અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલાથી બોલિવૂડ સેલેબ્સ દુઃખી, જાણો રિયાથી લઈને કંગના સુધીની પ્રતિક્રિયા
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદથી પરિસ્થિતિ ભયજનક થઇ છે, લોકો કોઈ પણ સામાન લીધા વગર દેશ છોડીને ભાગી રહ્યા છે. આવી સ્થિતિમાં બોલિવૂડ સેલેબ્સે પણ આ સ્થિતિ પર પોતાના વિચારો રજુ કર્યા.
અફઘાનિસ્તાન હવે લગભગ સંપૂર્ણપણે તાલિબાનના (Taliban In Afghanistan) કબજામાં છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને નાટો દેશોની સેના પાછી ખેંચાયા બાદ ત્યાંની નાગરિક સરકાર પડી ભાંગી ગઈ છે. એટલું જ નહીં, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ દેશ છોડી દીધો છે. આવી સ્થિતિમાં, આ સમયે ત્યાંની પરિસ્થિતિ એકદમ ભયાનક છે.
આવી સ્થિતિ જોઈને બધા ડરી ગયા છે. હવે લોકો કોઈ પણ સામાન લીધા વગર દેશ છોડીને ભાગી રહ્યા છે. આ ભયાનક પરિસ્થિતિ જોઈને, બોલિવૂડ સેલેબ્સ પણ શોકમાં ડૂબી ગયા છે, અને સોશિયલ મીડિયા પર અલગ અલગ રીતે પોસ્ટ કરી રહ્યા છે.
બોલિવૂડ સેલેબ્સે પ્રતિક્રિયા આપી
તમને જણાવી દઈએ કે એક ફોટો પોસ્ટ કરતી વખતે, કંગના રનૌતે (Kangana Ranaut) કહ્યું છે કે આજે આપણે બધું ચૂપચાપ જોઈ રહ્યા છીએ, કાલે તે આપણી સાથે પણ થઈ શકે છે. સારું થયું હું CAA માટે લડી, હું આખી દુનિયાને બચાવવા માંગુ છું પણ મારે તેની શરૂઆત આપણા ઘરેથી કરવી પડશે.
ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરતી વખતે રિયા ચક્રવર્તીએ (Rhea Chakraborty) લખ્યું કે એક તરફ દુનિયા પૈસા માટે લડી રહી છે, બીજી તરફ અફઘાનિસ્તાનમાં મહિલાઓને વેચવામાં આવી રહી છે, જ્યાં મહિલાઓ એક સામાન બની ગઈ છે. આ મહિલાઓની આવી સ્થિતિ જોઈને મારું દિલ તૂટી જાય છે.
એટલું જ નહીં, ફિલ્મ નિર્માતા શેખર કપૂરે આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને ટ્વિટ કરીને લખ્યું કે અફઘાનિસ્તાનના લોકો માટે ખાસ પ્રાર્થના. વિદેશી શક્તિઓની વસાહતી મહત્વાકાંક્ષાઓના કારણે એક દેશ તૂટી ગયો છે અને બરબાદ થઈ ગયો છે.
https://twitter.com/shekharkapur/status/1427119994886713350
આ સિવાય આલિયા ભટ્ટની માતા અને અભિનેત્રી સોની રાઝદાને ટ્વીટ કરીને લખ્યું કે જ્યારે એક દેશ પોતાની સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો હતો ત્યારે બીજો દેશ તેની સ્વતંત્રતા ગુમાવી રહ્યો છે, શું દુનિયા છે.
While one country celebrates their Independence another loses theirs … what a world this is
— Soni Razdan (@Soni_Razdan) August 15, 2021
ટિસ્કાએ લખ્યું છે કે કાબુલ ખૂબ જ સુંદર હતું, હું ત્યાં જ મોટી થઇ. પરંતુ હવે જે થઈ રહ્યું છે તે મારું હૃદય તોડી નાખે છે, ખૂબ જ સુંદર પરંતુ દુઃખી દેશની શાંતિ માટે પ્રાર્થના કરી રહી છું.
Growing up in #Kabul was unforgettably beautiful .. what has happened is heartbreaking .. Sending peace to this stunningly beautiful yet tragic country .. #KabulFalls #Afghanistan pic.twitter.com/5VCwwgfWfz
— Tisca Chopra (@tiscatime) August 16, 2021
સુનીલ શેટ્ટીએ લખ્યું છે કે અફઘાનિસ્તાનથી બહાર આવી રહેલી તસવીરો જોઈને હું ખૂબ જ દુખી છું. જેમ આપણા અને આપણા જેવા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. #માનવતા માટે પ્રાર્થના #શાંતિ માટે પ્રાર્થના. #HealTheWorld ના લોકો. આ આપણી જ દુનિયા છે.
આ પણ વાંચો: Shershaahમાં કેપ્ટન વિક્રમ બત્રાના અંતિમ સંસ્કારનું દ્રશ્ય જોઈને રડી પડી કિયારા અડવાણી, વાયરલ થયો વીડિયો
આ પણ વાંચો: TMKOC:જેઠાલાલની જલેબી-ફાફડા પાર્ટીમાં ડોક્ટર હાથીએ એવું શું કર્યું કે બધા થઈ ગયા હેરાન, વાંચો