OMG: સુપરસ્ટાર ધનુષ નવા ઘર પાછળ ખર્ચશે 150 કરોડ રૂપિયા, જાણો શું હશે વિશેષતા

ધનુષ ચેન્નઈમાં નવું બનાવડાવી રહ્યા છે. તે ચેન્નાઈના પોએસ ગાર્ડનમાં એક મકાન માટે જંગી રકમ ખર્ચ કરવા જતા રહી હોય તેવું સામે આવ્યું છે.

OMG: સુપરસ્ટાર ધનુષ નવા ઘર પાછળ ખર્ચશે 150 કરોડ રૂપિયા, જાણો શું હશે વિશેષતા
ધનુષ (પ્રતિકાત્મક તસ્વીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 1:44 PM

સાઉથના સુપરસ્ટાર ધનુષે ઘણી બધી હીટ ફિલ્મો આપી છે અને તેના ફેન્સ પણ ઘણા છે. ધનુષ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ફિલ્મો ઉપરાંત ધનુષ તેની જીવનશૈલી માટે પણ જાણીતા છે. સુપરસ્ટાર રજનીકાંતના જમાઈ ધનુષ રાજા મહારાજાની જેમ જિંદગી જીવે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ધનુષ ચેન્નઈમાં પોતાનું નવું ઘર બંધાવાનો છે. તે ચેન્નાઈના પોએસ ગાર્ડનમાં એક મકાન માટે જંગી રકમ ખર્ચ કરવા જતા રહી હોય તેવું સામે આવ્યું છે.

ધનુષનું આ નવું ઘર ચાર માળનું હશે. ખાસ વાત એ છે કે તેના સસરા રજનીકાંત પણ આ વિસ્તારમાં રહે છે. ભૂતકાળમાં ધનુષે આ સ્થાન પર ‘ભૂમિપૂજન’ પણ કર્યું હતું, તે પ્રસંગે રજનીકાંત પણ હાજર રહ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિશેષતા એ છે કે ધનુષનું આ ઘર 19000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. તેને બનાવવા માટે લગભગ 150 કરોડનો ખર્ચ થશે. તમને જણાવી દઈએ કે ધનુષ હાલમાં અમેરિકા છે અને તે એક વેબ સિરીઝનું શૂટિંગ કરી રહ્યો છે. આ વેબ સીરીઝનું નામ છે ‘ધ ગ્રે મેન’.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ધ ગ્રે મેન વિશે ધનુષે કહ્યું હતું કે, હું એ જાહેરાત કરીને ખુશ છું કે હું વેબ સિરીઝ ધ ગ્રે મેનમાં કામ કરીશ. મારા સિવાય રિયાન કોસલિંગ અને ક્રિસ ઇવાન્સની આમાં મહત્વની ભૂમિકા રહેશે. તેનું નિર્દેશન ધ રુસો બ્રધર્સ કરશે. હું આ અદ્ભુત પ્રોજેક્ટનો એક ભાગ છું અને ખૂબ આનંદ અનુભવું છું. મારા ચાહકોનો આભાર કે જેઓ આખા વિશ્વમાં ફેલાયેલા છે અને મને પ્રેમ કરે છે. આ ઉપરાંત ધનુષ આાનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને સારા અલી ખાનની પણ મહત્વની ભૂમિકા છે.

તમને જણાવી દઈએ કે ધનુષે 18 નવેમ્બર 2004 ના રોજ રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન તમિલ રિવાજો મુજબ થયાં હતાં, જેમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, રિસેપ્શનમાં આવતા મહેમાનોને કાર્ડ બતાવીને અંદર આવવા વિનંતી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પરિણીતી ચોપરાએ તેના પ્રથમ પ્રેમ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, જણાવ્યું બ્રેકઅપ થયાનું કારણ

આ પણ વાંચો: ગર્વ છે ગુજરાતને: 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો થકી 9 રાજ્યોમાં આટલા ટન ઓક્સિજન સપ્લાય

g clip-path="url(#clip0_868_265)">