સુપરસ્ટાર Rajinikanth એ કાલના દિવસને જણાવ્યો ખાસ, સિનેમાનું સર્વોચ્ચ સન્માન મેળવવાની સાથે સાથે દીકરીની એપ પણ કરશે લોન્ચ

|

Oct 24, 2021 | 8:35 PM

અભિનેતા રજનીકાંત (Rajinikanth) ને આવતીકાલે 25 ઓક્ટોબરે નવી દિલ્હીમાં ભારત સરકાર દ્વારા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સમારંભમાં જતા પહેલા, રજનીકાંતે, મીડિયા સાથેની વાતચીત દરમિયાન, એવોર્ડને ખૂબ જ ખાસ ગણાવ્યો હતો.

સુપરસ્ટાર Rajinikanth એ કાલના દિવસને જણાવ્યો ખાસ, સિનેમાનું સર્વોચ્ચ સન્માન મેળવવાની સાથે સાથે દીકરીની એપ પણ કરશે લોન્ચ
Rajinikanth

Follow us on

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth) ભારતીય સિનેમાના પીઢ અભિનેતા છે. તેમણે પોતાની સ્ટાઈલથી માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડના દર્શકોમાં પણ એક ખાસ ઓળખ બનાવી છે. સુપરસ્ટાર રજનીકાંતને આ વખતે સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત સમ્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. સાઉથના સુપરસ્ટારે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે અને સાથે જ તેમની પુત્રીની એપ લોન્ચની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે.

આવતીકાલે ભારત સરકાર દ્વારા સિનેમાનો સર્વોચ્ચ એવોર્ડ મળશે

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

અભિનેતા રજનીકાંતને આવતીકાલે એટલે કે 25 ઓક્ટોબરે નવી દિલ્હીમાં ભારત સરકાર દ્વારા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સમારોહમાં જતા પહેલા રજનીકાંતે મીડિયા સાથે વાતચીત દરમિયાન આ એવોર્ડને ખૂબ જ ખાસ ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે તેમને આશા નહોતી કે તેમને ક્યારેય આ સન્માન મળશે. આ દરમિયાન, તેમણે તેમના ગુરુ કેબી સરને પણ યાદ કર્યા. આ સાથે, તેમણે ટ્વિટ દ્વારા તેમના તમામ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો.

 

ટ્વીટ કરીને જણાવ્યું કે દિકરીનાં એપ લોન્ચ કરવા વિશે

રજનીકાંતે ટ્વિટમાં એક પત્ર શેર કરીને પોતાના ચાહકોને પોતાનો સંદેશ આપ્યો. તે પત્રમાં લખવામાં આવ્યું હતું કે આવતીકાલે મારા માટે મોટી ઉપલબ્ધિયો સાથે ખૂબ જ મહત્વપૂર્ણ અવસર બનવાનો છે. એક, ભારત સરકાર દ્વારા દાદાસાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત થશે લોકોના પ્રેમ અને સમર્થનને કારણે. બીજું મારી પુત્રી સૌંદર્ય વિશગન તેના સ્વતંત્ર પ્રયાસોથી એક એપ તૈયાર કરી છે, જેનું નામ ‘હૂટે’ (Hoote) છે અને આવતીકાલે તે તેને દુનિયા સમક્ષ રજૂ કરવા જઈ રહી છે.

લોકો હવે તેમનો અવાજ, તેમના વિચારો અને ઇચ્છાઓ તે જ રીતે વ્યક્ત કરી શકશે જેમ તેઓ પોતાની ભાષામાં લખે છે અથવા વ્યક્ત કરે છે. હું આ નવી નવીનીકરણ શરૂ કરવા માટે ખૂબ જ ખુશી મહેસૂસ કરી રહ્યો છું, આ પ્રકારનો આ ઉપયોગી હૂટે પ્રથમ વખત મારા અવાજમાં હશે.

તમને જણાવી દઈએ કે, રજનીકાંતની પુત્રી સૌંદર્યાએ એક એપ બનાવી છે જેને તે આવતીકાલે દુનિયાની સામે લોન્ચ કરવા જઈ રહી છે. તે પોતાના પિતા સુપરસ્ટાર રજનીકાંત પાસેથી આ એપ લોન્ચ કરાવવા જઈ રહી છે. એક પિતા તરીકે તેમની ખુશી રજનીકાંતે પોતાના ટ્વિટર પર શેર કરી છે. આ સાથે આવતીકાલે રજનીકાંતને સિનેમાનું સર્વોચ્ચ સન્માન પણ પ્રાપ્ત કરશે.

 

 

આ પણ વાંચો :- karwa chauth Songs : આજના ખાસ પ્રસંગે તમારા જીવનસાથી સાથે સાંભળો આ રોમેન્ટિક ગીતો

આ પણ વાંચો :- સલમાન ખાનની ફિલ્મ Antimનું ધમાકેદાર મોશન પોસ્ટર આવ્યું સામે, આ દિવસે રિલીઝ થશે ટ્રેલર

Next Article