Jhund: અમિતાભની ‘ઝુંડ’ ફિલ્મ વિરુદ્ધ પિટીશન, તેલંગણા કોર્ટે ફિલ્મ નિર્માતા પર લગાવ્યો 10 લાખનો દંડ

અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ 'ઝુંડ' ઘણા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેમાં મહાનાયક સિવાય ફિલ્મની આખી કાસ્ટ પણ જોવા મળી હતી.

Jhund: અમિતાભની 'ઝુંડ' ફિલ્મ વિરુદ્ધ પિટીશન, તેલંગણા કોર્ટે ફિલ્મ નિર્માતા પર લગાવ્યો 10 લાખનો દંડ
petition was filed against 'Jhund' Movie
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 5:35 PM

Jhund : અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)  અવારનવાર ચર્ચામાં રહે છે, પરંતુ આજે રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘ઝુંડ’ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ‘ઝુંડ’ સામેની અરજી પર તેલંગણા કોર્ટે (Telangana High Court)ફિલ્મ નિર્માતા નંદી ચિન્ની કુમાર (Nandi Chinny Kumar) પર 10 લાખનો દંડ ફટકાર્યો છે.

PM કેયર ફંડમાં જમા કરાવવાનો રહેશે દંડ

તેલંગાણા કોર્ટે ફિલ્મ નિર્માતા નંદી ચિન્ની કુમારની અરજીને ફગાવી દીધી હતી, જેમાં જાન્યુઆરી 2021ના આદેશને પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ કોર્ટે કુમાર પર 10 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે, જે PM કેર ફંડમાં જમા કરાવવાનો રહેશે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે અરજી છેતરપિંડી અને ખોટી રજૂઆત પર આધારિત છે. તમને જણાવી દઈએ કે,4 માર્ચ 2022ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં આવેલી ફિલ્મ “ઝુંડ”ની રિલીઝ પર અસરકારક મનાઈ હુકમની માંગણી કરવામાં આવી હતી. કુમાર દ્વારા શરૂ કરાયેલા કેસની પેન્ડન્સી દરમિયાન પક્ષકારો વચ્ચે સમાધાન થયું હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વિજય બરસેના જીવન પર બની રહી હતી ફિલ્મ!

એપ્રિલ 2018માં કુમારને ખબર પડી કે વિજય બરસેના જીવન પર એક ફિલ્મ બની રહી છે, જેઓ પોલની ટીમને કોચ કરે છે. ત્યારબાદ કુમારે સિવિલ કોર્ટનો સંપર્ક કર્યો અને કહ્યું કે ફિલ્મ ‘ઝુંડ’માં પોલના જીવનના મહત્વના ઘટકો હશે, જેની જીવનકથા પર કુમાર કોપીરાઈટ ધરાવે છે.

ટ્રાયલ કોર્ટે આ અગાઉ કુમારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કેસના અંત સુધી ફિલ્મ રિલીઝ કરવા પર રોક લગાવી હતી. આ આદેશને તેલંગાણા હાઈકોર્ટે પણ યથાવત રાખ્યો અને અપીલમાં સુપ્રીમ કોર્ટે સ્ટે ઉઠાવવાનો ઈનકાર કર્યો હતો. આ કેસમાં કુમારની દલીલ એવી હતી કે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યા બાદ ફિલ્મ મેકર્સ કોર્ટની બહાર સમાધાન માટે ઘણી વખત તેમનો સંપર્ક કર્યો અને ઘણી વાટાઘાટો પછી તેણે શરતો સ્વીકારી અને તમામ કેસ પાછા ખેંચી લીધા. જો કે પ્રતિવાદીઓ તેમના સોદાનો અંત જાળવવામાં નિષ્ફળ ગયા. જેથી કુમારે ટ્રાયલ કોર્ટને અગાઉની અરજીના નિકાલના આદેશને પાછી ખેંચવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો : ‘ખુબ જ શરમજનક’, અભિનેત્રી દેબીના બેનર્જીએ પ્રેગેન્સી વિશે પુછનારને આપ્યા આકરો જવાબ

g clip-path="url(#clip0_868_265)">