RRR Sequel : શું જુનિયર NTR અને રામ ચરણની ફિલ્મ ‘RRR’ ની સિક્વલ બનશે ? એસએસ રાજામૌલીએ કર્યો ખુલાસો

'RRR'માં (Film RRR)સ્વતંત્ર ભારતના બે યુવાનોની કહાની છે. આ ફિલ્મમાં બે સ્વાતંત્ર્ય સેનાનીઓ કોમારામ ભીમ અને અલ્લુરી સીતારામ રાજુની મિત્રતા (Friendship) અને તેમના સ્વાતંત્ર્ય સંગ્રામની કહાની દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

RRR Sequel : શું જુનિયર NTR અને રામ ચરણની ફિલ્મ 'RRR' ની સિક્વલ બનશે ? એસએસ રાજામૌલીએ કર્યો ખુલાસો
ss rajamouli revealed he will make RRR sequel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 9:50 AM

એસએસ રાજામૌલી  (SS Rajamouli) દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘RRR’નો (Film RRR) દર્શકોમાં ઘણો ક્રેઝ છે. હાલમાં જ રિલીઝ થયેલી આ ફિલ્મ ટૂંક સમયમાં 1000 કરોડનો બિઝનેસ કરવા જઈ રહી છે. ફિલ્મની આટલી મોટી સફળતા જોઈને બુધવારે મુંબઈમાં સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ફિલ્મની ટીમની સાથે સાથે અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન ફિલ્મના મુખ્ય કલાકારો જુનિયર એનટીઆર (Junior NTR) અને રામ ચરણ (Ram Charan)સાથે એસએસ રાજામૌલીએ પણ મીડિયાને સંબોધન કર્યું હતું. મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાજામૌલીએ એવો સંકેત આપ્યો હતો કે તેઓ ફિલ્મ ‘RRR’ની સિક્વલ (Sequel of Film RRR)બનાવી શકે છે.

શું રાજામૌલી ‘RRR’ની સિક્વલ બનાવશે ?

જુનિયર NTR ‘RRR’ની સિક્વલ વિશે જણાવનાર સૌપ્રથમ હતા. જુનિયર એનટીઆરએ ઈચ્છા વ્યક્ત કરી કે ‘RRR’ની સિક્વલ હોવી જોઈએ. અભિનેતાએ કહ્યું કે રાજામૌલી સરને ‘RRR 2’ બનાવવાની જરૂર છે. આ કહાનીનું કોઈ નિષ્કર્ષ હોવું જોઈએ. હું આજે કોઈની સાથે વાત કરી રહ્યો હતો અને મને ખબર નથી કે મેં આવું કેમ કહ્યું, પરંતુ મેં કહ્યું કે ‘RRR’ એક ફ્રેન્ચાઈઝી છે. આશા છે કે આ શબ્દો સાચા પડશે.

NTRની વાત પૂરી થતાં જ રામ ચરણે તરત જ પોતાનો અભિપ્રાય આપ્યો અને કહ્યું કે NTR પહેલા ‘RRR’ને રિલીઝ થવા દીધી, પછી સિક્વલ વિશે વિચાર્યું. જો રાજામૌલી સર ‘RRR 2’ બનાવવાનું વિચારશે તો અમે બધા ફરી સાથે કામ કરીને ખુશ થઈશું. આશા રાખું છું કે ભાઈ તમારી ઈચ્છા પૂરી થશે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

રાજામૌલીએ ‘RRR’ની સિક્વલ પર કર્યો ખુલાસો

TOI રિપોર્ટ અનુસાર, એસએસ રાજામૌલીએ ‘RRR’ની સિક્વલ વિશે વાત કરતા કહ્યું કે અમે 2020માં ‘RRR’ બનાવી અને આ વર્ષ 2022 છે. ‘RRR’ ની ભવ્ય સફળતા પછી સિક્વલ બનાવવી મારા માટે ખૂબ જ આનંદની વાત હશે, માત્ર એટલા માટે નહીં કે ‘RRR’ બોક્સ ઓફિસ પર શું કમાલ (RRR Box Office Collection) કરશે, પણ એટલા માટે કે મને મારા બે ભાઈઓ સાથે વધુ સમય વિતાવવા મળશે. તે મારા માટે વધુ રોમાંચક હશે, પરંતુ સમય પસાર થવા દો અને જોઈએ કે આગળ શું થાય છે.

આ પણ વાંચો : Jeetendra Birthday : જીતેન્દ્રને ‘પરિચય’નું સોંગ નહોતુ ગમ્યું, પણ આ વ્યક્તિની ભીની આંખો જોઈને રાજી થયા હતા અભિનેતા

g clip-path="url(#clip0_868_265)">