Taapsee Pannu એ તેમની બહેન Shagun સાથે ફોટો શેર કર્યો, લખી આ વાત

|

Mar 24, 2021 | 3:57 PM

Tapsee Pannuએ હાલમાં જ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની બહેન શગુન સાથે એક ફોટો શેર કર્યો છે જેમાં તેમણે તેમની નાની બહેન માટે એક ખાસ વાત કહી છે.

Taapsee Pannu એ તેમની બહેન Shagun સાથે ફોટો શેર કર્યો, લખી આ વાત
Taapsee Pannu

Follow us on

તાપસી પન્નુની કારકિર્દીનો ગ્રાફ દિવસેને દિવસે વધતો જાય છે. આ દિવસોમાં તેમની ઘણી ફિલ્મો લાઇન પર છે. આટલું જ નહીં, તેમણે ફિલ્મોમાં શ્રેષ્ઠ પાત્રો ભજવીને સારી ફેન ફોલોઇંગ પણ કરી છે. જોકે તેમની નાની બહેન શગુન પન્નુની ફેન ફોલોઇંગ પણ કઈ ઓછી નથી. અભિનેત્રીની બહેન ભલે ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય ન હોય, પરંતુ તે તેમની મોટી બહેનની ચોક્કસ નકલ જેવી લાગે છે. હાલમાં જ તેમણે એક ફોટો શેર કર્યો છે જેમાં તેમની નાની બહેન શગુન જોવા મળી રહી છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

તાપ્સી પન્નુએ ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હંમેશા મારી રહેવા વાળી.’ આ ફોટો 5 કલાક પહેલા પોસ્ટ કરાયો હતો અને આ ફોટાને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાઈક્સ મળી ચુકયા છે. તાપ્સી તેમની બહેન શગુન પન્નુ માટે પ્રેમ બતાવતી રહેતી હોય છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તાપસીએ તેમની બહેન પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો છે. ફોટોમાં તપસી સાથે શગુન નજરે પડે છે અને બંનેએ એકબીજાને ભેટી લીધી છે. તાપસી પન્નુની નાની બહેન શગુન તેમની મોટી બહેનની ખૂબ નજીક છે. તે બંને મોટા ભાગે ક્વોલિટી ટાઈમ ગાળતાં જોવા મળે છે.

 

 

 

તમને યાદ અપાવી દઈએ કે આ તસવીર લેટેસ્ટ નથી, પરંતુ થોડા દિવસો જૂની છે. આ તસવીરોને શગુએ 1 માર્ચે તેના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જ્યારે તાપસીએ આજે ​​ફક્ત એક જ ફોટો શેર કર્યો છે, જ્યારે શગુને ત્રણ ફોટા શેર કર્યા છે. શગુનના ફોટામાં તાપ્સી બહેનના ગાલ પર કિસ કરતી જોવા મળી છે અને બંને બહેનોનો પ્રેમ દેખાઈ રહ્યો છે.

તાપ્સી પન્નુની આગામી ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક ‘શાબાશ મીટ્ટુ’, ‘રશ્મિ રોકેટ’, ‘હસીના દિલરૂબા’ અને ‘લૂપ લપેટા’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. વર્ષ 2020 ની ફિલ્મ્સની વાત કરીએ તો તાપ્સી પન્નુ ‘સાંડ કી આંખ’ અને ‘મિશન મંગલ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

 

આ પણ વાચો : Madhuri Dixit Dance Video: વહિદા રહેમાન, આશા પારેખ અને હેલેન સાથે માધુરી દીક્ષિતે કર્યો શાનદાર ડાન્સ, Video Viral

આ પણ વાચો : Happy Birthday Emraan Hashmi: ઇમરાન હાશ્મીની પત્ની તેમને આ માટે માને છે ‘અશુભ’

 

Next Article