પરિણીતી ચોપરાએ તેના પ્રથમ પ્રેમ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, જણાવ્યું બ્રેકઅપ થયાનું કારણ

પરિણીતી ચોપરાના પ્રથમ પ્રેમ અને બ્રેકઅપ થયાના કારણ વિશે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ચાલો જાણીએ અભિનેત્રી વિશે કેટલીક અજાણી વાતો.

પરિણીતી ચોપરાએ તેના પ્રથમ પ્રેમ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, જણાવ્યું બ્રેકઅપ થયાનું કારણ
પરિણીતી ચોપરા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 1:08 PM

પરિણીતી ચોપરાના સ્ટાર હવે ચાલવા લાગ્યા છે. આ વર્ષે અભિનેત્રીની બે નહીં પરંતુ ત્રણ ફિલ્મો એક પછી એક રિલીઝ થઈ રહી છે. પરિણીતી ધ ગર્લ ઓન ધ ટ્રેન, સાઇના અને સંદીપ ઔર પિંકી ફારાર જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ નિભાવી રહી છે.

પરિણીતી તેના અંગત સંબંધોને લઈને ભાગ્યે જ ચર્ચામાં રહે છે. પરંતુ એક ખાનગી સમચારના અહેવાલ અનુસાર તેણે તેના જીવનના પ્રથમ પરમ સંબંધ વિશે જણાવ્યું હતું. અહેવાલ અનુસાર પરી હાલમાં કોઈને ડેટ નથી કરી રહી પરંતુ તેણે તેના પહેલા પ્રેમ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

અહેવાલ અનુસાર અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું તે કોઈને ડેટ કરે છે. તો તેણે જવાબ આપ્યો “ના.” પોતાના અંગત જીવનને લઈને આવતી અફવાઓ વચ્ચે અભિનેત્રીએ સાફ કરી દીધું છે કે તે હમણા સિંગલ છે. પરંતુ તેણે તેના પહેલા પ્રેમ વિશે વાત કરતા કહ્યું કે જ્યારે તે યુનિવર્સિટીમાં હતી ત્યારે તેને પહેલીવાર પ્રેમ થયો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ સંબંધ વિશે આગળ વાત કરતા પરીએ જણાવ્યું કે “અમે અલગ થઇ ગયા કારણકે અમારે થવું જોઈતું હતું. તે ખુબ જ ભયાનક હતું.” આ અહેવાલ પ્રમાણે સાફ છે કે પરિણીતી તેના પહેલા રિલેશનશિપથી ખુશ ન હતી.

અભિનેત્રીએ આગળ તેની પસંદ વિશે વાત કરતા જણાવ્યું કે “બુદ્ધિ અને વિનોદીની ભાવના (હ્યુમર) જેવા ગુણો તેને આકર્ષિત કરે છે.”

બ્રેકઅપના દુઃખ વિશે વાત કરતા કરીએ તો એમાં કોઈ શંકા નથી કે બ્રેકઅપ કોઈ પણ માટે સરળ નથી. સંબંધોનો અંત ફક્ત ઉદાસી, ક્રોધ, તાણ અને એકલતાની લાગણી પેદા કરે છે, પણ તેમાંથી બહાર આવવું પણ ખૂબ મુશ્કેલ છે. જ્યારે કેટલાક લોકો બ્રેકઅપની લાગણીને ઝડપથી સ્વીકારીને તેમના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરે છે, જ્યારે ઘણા લોકો માટે આ હતાશાનો સામનો કરવામાં લાંબો સમય લાગે છે.

અગાઉના એક અહેવાલ પ્રમાણે પરિણીતીએ પણ બ્રેકઅપ બાદ તેમાંથી લાંબા સમયે બહાર આવી હતી. અહેવાલ અનુસાર બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપડા માટે બ્રેકઅપની પીડા એટલી ભયાનક હતી કે તેણે પોતાને નફરત કરવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો: ગર્વ છે ગુજરાતને: 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો થકી 9 રાજ્યોમાં આટલા ટન ઓક્સિજન સપ્લાય

આ પણ વાંચો: Hardik Pandya ની પત્નિ નતાશા સ્ટેનકોવિકે શેર કર્યો બોલ્ડ અંદાજનો વિડીયો, થવા લાગ્યો વાયરલ જુઓ

g clip-path="url(#clip0_868_265)">