dave ફરશે કામ પર પરત, કહ્યું- લાંબા વિરામ બાદ કામ કરવા માટે ઉત્સાહિત છું
Anirudh Dave
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 5:22 PM
Share

ટીવી અભિનેતા અનિરુદ્ધ દવે (Anirudh Dave) એપ્રિલમાં વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન કોરોના પોઝિટિવ થઈ ગયા હતા. તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે તેઓ લગભગ બે મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. કોરોનાને હરાવીને અનિરુધ જૂનમાં ઘરે પાછો ફર્યા હતા. હવે 5 મહિના પછી તે કામ પર પરત ફરવા જઈ રહ્યા છે.

કોરોનાની લડાઈ જીત્યા પછી, અનિરુધ સ્વસ્થ થઈ રહ્યા હતા અને તેમને પોસ્ટ કોવિડ કોમ્પીકેશન તેમને થઈ રહી હતી. અનિરુદ્ધે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે કામ પર પરત ફરવા જઈ રહ્યા છે અને તે આ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

લાંબા વિરામ બાદ કરશે કામ

એક ઈન્ટરવ્યુંમાં અનિરુદ્ધે કહ્યું કે આખરે વસ્તુઓ સામાન્ય થઈ રહી છે અને હું પણ એક્શનમાં પરત ફરી રહ્યો છું. ટૂંક સમયમાં હું રાંચી જઈ રહ્યો છું જ્યાં હું એક પ્રોજેક્ટ માટે એક મહિના માટે જવાનો છું. હું લાંબા વિરામ બાદ કેમેરાનો સામનો કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

અનિરુદ્ધે આગળ કહ્યું – આખરે આપણે કામ પર પાછા ફરવું પડશે, આપણે હંમેશા ઘરમાં રહી શકતા નથી. અમે મનોરંજન ઉદ્યોગનો એક ભાગ છીએ જેમાં ઘરેથી કામ કરવાનો કોઈ વિકલ્પ નથી. કોઈ દિવસે અમારે કામ પર પાછા ફરવું પડશે. તેમજ ડોક્ટરે મને કહ્યું છે કે મારે સામાન્ય જીવનમાં પાછા જવું જોઈએ અને કામ શરૂ કરવું જોઈએ અને હું પણ આવું જ કરી રહ્યો છું.

રાંચીમાં કરશે યોગ સેશન જોઈન્ટ

અનિરુદ્ધ રાંચીમાં પણ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખશે. તે ઝડપથી સાજા થવા માટે યોગ અને પ્રાણાયામ કરી રહ્યા છે. તેમણે કહ્યું- હું રોજ બ્રિધિંગ કસરત કરું છું. મેં વિચાર્યું છે કે હું રાંચી જઈને યોગ સત્રમાં જોડાઈશ. જેવો જ મને એક કે બે દિવસનો વિરામ મળે.

આ પણ વાંચો :- Randhir Kapoorએ કર્યો ખુલાસો- નિષ્ફળ લગ્નની ભાઈ રાજીવની કારકિર્દી પર પડી હતી અસર, ન બનાવી શક્યા બોલીવુડમાં અલગ ઓળખ

આ પણ વાંચો :- Photos: હાથમાં નવી ફિલ્મની સ્ક્રીપ્ટ લઈને રોહિત ધવનની ઓફિસે પહોંચ્યા કાર્તિક આર્યન, જુઓ અભિનેતાની સ્ટાઈલિશ તસ્વીરો

g clip-path="url(#clip0_868_265)">