શનૈલની સગાઈ : સ્મૃતિ ઈરાનીની દિકરી શનૈલે કરી સગાઈ, ફોટો શેર કરતા સ્મૃતિએ જમાઈને આપી ચેતવણી

શનૈલની સગાઈ :  સ્મૃતિ ઈરાનીની દિકરી શનૈલે કરી સગાઈ, ફોટો શેર કરતા સ્મૃતિએ જમાઈને આપી ચેતવણી
shanelle irani engaged with boyfriend Arjun

શનૈલ સ્મૃતિ ઈરાનીના પતિ ઝુબિન ઈરાની અને તેમની પહેલી પત્ની મોનાની પુત્રી છે. શનૈલ સિવાય સ્મૃતિ ઈરાનીને વધુ બે બાળકો છે, જેનું નામ જોહર અને જોઈશ છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 26, 2021 | 2:28 PM

Viral : અભિનેત્રીમાંથી રાજકારણમાં જોડાયેલી સ્મૃતિ ઈરાનીની (Smriti Irani) પુત્રી શનૈલ ઈરાનીએ (Shanelle Irani)સગાઈ કરી લીધી છે. સ્મૃતિ ઈરાનીએ 25 ડિસેમ્બરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે, સ્મૃતિ ઈરાનીની પુત્રી શનૈલે તેના બોયફ્રેન્ડ અર્જુન ભલ્લા (Arjun Bhalla) સાથે સગાઈ કરી છે, જેની તસવીરો ભારતીય જનતા પાર્ટીના સાંસદે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને સાથે એક રમુજી પોસ્ટ પણ લખી છે.

સગાઈની તસવીરો થઈ વાયરલ

સ્મૃતિ ઈરાનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં શનૈલ અને અર્જુન ખૂબ જ સુંદર લોકેશન પર જોવા મળી રહ્યા છે. જેમાંની એક તસવીરમાં અર્જુન શનૈલને સગાઈની વીંટી પહેરાવતો જોવા મળ્યો હતો. જ્યારે બીજી તસવીર એક સેલ્ફીની છે, જેમાં શનૈલ અર્જુન સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી અને તેની સગાઈની રિંગ પણ ફ્લોન્ટ કરી રહી હતી.

સ્મૃતિ ઈરાનીએ જમાઈને ચેતવણી આપી

એકતા કપૂરની ફેમસ સીરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં તુલસીનું (Tulsi) પાત્ર ભજવનાર સ્મૃતિ ઈરાનીએ તેની પુત્રી શનૈલની સગાઈની તસવીરો (Shanelle Irani)શેર કરી અને કેપ્શનમાં લખ્યું કે, ‘આ એ માણસ માટે છે જેની પાસે હવે અમારૂ દિલ છે. અર્જુન ભલ્લા અમારા પાગલ પરિવારમાં આપનું સ્વાગત છે. તમારે સસરા તરીકે એક પાગલ માણસ સાથે વ્યવહાર કરવો પડશે અને તેનાથી પણ ખરાબ મારી સાથે એક સાસુના રૂપમાં. (તમને સત્તાવાર રીતે ચેતવણી આપી રહી છું).’

સ્મૃતિ ઈરાનીની પોસ્ટ પર ઘણા સેલેબ્સ (Celebs) અને તેમના ચાહકો તેમને પુત્રીની સગાઈ પર અભિનંદન આપી રહ્યા છે. એકતા કપૂર, મૌની રોયથી લઈને કુસ્તીબાજ ગીતા ફોગટ સુધી સૌ કોઈ શનૈલને શુભકામના આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Video : કપૂર પરિવારે આ રીતે કરી ક્રિસમસની ઉજવણી, રણબીર-આલિયા સહિત આ સ્ટાર્સ ન થયા સામેલ

આ પણ વાંચો: Big News : પનવેલ ફાર્મ હાઉસમાં સલમાન ખાનને કરડ્યો સાપ, હોસ્પિટલથી ઘરે જવા રવાના થયા અભિનેતા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati