AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

karwa chauth Songs : આજના ખાસ પ્રસંગે તમારા જીવનસાથી સાથે સાંભળો આ રોમેન્ટિક ગીતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 4:37 PM
Share

આજે, કરવા ચોથ 2021 (Karwa Chauth 2021) ના ​​ખાસ તહેવાર પર, તમે તમારા પાર્ટનરને ખાસ અનુભવ કરાવવા માટે એક બોલિવૂડ ગીત તેમને ડેડિકેટ કરી શકો છો.

આજે, કરવા ચોથ 2021 (Karwa Chauth 2021) નો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ દિવસે પત્નીઓ પોતાના પતિની લાંબી આયુષ્ય માટે વ્રત રાખે છે. મહિલાઓ ચંદ્રના દર્શન કર્યા પછી જ ઉપવાસ તોડે છે. બોલિવૂડથી લઈને ટીવી સેલેબ્સ આ તહેવારની ઉજવણી કરે છે. બોલિવૂડમાં દરેક તહેવાર પર ગીતો બનાવવામાં આવે છે. તે સાંભળવાથી તમારો દિવસ બની જાય છે.

કરવ ચોથના તહેવારની ઉજવણી બોલિવૂડની ફિલ્મોમાં પણ ઘણી વખત બતાવવામાં આવી છે અને તેના પર ઘણા ગીતો પણ બનાવવામાં આવ્યા છે. આજે કરવા ચોથના અવસર પર અમે તમને આ રોમેન્ટિક ગીતો વિશે જણાવીએ જેને તમે તમારા પાર્ટનર સાથે સાંભળી શકો છો.

ચાંદ છુપા બાદલ મેં

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમનું ગીત ચાંદ છુપા બાદલ મેં આજના તહેવાર માટે એકદમ ફિટ બેસે છે.

 

બોલે ચૂડિયાં

કભી ખુશી કભી ગમ ફિલ્મનું બોલે ચુડિયા ગીત કરવા ચોથ નિમિત્તે ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતમાં કરીના કપૂર, કાજોલ, શાહરુખ ખાન અને હૃતિક રોશન ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

 

યૂં શબનમી

રણબીર કપૂરની પહેલી ફિલ્મ સાંવરિયાનું ગીત યું શબનમી ખૂબ જ હિટ રહ્યું હતું. ચંદ્ર વિશે ફિલ્માવાયેલ આ રોમેન્ટિક ગીત આજના ખાસ દિવસે તમે સાંભળી શકો છો. આ ફિલ્મમાં રણબીર સાથે સોનમ કપૂર લીડ રોલમાં જોવા મળી હતી.

 

ચાંદ સિફારિશ

આમિર ખાન અને કાજોલની ફિલ્મ ફનાહનું ગીત ચાંદ સિફારિશ આ ફિલ્મની જેમ સુપરહિટ સાબિત થયું હતું. કરવા ચોથ નિમિત્તે તમે તમારા જીવનસાથી સાથે આ ગીત સાંભળી શકો છો. આ ગીત કૈલાશ ખેર અને શાને ગાયું છે.

 

સાજન સાજવ તેરી દુલ્હન

તમે આજે ફિલ્મનું આરઝૂનું ગીત સાજન સાજન તેરી ભી ગીત સાંભળી શકો છો. આ ગીત અક્ષય કુમાર અને માધુરી દીક્ષિત પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીત અલ્કા યાજ્ઞિકે ગાયું છે.

 

ઘર આજા પરદેશી

શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનું ગીત ઘર ​​આજા પરદેશી આજે પણ લોકોની પસંદ છે. આ ગીતમાં કરવા ચોથ વિશે જણાવવામાં આવ્યું છે.

 

 

આ પણ વાંચો :- OMG 2: અક્ષય કુમારે શરૂ કર્યું ફિલ્મનું શૂટિંગ, ભગવાન શિવના અવતારમાં શેર કર્યું પોસ્ટર

આ પણ વાંચો :- કાજોલનો બેયર ગ્રિલ્સના શોમાં ચોંકાવનારો ખુલાસો, અજય દેવગણને છે આ ગંભીર બિમારી

g clip-path="url(#clip0_868_265)">