AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડોક્ટરની બેદરકારી: ખોટી ટ્રીટમેન્ટને કારણે આ અભિનેત્રીના સુંદર ચહેરાની હાલત થઇ ગઈ ભયંકર ખરાબ, જુઓ તસ્વીર

તમિલ અભિનેત્રી રાયજા તેની સારવાર માટે ચામડી રોગના નિષ્ણાત પાસે ગઈ, પરંતુ કંઈક એવું બન્યું કે હવે તે ડોક્ટર પર ખુબ ગુસ્સે છે. અને તેના ચહેરાની હાલત ખુબ ખરાબ થઇ ગઈ હતી.

ડોક્ટરની બેદરકારી: ખોટી ટ્રીટમેન્ટને કારણે આ અભિનેત્રીના સુંદર ચહેરાની હાલત થઇ ગઈ ભયંકર ખરાબ, જુઓ તસ્વીર
Raiza Wilson (Image-Instagram)
| Updated on: Apr 19, 2021 | 11:14 AM
Share

ટેલિવિઝન અભિનેત્રીઓ હોય કે ફિલ્મ અભિનેત્રી, ચહેરો દરેક માટે સૌથી ખાસ છે. જેની તે વધુ સારી સંભાળ પણ લે છે. આવી સ્થિતિમાં જો કોઈ અભિનેત્રી ડોક્ટરની બેદરકારીનો શિકાર બની જાય. તો આપને તેના વિશે વિચારી પણ ના શકીએ કે તેના પર શું વીતતું હશે. તાજેતરમાં તમિલ અભિનેત્રી રાયજા વિલ્સન સાથે આવું જ કંઈક થયું છે. રાયજા તેની સારવાર માટે ચામડી રોગના નિષ્ણાત પાસે ગઈ, પરંતુ કંઈક એવું બન્યું કે હવે તે ડોક્ટર પર ખુબ ગુસ્સે છે.

ખરેખર તમિલ અભિનેત્રી રાયજા વિલ્સન ડોક્ટર પાસે સિમ્પલ ફેશિયલ કરાવવા ગઈ હતી. પરંતુ ક્લિનિકમાં, ડોક્ટરે તેને અન્ય કોઈ ટ્રીટમેન્ટ વિશે માહિતી આપી અને તેને તે કરાવવા માટે દબાણ કર્યું. જ્યારે રાયજાને તે સારવાર મળી ત્યારે તેનો આખો ચહેરો બગડી ગયો. હવે રાયજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાની આ આપવીતી સંભળાવી છે. તે જ સમયે ટે ડોક્ટરને પણ જોરદાર ઠપકો આપ્યો છે.

Tamil Actor Raiza Wilson’s Face Treatment Goes Wrong

ટ્રીટમેન્ટ બાદ ચહેરાની હાલત થઇ ખરાબ

રાયજાએ વાર્તામાં પોતાની એક તસવીર તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં રાયજાના ચહેરા પર અને આંખોની નીચે ખુબ મોટો સોજો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ સાથે રાયઝાએ લખ્યું, ‘ગઈકાલે હું @drbhairavisenthil ને મળી, એક સામાન્ય ફેશિયલ માટે મળી હતી. તેઓએ મને એક ચહેરાની ટ્રીટમેન્ટ કરાવવા કહ્યું, જેની મને જરૂર નહોતી. અને હવે આ પરિણામ છે’.

આગળ, રાયજાએ પોસ્ટમાં લખ્યું, ‘તે આજે મારી સાથે વાત કરવા અથવા મળવાનો ઇનકાર કરી રહી છે. કર્મચારીઓ જણાવી રહ્યા છે કે તેઓ શહેરની બહાર છે. ‘ રાયજાની આ પોસ્ટમાં તેનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. રાયજા કહે છે કે તેણીને ડોક્ટર દ્વારા આ સારવાર લેવાની ફરજ પાડવામાં આવી હતી. તેને લીધા બાદ તેનો ચહેરો બગડ્યો છે અને હવે ડોકટરો પણ તેને મળવાની ના પાડી રહી છે.

આ સિવાય રાયજાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચાહકોના સંદેશાઓના સ્ક્રીનશોટ પણ શેર કરાયા હતા. જેની સાથે તેણે લખ્યું, ‘મારો ઇનબોક્સ એવા લોકોના સંદેશાથી ભરેલો છે જેમની ચહેરાની સારવાર એજ ત્વચારોગ ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી અને તે પછી તેઓને પણ આ જ ખરાબ પરિણામ મળ્યું.’

આ પણ વાંચો: લોકડાઉનના નિર્ણયનો બોલ રાજ્યોના પલ્લામાં, અમિત શાહે લોકડાઉન, રાજ્યોની સત્તા અને મહાકુંભ વિશે શું કહ્યું જાણો

આ પણ વાંચો: ના મોતથી બચાવે છે અને ના વેન્ટિલેટરનું જોખમ ઘટાડે છે, તો પછી ભારતમાં રેમડેસિવિર માટે કેમ હાહાકાર?

g clip-path="url(#clip0_868_265)">