સુષ્મિતા સેનના ભાઈ રાજીવથી ફરી અલગ થઈ અભિનેત્રી ચારુ અસોપા, જાણો શું છે કારણ ?

અભિનેત્રી ચારુએ પણ મીડિયાના પ્રશ્નો પર મૌન જાળવી રાખ્યું છે અને કહ્યું છે કે તે આ સમયે કોઈ જવાબ આપવા માંગતી નથી.

સુષ્મિતા સેનના ભાઈ રાજીવથી ફરી અલગ થઈ અભિનેત્રી ચારુ અસોપા, જાણો શું છે કારણ ?
Actress Charu asopa and Rajeev sen (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 8:39 PM

પુત્રી ઝિયાનાના જન્મ બાદ ચારુ અસોપા (Charu Asopa) અને રાજીવ સેનના (Rajeev Sen) લગ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. એવા અહેવાલો છે કે સુષ્મિતા સેનના (Sushmita Sen) ભાઈ અને ભાભીના લગ્ન જીવન સારું ચાલી રહ્યુ નથી. તમને જણાવી દઈએ કે, ટીવી અભિનેત્રી ચારુ અસોપા સેન અને અભિનેત્રી સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન બંને પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે.

બંને અવારનવાર તેમના ચાહકોને તેમની રૂટિનનો પરિચય કરાવવા માટે એકબીજાના બ્લોગ પર આવતા હતા, પરંતુ તાજેતરમાં જ બંને વચ્ચેના અંતરના સમાચાર જોરશોરથી ચાલી રહ્યા છે, આ દિવસોમાં ચારુ બિકાનેરમાં (Bikaner) તેના પિયર છે. હાલમાં જ રાજીવ સેનની એક પોસ્ટે સંકેત આપ્યો છે કે બંને ફરી અલગ થઈ ગયા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

દીકરી માટે મુસાફરી કરવી સલામત નથી

લગ્ન પછી તરત જ ચારુ અસોપા અને રાજીવ સેનના લગ્ન જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી અને અહેવાલોનુ માનીએ તો બંને અલગ રહેવા લાગ્યા હતા. જોકે, થોડા સમય બાદ બંને એકબીજા સાથે ફરી મળી ગયા અને હાલમાં જ બંને ઝિયાના નામની સુંદર દીકરીના માતા-પિતા બન્યા છે.ત્યારે હાલ થોડા મહિનાઓ બાદ ફરી તેમના અલગ થવાના સમાચારોએ જોર પકડ્યુ છે.

ચારુએ પણ મીડિયાના પ્રશ્નો પર મૌન જાળવી રાખ્યું

જો કે આ દરમિયાન, ચારુએ પણ મીડિયાના પ્રશ્નો પર મૌન જાળવી રાખ્યું છે અને કહ્યું છે કે તે આ સમયે કોઈ જવાબ આપવા માંગતી નથી. તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં ચારુ બિકાનેરમાં તેના પિયર છે અને ઘણી જગ્યાએ પ્રવાસ પણ કરી રહી છે. તાજેતરમાં જ તેણે તેનો જન્મદિવસ તેની પુત્રી સાથે ઉજવ્યો. તે સમયે રાજીવે સોશિયલ મીડિયા પર તેની પુત્રી સાથેની એક તસવીર પણ શેર કરી અને પોસ્ટ લખી, ઝિયાના…. તારા પપ્પાના ઘરે પાછા આવ, આટલી મુસાફરી કરવી તારા માટે સલામત નથી. ઘણા સમયથી તને જોઈ નથી.

સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા

રિપોર્ટ્સ અનુસાર, આ કપલે સોશિયલ મીડિયા (Social Media) પર એકબીજાને અનફોલો કરી દીધા છે. ચારુ અને રાજીવ સોશિયલ મીડિયા પર એક સાથે કોઈ તસવીરો અપલોડ કરી રહ્યાં નથી. 2020ના લોકડાઉનમાં પણ આ કપલ અલગ થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે, વર્ષ 2019માં રાજીવ સેન અને ચારુ અસોપાના ગોવામાં ધૂમધામથી લગ્ન થયા હતા.

આ પણ વાંચો : લાઈવ કોન્સર્ટ દરમિયાન સપના ચૌધરીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ, હાલ તબિયતમાં સુધારો

g clip-path="url(#clip0_868_265)">