જુહી ચાવલા બાદ હવે આ સુપરસ્ટારને પણ કોર્ટે ફટકાર્યો દંડ, રકમ અને કારણ જાણીને તમે ચોંકી જશો

સાઉથના સુપરસ્ટાર વિજયને મદ્રાસ હાઈકોર્ટે મોટી ફટકાર લગાવી છે. વિજયન એતેની મોંઘી ગાડીનો ટેક્સ ભરવા સહીત દંડ પણ ભરવાનું કહ્યું છે.

જુહી ચાવલા બાદ હવે આ સુપરસ્ટારને પણ કોર્ટે ફટકાર્યો દંડ, રકમ અને કારણ જાણીને તમે ચોંકી જશો
Superstar Vijay was fined 1 lakh by the High Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 1:32 PM

લગભગ એકાદ મહિના પહેલા અભિનેત્રી જુહી ચાવલા પર 20 લાખનો જંગી દંડ લાદતાં દિલ્હી હાઈકોર્ટે તેમની 5 જી રોલ આઉટ સામેની અરજી ફગાવી દીધી હતી. એ સમયે કોર્ટે દંડ ફટકારીને જુહી ચાવલાને વધુ એક મોટો ઝટકો આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે અરજદારે કાનૂની પ્રક્રિયાનો દુરૂપયોગ કર્યો હતો. હવે મદ્રાસ કોર્ટે સાઉથના એક મોટા અભિનેતાને દંડ ફટકાર્યો છે. જોકે તેની પાછળનું કારણ અલગ છે.

તમિલ સુપરસ્ટાર વિજય (Thalapathy Vijay)ને મદ્રાસ કોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે (Madras high court) તેને એક લાખનો દંડ પણ આપ્યો છે. આ દંડ લક્ઝરી કાર રોલ્સ રોયલ્સનો એન્ટ્રી ટેક્સ ના ચૂકાવવા માટે લગાવ્યો છે. આ રકમ તમિલનાડુ મુખ્યમંત્રી કોવિડ ફંડમાં જમા કરાવવામાં આવશે.

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એસ.એમ. સુબ્રમણ્યમે વિજય પર કરચોરી બદલ આ દંડ ફટકાર્યો છે. દંડ ફટકારતા સમયે કોર્ટે કડક શબ્દોમાં વિજયને સંભળાવ્યું પણ હતું. વિજય દ્વારા તેના એક ફેન ગ્રુપ તરફથી કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા ન્યાયાધીશે તેના આદેશમાં કહ્યું, “જે ફેન્સ આવા કલાકારોને વાસ્તવિક જીવનના નાયક તરીકે જુએ છે, તેવા કલાકારો તમિલનાડુ જેવા રાજ્યમાં શાસક બની બેઠા છે. ફિલ્મોમાં કામ કરતા હીરો પાસેથી ટેક્સ ચોરીની અપેક્ષા કરી શકાતી નથી કારણ કે આ વલણ એન્ટી નેશનલ અને ગેરબંધારણીય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ વિશે ટિપ્પણી કરતા ન્યાયાધીશ સુબ્રમણ્યમે વધુમાં કહ્યું કે, “આ અભિનેતાઓ પોતાને સમાજમાં સામાજિક ન્યાય અપાવવાના ચેમ્પિયન તરીકે રજૂ કરે છે. તેમની ફિલ્મો સમાજમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ હોય છે પરંતુ આ લોકો ટેક્સથી દૂર રહે છે જે માન્ય નથી.” તેમને ફટકાર લગાવતા અગાળ કહ્યું કે જ્યારે સામાન્ય માણસને કર ચૂકવવા અને કાયદાનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, ત્યારે ધનિક અને પ્રભાવશાળી લોકો કર ચૂકવવા માંગતા નથી.”

કોર્ટે કહ્યું કે અભિનેતાને તેના લાખો ચાહકોની ભાવનાઓને સમજવી જોઈએ કે, જેઓ તેમની ફિલ્મની ટીકીટ ખરીદીને ફિલ્મ જુએ છે, એમના કારણે આટલી મોંઘી કાર આવી છે. કોર્ટે વિજયને બે અઠવાડિયામાં વેરા વિભાગને તેની બાકી રકમ ચૂકવવા નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે વિજયની કારની કિંમતના હિસાબે 20% ટેક્સ લાગતો હોય છે.

આ પણ વાંચો: ના હોય, જેલમાં જલસા! હવે જેલમાં કેદીઓને મળશે એવા મિષ્ઠાન અને પકવાન જે તમે પણ નહીં ખાતા હોવ, જાણો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">