AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushant Singh Rajput Case: CBIએ બંધ નથી કર્યો એક્ટરનો કેસ, પુણ્યતિથિ પર શેર કર્યુ અપડેટ

સુશાંતના કેસની તપાસમાં સીબીઆઈ, એનસીબી બધા લાગેલા છે. દરેક વ્યક્તિ આ કિસ્સામાં નવા અપડેટની રાહ જોઈ રહ્યા છે.

Sushant Singh Rajput Case: CBIએ બંધ નથી કર્યો એક્ટરનો કેસ, પુણ્યતિથિ પર શેર કર્યુ અપડેટ
Sushant Singh Rajput
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 14, 2021 | 8:21 PM
Share

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) ગયા વર્ષે 14 જૂને આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા. તે તેમના મુંબઈ સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. સુશાંતને આમ છોડીને જતા રહેવાના દુઃખમાંથી તેમના ચાહકો બહાર આવી શક્યા નથી. તેઓ સુશાંત માટે ન્યાયની માંગ કરતા રહે છે. સુશાંતના કેસની તપાસમાં સીબીઆઈ, એનસીબી બધા લાગેલા છે. દરેક વ્યક્તિ આ કિસ્સામાં નવા અપડેટની રાહ જોઈ રહ્યા છે.

આજે સુશાંતની પુણ્યતિથિ પર સીબીઆઈએ કહ્યું છે કે આ કેસ બંધ નથી થયો. અહેવાલો અનુસાર આ કેસની તપાસ ચાલી રહી છે. એક રિપોર્ટ મુજબ સીબીઆઈના સૂત્રોએ કહ્યું છે કે એમ કહેવું ખોટું હશે કે સુશાંત સિંહ રાજપૂતનો કેસ બંધ કરવામાં આવ્યો છે. તપાસ હજી ચાલુ છે અને અમે દરેક એંગલથી તપાસ કરી રહ્યા છીએ.

એનસીબીએ સિદ્ધાર્થ પિઠાણીની ધરપકડ કરી

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યા બાદ એનસીબીએ ઘણા ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરી હતી. આ સાથે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિકની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રિયા લગભગ 1 મહિના સુધી જેલમાં હતી.

ત્યારબાદ તેને જામીન મળી ગયા હતી. તાજેતરમાં જ એનસીબીએ આ કેસમાં સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાણીની ધરપકડ કરી છે. સિદ્ધાર્થ હાલમાં એનસીબીની કસ્ટડીમાં છે. સિદ્ધાર્થની ધરપકડ કરવામાં આવ્યા પછી એનસીબી દ્વારા તેમના નોકરોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

રિયાનું નિવેદન આવ્યું સામે

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીએ એનસીબી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું, તે તાજેતરમાં જ સામે આવ્યું છે. આ નિવેદનમાં રિયાએ કહ્યું હતું કે સુશાંત તેને મળ્યા તે પહેલાં ડ્રગ્સ લેતા હતા અને તેના પરિવારને આ વાતની જાણકારી હતી. તેણે પરિવાર પર આરોપ લગાવ્યો છે કે સુશાંતની બહેને તેમને કેટલીક દવાઓનું સેવન કરવાનું કહ્યું હતું જે ડ્રગ્સ હતી. આ દવાઓ સુશાંતના મૃત્યુનું કારણ બની શકે છે.

આજે સુશાંતની પુણ્યતિથિ પર તેમના ચાહકો અને મિત્રો તેમને યાદ કરી રહ્યા છે. તેમના ચાહકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ શેર કરી છે. ભૂમિ પેડનેકર (Bhumi Pednekar), સંજના સાંઘી (Sanjana Sanghi ) સહિતના ઘણા સેલેબ્સે પણ આ દિવસે સુશાંતને યાદ કર્યા છે.

આ પણ વાંચો: SSR Death Anniversary: સુશાંતસિંહ રાજપૂતની પ્રથમ પૂણ્યતિથિ પર જુઓ તેમની કોલેજ સાથે સંબંધિત 10 યાદ

Follow Us
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
g clip-path="url(#clip0_868_265)">