TMKOC ફેમ તન્મય વેકરિયાએ 14 વર્ષ જુની તસવીર કરી શેર, શું તમે ફોટોમાં ચંપકચાચાને ઓળખી શક્યા ?

|

Dec 26, 2021 | 5:42 PM

તમે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'સિરીયલા ના પાત્રોને સારી રીતે જાણો છો. ત્યારે આજકાલ સિરીયલના સ્ટાર કાસ્ટની 14 વર્ષ પહેલાની એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

TMKOC ફેમ તન્મય વેકરિયાએ 14 વર્ષ જુની તસવીર કરી શેર, શું તમે ફોટોમાં ચંપકચાચાને ઓળખી શક્યા ?
TMKOC star cast photos goes viral

Follow us on

Viral Photos : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા સમયથી લોકોનું મનોરંજન કરી રહી છે. આ શોના ઘણા પાત્રો લોકોના મનમાં વસી ગયા છે. આ શોની ફેન ફોલોઈંગ (Fan Following) પણ ઘણી મજબૂત છે. જો તમે પણ આ કોમેડી શોના ચાહક છો તો વાયરલ થઈ રહેલી આ તસવીરમાંથી શું તમે ચંપક ચાચાને ઓળખી શકશો ?

14 વર્ષ પહેલાની જુની તસવીર થઈ વાયરલ

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ટીવીની દુનિયામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’સિરીયલનુ (Taarak Mehta Ka Ooltah Chasmah) મોટુ નામ છે. આ સિરીયલના સ્ટાર કાસ્ટે (Star Cast) લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. શોની દરેક સ્ટોરીની સાથે દરેક પાત્રે પણ દર્શકોનું દિલ જીતી લીધું છે. આ શોએ લોકો પર એવી છાપ છોડી છે કે તેઓ આ કલાકારોના અસલી નામ પણ ભૂલી ગયા છે અને તેમને માત્ર પાત્રોના નામથી જ ઓળખે છે. ત્યારે હાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોની 14 વર્ષ જૂની એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral) થઈ રહી છે, જેમાં ‘ચંપક ચાચા’થી લઈને ‘બાઘા’ સુધીના પાત્રોની ઓળખ કરવી મુશ્કેલ છે.

બાઘા એ સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સ્ટાર કાસ્ટની આ જૂની તસવીર અભિનેતા તન્મય વેકરિયા (Actor Tanmay Vekria) એટલે કે ‘બાઘા’ દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. આ તસવીરમાં ‘જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશીથી લઈને ‘કોમલ ભાભી’ એટલે કે અંબિકા રંજનકર જોવા મળ્યા હતા. તેમનો આ જૂનો ફોટો ઓસ્ટ્રેલિયાના પ્રવાસ સાથે સંબંધિત છે, જ્યાં આ સ્ટાર કાસ્ટ ગુજરાતી નાટક ‘દયા ભાઈ દોઢ દયા’ માટે ગયા હતા.આ તસવીરે હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે.

આ તસવીર શેર કરીને તન્મયે લખ્યુ કે, ‘કેટલીક યાદો હંમેશા આપણા હદયમાં રહે છે. વર્ષ 2007માં ગુજરાતી નાટક ‘ડાયા ભાઈ દોઢ ડાહ્યા’ માટે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો ખાસ પ્રવાસ.ચાહકો આ તસવીર શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક ચાહકે લખ્યુ કે, આ તસવીરમાં ચંપકચાચાને ઓળખી બતાવો…? જ્યારે અન્ય એક ચાહકે લખ્યુ કે,હંમેશા આ સાથ જળવાઈ રહે. આ સિવાય અન્ય કેટલાક ફેન્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : શનૈલની સગાઈ : સ્મૃતિ ઈરાનીની દિકરી શનૈલે કરી સગાઈ, ફોટો શેર કરતા સ્મૃતિએ જમાઈને આપી ચેતવણી

આ પણ વાંચો : Video : કપૂર પરિવારે આ રીતે કરી ક્રિસમસની ઉજવણી, રણબીર-આલિયા સહિત આ સ્ટાર્સ ન થયા સામેલ

Next Article