AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG: તારક મહેતા શોની જૂની સોનુ એક મહિનાથી કરી રહી છે ગુજરાત ભ્રમણ! જાણો અત્યારે ક્યાં છે નિધિ?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની જૂની સોનુ ભિડે હાલમાં ગુજરાત ભ્રમણ પર છે. જી હા નિધિ છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતની અનેક જગ્યાઓએ ફરી રહી છે. ચાલો જાણીએ આ પ્રવાસ વિશે.

OMG: તારક મહેતા શોની જૂની સોનુ એક મહિનાથી કરી રહી છે ગુજરાત ભ્રમણ! જાણો અત્યારે ક્યાં છે નિધિ?
Nidhi bhanushali is in Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 11:56 AM
Share

દેશની સૌથી લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (Taarak mehta ka ooltah chashmah) કલાકારોના અંગત જીવનને જાણવામાં લોકોને ખુબ રસ હોય છે. પછી ભલે તે હાલના કલાકાર હોય કે જૂના. આ સિરિયલમાં અત્યાર સુધી ઘણા પાત્રોના અભિનેતા બદલાઈ ચૂક્યા છે. જેમાંથી એક છે સોનુ ભિડેનું (Sonu Bhide) પાત્ર. સોનુ ભિડેનું પાત્ર હાલમાં પલક સિધવાણી ભજવી રહી છે. પરંતુ આ પહેલા આ પાત્ર નિધિ ભાનુશાલી (Nidhi Bhanushali) ભજવી રહી હતી.

જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાલી તેના બોલ્ડ અવતાર અને સાહસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. નિધિ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી એડવેન્ચર ટૂર પર છે. જી હા પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે નિધિના સોશિયલ મીડિયા (Social Media) પરથી એ જાણવા મળ્યું છે કે તે છેલ્લા એક મહિનાથી ગુજરાત (Gujarat Tour) ભ્રમણ કરી રહી છે.

નિધિનું ગુજરાત ભ્રમણ

નિધિએ 5 અઠવાડિયા પહેલા ગુજરાતના એક નાના ગામના ખેતરમાંથી ફોટો શેર કર્યો હતો. જેમાં નિધિનો મિત્ર અને એક ડોગ પણ જોવા મળે છે. આ પહેલા નિધિએ દીવની મુલાકાત પણ લીધી હતી. નિધિના સોશિયલ મીડિયાથી જાણ થાય છે કે મહારાષ્ટ્રના જંગલ વિસ્તાર અને દરિયા કાંઠાની મોજ માણતા ગુજરાત પહોંચી. ત્યાંથી નિધિએ દિવ અને ગુજરાતના ગામડાઓમાં ભ્રમણ કર્યું.

માધવપુર દરિયાની મુલાકાત

આ બાદની એક પોસ્ટ જણાવે છે કે નિધિએ માધવપુર દરિયા કાંઠાની પણ મુલાકાત લીધી હતી. ત્યાના કેટલાક વિડીયો અને માધવપુર ઓશો આશ્રમના ફોટા પણ નિધિએ શેર કર્યા છે.

હાલમાં ક્યાં છે નિધિ

હાલમાં 3 દિવસ અગાઉ નિધિની પોસ્ટથી જાણ થાય છે કે તેણે ડીસામાં ભાખર મોટી નામની જગ્યાની મુલાકાત લીધી છે. ત્યાં પહાડો પરની સુંદર તસ્વીરો નિધિએ શેર કરી છે. છેલ્લી પોસ્ટથી જાણ થઇ રહી છે કે નિધિ હાલમાં ડીસા તરફ છે. અથવા તો પ્રવાસ માટે તેને આગળ સફર શરુ કરી હોઈ શકે.

આ ટ્રીપ પૂરી થતા 2 થી 3 મહિના લાગી શકે છે

તેમની માતાએ નિધિ વિશે કહ્યું હતું કે નિધિ હાલમાં મહારાષ્ટ્રથી લેહ લાદાકની યાત્રા પર ચછે. આ ટ્રીપ લગભગ 2 થી 3 મહિના ચાલશે.

આ પણ વાંચો: તો આ ખાસ રીતે વિરાટ-અનુષ્કાએ ઉજવ્યો વામિકાનો 6th Month Birthday, જુઓ તસ્વીરો

આ પણ વાંચો: ‘ભાઈ તું મુસ્લિમ છે?’, ઈરફાનના દીકરા બાબિલને એક યુઝરે પૂછ્યુ, આપ્યો આવો જોરદાર જવાબ

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">