Jana Nayagan Teaser : થલાપતિની છેલ્લી ફિલ્મનું ટીઝર જન્મદિવસ પર રિલીઝ થયું, ચાહકો જોઈને ભાવુક થયા
સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયના જન્મદિવસ પર તેની છેલ્લી ફિલ્મ જન નાયકનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર જોયા બાદ ચાહકો ખુબ ઈમોશનલ જોવા મળ્યા હતા.તેમણે ગત્ત વર્ષે જાહેરાત કરી હતી કે, તે ફિલ્મોમાંથી સંન્યાસ લઈ રહ્યો છે.

સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયનો આજે 51મો જન્મદિવસ છે. આ તકે સુપરસ્ટાર અને પોતાના ચાહકોને એક મોટી સરપ્રાઈઝ આપી છે. થલાપતિની છેલ્લી ફિલ્મ જન નાયકનનું ટીઝર રીલિઝ થયું છે. 1 મિનિટ 5 સેકન્ડના આ ટીઝરને KVN પ્રોડક્શને શનિવાર રાત્રે યુટ્યુબ પર રિલીઝ કર્યું છે. ટીઝરમાં થલાપતિ વિજય એક નીડર પોલીસના પાત્રમાં જોવા મળી રહ્યો છે. ચાહકો સુપરસ્ટારની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો બીજી બાજુ છેલ્લી ફિલ્મને લઈ ચાહકો ખુબ ઈમોશનલ જોવા મળ્યા હતા.
પોલિસ ઓફિસરના પાત્રમાં જોવા મળ્યો થલાપતિ
ફિલ્મ જન નાયકનની ટીઝરની શરુઆત જયકારથી થાય છે. ત્યારબાદ થલાપતિની એન્ટ્રી થાય છે. હાથમાં તલવાર અને પોલિસના લુકમાં વિજય થલાપતિ જબરદસ્ત અંદાજમાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આ હથિયાર લઈને એક વ્યક્તિ ઉપર હુમલો કરતા જોવા મળ્યો હતો. થલાપતિ વિજયનો નિડર અને બિન્દાસ પોલીસ વાળાનો લુક ખુબ પાવરફુલ જોવા મળી રહ્યો છે.
ટીઝર જોઈ ચાહકો ઈમોશનલ થયા
જન નાયકનનું ટીઝર આવતા જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યા છે. તો અભિનેતાના ચાહકો તેની છેલ્લી ફિલ્મને લઈ ઈમોશનલ થઈ રહ્યા છે. ટીઝર જોયા બાદ ચાહકો કોમેનટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું તમારી યાદ આવે છે.
ક્યારે રિલીઝ થશે થલાપતિ વિજયની ફિલ્મ?
સુપરસ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ જન નાયક મકરસંક્રાતિ અને પોંગલ પહેલા 9 જાન્યુઆરીના રોજ 2026 રિલીઝ થશે. આ ફિલ્મને એચ વિનોથે ડાયરેક્ટ કરી છે. જ્યારે કેવીએન પ્રોડક્શને બનાવી છે. થલાપતિ વિજયની આ છેલ્લી ફિલ્મ છે. તેમણે ગત્ત વર્ષે જાહેરાત કરી હતી કે, તે ફિલ્મોમાંથી સંન્યાસ લઈ રહ્યો છે.તેઓ છેલ્લે વેંકટ પ્રભુની ફિલ્મ ‘ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ’ (GOAT) માં જોવા મળ્યા હતા. આ તેમની 2024 માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે.
