AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આખરે જાહેર થઈ ‘Toxic’ ની નવી રિલીઝ ડેટ, જાણો હવે ક્યારે સિનેમાઘરોમાં આવશે ‘ફિલ્મ’

સાઉથ સુપરસ્ટાર યશના ફેન્સ માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. તેની મોસ્ટ અવેટેડ એક્શન થ્રિલર ફિલ્મ 'ટોક્સિક' ની નવી રિલીઝ ડેટની લાંબી રાહ આખરે પૂરી થઈ ગઈ છે.

Breaking News: આખરે જાહેર થઈ 'Toxic' ની નવી રિલીઝ ડેટ, જાણો હવે ક્યારે સિનેમાઘરોમાં આવશે 'ફિલ્મ'
| Updated on: Jun 21, 2026 | 8:44 PM
Share

યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટોક્સિકઃ એ ફેયરી ટેલ ફોર ગ્રોન અપ્સ’ (Toxic: A Fairy Tale for Grown-Ups) ની જ્યારથી જાહેરાત થઈ છે, ત્યારથી દર્શકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પહેલા આ ફિલ્મ 19 માર્ચે રિલીઝ થવાની હતી પરંતુ મેકર્સે છેલ્લી ઘડીએ ફિલ્મને પોસ્ટપોન (આગળ ધકેલવાની) કરવાની જાહેરાત કરી દીધી હતી.

ત્યારથી જ દર્શકો ‘ટોક્સિક’ની નવી રિલીઝ ડેટની રાહ જોઈ રહ્યા હતા, જેનો અંત આખરે આજે આવી ગયો છે. મેકર્સે રવિવારે ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે, જે મુજબ દર્શકોએ આ ફિલ્મ જોવા માટે હજી 2 મહિનાની રાહ જોવી પડશે.

ટોક્સિકની નવી ‘રિલીઝ ડેટ’

મેકર્સે રવિવાર, 21 જૂન, 2026 ના રોજ આ ફિલ્મને લઈને નવું અપડેટ શેર કર્યું છે. સોશિયલ મીડિયા પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતાં મેકર્સે જણાવ્યું કે, હવે આ ફિલ્મ ઓણમના તહેવાર દરમિયાન 26 ઓગસ્ટ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ડિરેક્ટર ગીતુ મોહનદાસે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક નવું પોસ્ટર શેર કરીને આ માહિતી આપી છે, જેનાથી યશના ફેન્સની ખુશીનો પાર નથી રહ્યો.

‘Toxic’ ની નવી રિલીઝ ડેટની જાહેરાત

રવિવારે ફિલ્મમેકર ગીતુ મોહનદાસે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનું એક નવું પોસ્ટર શેર કર્યું અને ફિલ્મની નવી રિલીઝ ડેટની માહિતી પણ આપી. આ પોસ્ટરમાં મોટા અક્ષરોમાં ’26-08-26 ગ્લોબલ રિલીઝ’લખ્યું છે. પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું, “સૌથી આનંદદાયક ઓણમ તહેવાર આવી રહ્યો છે. ટોક્સિક 26-08-2026 થી વિશ્વભરના સિનેમાઘરોમાં” રિલીઝ થશે.

ઘણી વખત ટળી ચૂકી છે ‘રિલીઝ’

જણાવી દઈએ કે, યશ સ્ટારર આ એક્શન થ્રિલર ‘ટોક્સિક’ની રિલીઝ ઘણી વખત ટાળવામાં આવી છે. પહેલા આ ફિલ્મ 19 માર્ચ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જો એવું થયું હોત તો બોક્સ ઓફિસ પર તેની ટક્કર રણવીર સિંહની ‘ધુરંધર: ધ રિવેન્જ’ સાથે થવાની હતી, જે આ વર્ષની સૌથી સફળ ફિલ્મ બની ચૂકી છે અને દેશની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.

આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ મેકર્સે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી અનિશ્ચિતતાનો હવાલો આપીને તેને 4 જૂન સુધી ટાળી દીધી હતી. હવે મેકર્સે ફિલ્મની નવી રિલીઝ ડેટ અનાઉન્સ કરી દીધી છે, જે મુજબ ફિલ્મ 26 ઓગસ્ટ 2026 ના રોજ રિલીઝ થશે.

ગ્લેમર્સની દુનિયા છોડી પતિ સાથે યોગ સ્ટુડિયો ચલાવે છે, અમદાવાદની આ અભિનેત્રી, જુઓ ફોટો

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
g clip-path="url(#clip0_868_265)">